Abtak Media Google News
રેસકોર્સમાં પૂર્વ પત્ની સાથે આડા સંબંધની શંકાએ ત્રણ શખ્સોનો દિવ્યાંગ પર હુમલો
સાધુ વાસવાણી રોડ પર હોસ્પિટલમાં તબીબને બતાવવાના વારામાં બઘડાટી: ચાર શખ્સોએ પ્રૌઢને લમધાર્યા

શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએ મારામારીના બનાવ સામે આવ્યા છે. જેમાં પરિણીતા સહિત ત્રણ લોકો ઘવાતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રેસ્કોર્ષમાં પૂર્વ પત્ની સાથેના આડા સંબંધની શંકાએ પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ દિવ્યાંગ પર હુમલો કર્યો હતો. જ્યારે સાધુવાસવાણી રોડ પર ક્રિષ્ના હોસ્પિટલમાં તબીબને બતાવવાના વારા બાબતે ચાર શખ્સોએ પ્રૌઢને લમધાર્યાંનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જ્યારે ત્રીજા બનાવમાં જામનગર રોડ પર આવેલી એકતા સોસાયટીમાં ફોન રિસીવના કરતા પતિએ પત્નીને માર માર્યાનું સામે આવ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સદર બજારમાં રહેતા વિકલાંગ શકિલભાઈ ઇબ્રાહિમભાઈ શેખ નામના 31 વર્ષનો યુવાન ગઇ કાલે વ્હીલ ચેરમાં પોતાના મિત્ર સાથે લીમડા ચોક ચા પીવા ગયો હતો. તે દરમિયાન સુમન ઉર્ફે સાયમા જીંજુવાડિયા નામની ત્યક્તાનો પૂર્વ પતિ ઇમરાન ઉર્ફે બાલો ઇકબાલ આમદાણી પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જેથી ઇમરાન અગાઉ અન્ય લોકોને સુમન સાથે સુમન સાથે ફરિયાદી શકીલ શેખના આડા સંબંધની વાતો કરતો હોય જેથી ફરિયાદી સમજાવા માટે ઇમરાનને રેસ્કોર્ષમા બોલાવ્યો હતો. જ્યાં શકીલ શેખે તું આવી વાતો કેમ કરે છે તેમ કહેતા ઉશ્કેરાયેલા ઇમરાન ઉર્ફે બાલો સહિત ચાર શખ્સોએ દિવ્યાંગ શકીલ શેખને લાકડીથી માર મારી વ્હીલ ચેરમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાઇ છે. તો અન્ય બનાવમાં અમિપાર્કમાં મોદી સ્કૂલની પાછળ રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા રાજેશભાઈ કપિલભાઈ ઉપાધ્યાય નામના 50 વર્ષના પ્રૌઢ ગઇ કાલે સાધુવાસવાણી રોડ પર ક્રિષ્ના હોસ્પિટલમાં બતાવવા ગયા ત્યારે લાઈનમાં વારો લેવા બાબતે માથાકુટ થતા દિવ્યેશ ડોડીયા, પ્રદ્યુમનસિંહ રાણા, ચિરાગ બારોટ અને એક ભરવાડ જેવા શખ્સે માર માર્યાનો બનાવ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયો છે. તો ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જામનગર રોડ પર એકતા સોસાયટીમાં રહેતી સલમાબેન શૌકત સૈયદ નામની પરિણીતાએ પોતાના પતિ શૌકત સૈયદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ શૌકત સૈયદે સલમાને “તું મારો ફોન કેમ ઉપાડતી નથી?” તેમ કહી માર માર્યાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એસ.બી. મકરાણી સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.