Abtak Media Google News

જામનગર શહેર જિલ્લામાં આવેલી રેલવેની પડતર પડેલી જગ્યાઓ જિલ્લાને લગતા તંત્રને સોપવાની માંગ સાથે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગર રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલાં કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા અને શહેર વિસ્તારમાં પડતર પડેલી રેલવેની જગ્યા જામનગર જિલ્લાના લગતા ગ્રામ પંચાયતને સોંપવા તેમજ શહેરી વિસ્તારમાં આવેલા જુના રેલવે સ્ટેશન જામનગર મહાનગરપાલિકાને સોંપી ત્યાં ગાર્ડન તથા લાઇબ્રેરી, વોકિંગ ઝોન જેવી. જામનગર જનતાને કામ આવે તેવી માંગણી કરાઇ છે.

તેમજ રાજુલા વિસ્તારની રેલવેની જગ્યા એમઓયુ થયા પછી પણ રાજુલાની જનતાને જગ્યા મળી નથી. રાજુલાના ધારાસભ્ય આજે 15 દિવસથી ધરણાં કરી લડત ચલાવે છે. તો તાત્કાલીક આ જગ્યા રાજુલાના વિકાસ માટે પાછી આપવા અને જોડિયા રેલવેની જગ્યા જોડિયા ગ્રામ પંચાયતને આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.