એવા તે ક્યાં કારણે સની દેઓલને આપવામાં આવી ‘વાય શ્રેણીની’ સુરક્ષા ??

સની દેઓલ જે પંજાબના ગુરદાસપુરના ભાજપના સાંસદ સભ્ય છે .તેમના માટે કેન્દ્રીય ગૃમંત્રાલય દ્વારા વધુ સુરક્ષા આપવામાં આવી છે. ગૃમંત્રાલયના સૂત્રો પ્રમાણે સની દેઓલને y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.છે. સની દેઓલની સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષા દળની એક ટીમ પણ સની દેઓલ સાથે રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે 11 સૈનિકો સની દેઓલ સાથે રહેશે, ઉપરાંત બે પીએસઓ પણ હાજર રહેશે. સની દેઓલની આ સુરક્ષા તેના જીવના જોખમને કારણે વધારી દેવામાં આવી છે.

ખેડુતો દિલ્હીની સરહદ પર છેલ્લા 21 દિવસથી કૃષિ કાયદાના વિરોધમાં છે અને ખેડૂતો સરકારના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. સની દેઓલ પંજાબના સાંસદ સભ્ય અને પંજાબના જ પુત્ર હોવાને કારણે પંજાબની પ્રજાથી સની દેઓલના મૌન પર સવાલો ઉઠાવ્યા છે અને અત્યારે પંજાબમાં ખેડૂતો કૃષિ કાયદાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

સની દેઓલ ત્યાંના સાંસદ સભ્ય હોવાથી તેની સુરક્ષા વધારવામાં આવી છે.સની દેઓલે તાજેતરમાં જ ટ્વિટ કર્યું હતું કે તેઓ અને તેમની સરકાર હંમેશાં ખેડૂતોની સાથે જ છે . સરકાર ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર છે કારણ કે દરેક નિર્ણય અન્નદાતાની તરફેણમાં લેવામાં આવ્યો છે. સની દેઓલના પિતા અને બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ પણ ખેડુતો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સરકારે જલ્દીથી ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ.