હજાર પગારો કાનખજૂરો કાનને શા માટે સતર્ક કરી દે છે?

‘કાનખજુરો’ જાગતા સુતા હોય ત્યારે કાનખજુરો નામ સાંભળતા જ બધાના કાન સતર્ક થઈ જાય છે. કાનખજુરાથી બધાયને બીક લાગે છે. કાન ખજુરાને ઝેરીલું જંતુ ગણવામાં આવે છે અને એક સાથે અસંખ્ય પગ સાથે તે જીવજંતુમાં સૌથી અલગ તરી વળે છે. કહેવતમાં પણ કાનખજુરાના પગની વારંવાર દ્રષ્ટાંતરૂપી વાતો થતી રહે છે. નાનુ-મોટુ નુકશાન થાય તો કાનખજુરાનો એક પગ તૂટે તો શું ફર્ક પડે તેવી કહેવતો પ્રચલીત છે. આ જંતુ ઝડપથી ચાલે છે અને અંધારામાં સંતાવાની ટેવ ધરાવે છે. કાનમાં ઘુસી જવાના ભયથી કાન ખજૂરાનું નામ સાંભળતા જ કાન સરવા ‘સતર્ક’ થઈ જાય છે.

બદલાતા મૌસમાં ઘણા બધા નાના જીવ જંતુ ઘરમાં આવી જાય છે. જેમાં કેટલાય ખતરનાક પણ હોય છે. કાન ખજુરો આવું જ એક જીવ છે. જેનો ડંખ ખુબ જ પીડાદાયક હોય છે. તેના ડંખથી થાક લાગે ઓકિસજનની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. કેટલીક વાર તેનું ઝેર શરીરમાં ફેલાય જાય તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. આપણે સાવચેતી માટે જે ડંખ મારે, ચોટે કે કાનમાં જાય તો તુરંત ઇલાજ કરવો જરુરી છે.

કાનખજુરાને આપણાં કાન સાથે સિધો સંબંધ હોવાને કારણે તે માનવીના કાનમાં ઘણીવાર ધુંસી જાય છે આવે વખતે સૌથી પહેલી ડોકટરી ટ્રીટમેન્ટ અગન્યની છે. ઘરગથ્થુ ઇલાજમાં સીંધાલુ મીઠું પાણીમાં નાખીને કાનમાં નાખવાથી તે મૃત્યુ પામે છે તે પાણી સાથે બહાર આવે છે. શરીરમાં જયારે ચોટી જાય તો તેની ઉપર ખાંડ કેતેનો પાવડર નાખા તો તે તરત જ ભાગે છે. ડંખ ઉપર સીંધાલુ મીઠું હળદર મીકસ કરીને લગાડવાથ સહન થાય છે. એક વાત એ પણ છે કે ડંખ માર્યાની જગ્યાએ ડુંગળી ધસો તો ઝેર આગળ જતું નથી, લસણ ને પીસીને તેનો લેપ લગાવો તો પણ ઝેર આગો વધતું નથી. કાન ખજાુરો લગભગ ૩૦ સે.મી. લાંબો પણ જોવા મળે છે. તે વિવિધ પ્રકારના વાતાવરણમાં જોવા મળે છે. તે મોટાભાગે ભૂરા અને લાલ રંગના સંયોજનમાં જોવા મળે છે. વિશ્ર્વમાં તેની અલગ અલગ ૩ હજારથી વધુ પ્રજાતિ  જોવા મળે છે. તે મોટાભાગે જમીનો ઉપર તથા કચરા, ગટરોમાં વિશેષ જોવા મળે છે. મોટા પથ્થરો તથા તૂટેલ મોટા લાકડાની અંદર પણ જોવા મળે છે. તે ગરમીની વસંત ઋતુમાં ઇંડા મુકે છે. અમુક પ્રજાતિના બચ્ચાન મોટા થતાં ૩ વર્ષ લાગે છે. તેનું એવરેજ આયુષ્ય ૫ થી ૬ વર્ષ હોય છે. તે પૃથ્વી પર ૪૩૦ મિલિયન વર્ષ પહેલા જોવા મળ્યા હતા. તેના ૧પ પગ જોવા મળે છે.

કાકાસાહેબ કાલેલકરે ખિસકોલી, કાગડા, બિલાડી, વાંદરા, વંદા, કાનખજાુરા જેવા જીવની સૌન્દર્ય પરખ નજરથી જોવાથી તેના પુસ્તકમાં વાત કરી છે. કાન ખજાુરા પાસે ઝેર વાળુ લિટસ હોય છે. ચોમાસાના આગમને કાન ખજુરો વધુ જોવા મળે છે. લોકોમાં આના વિશેષ માહિતી નથી. એક વાત નકકી છે કે તે સાપ જેટલો જ ઝેરી છે. તે સાપ ડંખ મારે ને ઝેર શરીરમાં મુકે તેમ કાન ખજાુરો પણ કરે છે. માનવીને શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે તે અસહય દર્દ થાય છે. કાનમાં ઘૂસી જવાના બનાવો ઘણીવાર જોવા મળે છે. આની કોઇએ કલ્પના પણ ન કરી હોય તેથી સાવચેતી રાખવી જરુરી છે.

કાન ખજાુરો મુખ્યત્વે અંધારામાં વધુ જોવા મળે છે. તે જો એકવાર કાનમાં ઘુંસી જાય તો તેને કાઢવો ખુબ જ અધરો છે. જો કે મોટાભાગે તેવું કરડવું જીવલેણ નથી હોતું પણ ડંખ બાદ યોગ્ય નિદાન-સારવાર કરવી ખુબ જ જરુરી છે. તે ઉંદરને ડંખ મારે તો તે ઝેર પ્રસર્યા બાદ ૩૦ સેક્ધડમાં ઉંદર મૃત્યુ પામે છે. માટે હમેશા આપણું આંગણું  ઘર કે પથારી સ્વચ્છ રાખવી અને જયાં ત્યાં કચરો ના કરો તો આ જીવાણું કાન ખજાુરાનો ઉપદ્રવ ઓછો ફેલાય છે. તેને વિવિધ રાજયોમાં જુદા જુદા નામે ઓળખાય છે. જેમ કે રાજસ્થાનમા ‘કાંસવા’ પંજાબમાં ‘કાંકોલ’ અમે મહારાષ્ટ્રમાં ‘કંસુઇ’ થી ઓળખાય છે. તેની આંખોની દ્રષ્ટિ નબળી હોય છે. તે અંધારા અજવાળાનો ફરક સમજતો નથી તો કેટલીક પ્રજાતિને આંખો હોતી જ નથી. જેને કારણે જમીનની અંદર જ રહે છે. ખાસ તો જમીન અને અંધારામાં રહેતા કાન ખજાુરાનો કલર બહું ઘાટો જોવા મળે છે તેને કર્ણકીટ પણ કહેવાય છે.

Loading...