ભારતનું સ્વાસ્થ્ય શા માટે જોખમી? દર્દીઓના હાલ બેહાલ

india health
india health

ભારતનું સ્વાસ્થ્ય શા માટે જોખમી છે અને દર્દીઓના શુંકામ બેહાલ થયા છે. તેનો એક રિપોર્ટ બ્રિટનના જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં લખ્યા મુજબ ભારતમાં ડોકટરો દર્દીઓને તપાસવા માટે માત્ર સરેરાશ ૨ મીનીટનો જ સમય લે છે. જો કે, આમાં તમામ કેટેગરીના ડોકટરો આવતા નથી, અમુક પથીના ડોકટરો દર્દીઓની સ્વાસ્થ્યની હિસ્ટ્રી તેમજ વંશ પરંપરાગત એટલે કે, વારસાઈ વંશવેલો પણ જોવે છે. તેઓ દર્દીઓને સવાલ કરે છે કે, તમારા બાપ-દાદાનું સ્વાસ્થ્ય કેવું હતું. દા.ત. ટ્રાયકોલોજીમાં દર્દીને પુછવામાં આવે છે કે, તમારા પિતા-દાદા કે મામા કે નાનાને કોઈ ત્વચા રોગ કે વાળ સંબંધી સમસ્યા હતી કે નહીં. આ સીવાય ડાયાબીટીશના દર્દીઓને પણ આ પ્રકારના સવાલો તબીબો દ્વારા પુછવામાં આવે છે.

જો કે, આ તો થઈ સામાન્ય રોગની વાત પરંતુ અમુક ગંભીર પ્રકારના રોગોના નિદાનમાં પણ અમુક તબીબો ખૂબજ ટૂંકી પ્રશ્ર્નોતરી કરીને અથવા ખૂબજ ટૂંકા સમયમાં તપાસીને નિદાન કરે છે.

બ્રિટનના જર્નલમાં છપાયેલા આ રિપોર્ટમાં ચોકાવનારી બાબત એ લખી છે કે, ભારતના ઘણા તબીબો દર્દીને માત્ર ૨ જ મીનીટમાં તપાસીને નિદાન કરે છે કે, દવા લખી આપે છે. આના પરથી અત્યારે તો એવું સાબીત થાય છે કે, ભારતનું સ્વાસ્થ્ય જોખમી ગણી શકાય કેમ કે, દર્દીઓના હાલ બેહાલ થયા છે.

બ્રિટીશ મેડીકલ જર્નલ ડી.એમ.જે.માં લખ્યું છે કે, ૭૮ દેશોના સર્વે બાદ માલુમ પડયું છે કે, બાંગ્લાદેશમાં તબીબોનિદાન માટે ૪૮ સેક્ધડ જેટલો ઓછો સમય લે છે. ભારતમાં માત્ર ને માત્ર ૨ મીનીટ લે છે. જયારે યુરોપીયન દેશ અને ધરતી પરનું સાચું સ્વર્ગ ગણાતો દેશ અને જેને સોનાનું પિંજરુ કહેવાય છે તે દેશ સ્વીડનમાં તબીબો ખાસી ૨૨.૫ મીનીટ બગાડીને દર્દીને વ્યવસ્થિત રીતે તપાસીને નિદાન કરીને પછી જ દવા આપે છે.

તેમને જરૂર પડે તો જ લેબોરેટરી રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવે છે. સ્વીડનના તબીબોનો ખબર જ નહોતી કે, કમીશન એટલે શુંરૂ સ્કીમ એટલે શું.

નવીદિલ્હીના સર્જન ડો.આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, બ્રિટનના જર્નલમાં છપાયેલો આ રિપોર્ટ ભારતના તમામ તબીબોની નિદાન કરવા ઉપર પ્રકાશ પાડતો નથી.