Abtak Media Google News

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા આપવામાં આવતી વિવિધ મજૂરી, ફરિયાદોના નિકાલ, નમૂનાઓનું પૃથ્થકરણ, જનજાગૃતિ કાર્યક્રમો સહિતની વિવિધ કામગીરીઓ કરી પ્રદુષણ નિયંત્રણ સાથોસાથ ઔદ્યોગિક વિકાસમાં સહભાગી બનેલ છે.

કચેરી દ્વારા કચેરી દ્વારા પર્યાવરણના વિવિધ કાયદા જેવા કે પાણી અધિનિયમ 1974, હવા અધિનિયમ 1981 અને પર્યાવરણ સુરક્ષા ધારા 1986 હેઠળ ક્ધસેન્ટ ટું એસ્ટાબ્લીસની 219, કોન્સોલીડેટેડ ક્ધસેન્ટ એન્ડ ઓથોરાઇઝેશનમાં 272 અને બાયોમેડીકલ વેસ્ટ હેઠળ 94 અરજીઓ મળી કુલ 585 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

પ્રદુષણ નિયંત્રણના કાયદા જેવા કે પાણી અધિનિયમ 1974, હવા અધિનિયમ 1981 અને પર્યાવરણ સુરક્ષા ધારા 1986 હેઠળ પ્રદુષણના કાયદાનો ભંગ કરતા હોય તેવા 64 એકમોને કારણ દર્શક નોટીસ, 11 એકમોને નોટીસ ઓફ ડાયરેક્શન તેમજ 17 એકમો સામે ક્લોઝર ઓર્ડર સહિતના પગલાં લેવામાં આવ્યા છે. લોકો તરફથી પ્રદુષણ અંગેની કુલ ફરીયાદ 42 મળેલ છે, જે તમામ ફરીયાદોનો નિકાલ કરવામાં આવેલો છે. રાજકોટ ખાતેની પ્રયોગશાળામાં, પ્રાદેશિક કચેરી- રાજકોટ,  મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ  તેમજ જેતપુર ખાતેથી આવતા હવા, પાણી/ ગંદુ પાણી તેમજ હેઝાર્ડસ વેસ્ટનાં નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવે છે. 15 જુલાઈ 2020 થી 15 જુલાઈ 2021 દરમ્યાન હવાના- 329, વોટર/ વેસ્ટ વોટરના- 1475 તેમજ હેઝાર્ડસ વેસ્ટના- 08 નમુનાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.

પર્યાવરણ અંગેની જનજાગૃતી અર્થે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દરમ્યાન ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી-રાજકોટ દ્વારા કચેરીના પરિસરમાં 108 તુલસીના છોડનું વુક્ષારોપણ તેમજ વિવિધ સ્થળોએ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હોવાનું અધિક્ષક બી. એમ. મકવાણાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.