Abtak Media Google News

સોમનાથના વિશ્ર્વ પ્રસિઘ્ધ તીર્થ સ્થાન નજીકના દરીયામાં વેરાવળ પાટણ શહેરની ગટરોનું ગંદુ પાણી છોડતા ગંદકી ને લઇ ભાવિકોમાં ભારે કચવાટ ફેલાય રહ્યો છે.

વૈશ્વિક પ્રવાસન ધરોહર જેવા સોમનાથ દરીયાને પ્રદુષણથી બચાવવા માંગ

સોમનાથ મંદિર નજીક ચોપાટી  જ વિશાળ વોકવે તૈયાર કરાયો છે.પરંતુ ચોપાટીમાં પ્ર.પાટણ શહેરની ગટરનું ગંદુ પાણી ઠલવાય રહ્યું છે અને આ વહેણ ભારે ગંદકી અને દુર્ગંધ સાથે ચોપાટીમાં મળી રહ્યું છે. સોમનાથ તીર્થ પ્રવાસનની સર્કીટ બન્યું છે. જેમાં દ્વારકા, સોમનાથ, સાસણગીર, દીવ સહિતના સ્થળોનું મુખ્ય મથક સોમનાથ મનાય છે.અહીં બારેમાસ દેશ-વિદેશના ભારે ભાવિકો સોમનાથ જરૂર આવે છે અને સમુદ્રથી દૂર રહેનારા લોકો સોમનાથની ચોપાટી પર દરિયાનો ઘૂઘવાટ અને મોજા જોઈ અને ભાવવિભોર બને છે. જ્યારે અરબી સમુદ્રના ઉછળતા મોજા સાથે શહેરની ગટરનું પાણી ભળી રહ્યાનું યાત્રિકોને ધ્યાને આવે છે. ત્યારે કચવાટ ફેલાઈ રહ્યો છે.

પાટણમાં 54 કરોડના ખર્ચે ગીચ વિસ્તારોમાં આ ત્રીજા તબક્કાનું કામ ચાલુ છે. ઉપરાંત શહેરમાં 9 પંમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાયા છે. 148 કિમીની ડ્રેનેજનું નેટવર્ક પણ સંપન્ન થયું છે. થોડાક સમયમાં જ ઘરે ઘરે જોડાણની કામગીરી શરૂ કરશું. ત્યારબાદ ભૂગર્ભ ગટર યોજના કાર્યરત થઇ હશે અને આ પ્રશ્નનો અંત આવશે. ઉપરાંત દરિયાની અંદર જે અનટ્રીટેડ પાણી જઈ રહ્યું છે તે ભૂગર્ભ ડ્રેનેજ યોજના મારફત ટર્સરી ટ્રીટમેન્ટ બાદ જ દરિયામાં છોડવામાં આવશે.

જેથી સમગ્ર પ્રશ્ન દૂર થશે. – સી.બી. ડુડીયા – ચીફ ઓફિસર (વે.પા.સ.ન.)  આ બાબતે નર્મદા જિલ્લામાંથી આવેલ યાત્રિક અવિનાશે કહ્યું હતું કે, આજે સોમનાથના દરિયા કિનારે જોયું તો ગટરનું પાણી દરિયામાં જે જાય છે તે દરિયાઈ જીવ સૃષ્ટિ અને માનવ જાતિ બંને માટે હાનીકારક છે. જેથી તંત્રએ તે બાબતે યોગ્ય કરવુ જોઈએ.. દેશ- વિદેશથી ભાવિકો અહી આવી રહ્યાં છે અને તેઓને ગટરનું પાણી દરિયામાં ભળી રહ્યાનું ધ્યાને આવતા ચોંકી જાય છે, યોગ્ય કરવા માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.