Abtak Media Google News

હિન્દૂ ધર્મમાં જેની સૌથી પહેલા સ્તુતિ કરવામાં આવે છે કે જેની પ્રાર્થના વગર કોઈ પણ કાર્ય શક્ય જ નથી એવા આપણા દુંદાળા દેવ ભગવાન ગણેશને તો આપણે સૌ કોઈ જાણીયે જ છીએ. તેમનો તહેવાર પણ સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થી તરીકે ઓળખાય છે. આપણે ગણેશ ચતુર્થી ખુબ જ ધામ-ધૂમથી ઉજવીયે પરંતુ શું આપણે જાણીયે છીએ કે ગણેશ વિસર્જન શા માટે કરવામાં આવે છે ??

આજથી આશરે 100 વર્ષ પહેલા લોકમાન્ય બાળ ગંગાધર તિલકે જ ગણેશોત્સવનો પાયો મૂક્યો હતો. આ તહેવારને મનાવવા પાછળનો ઉદ્દેશ અંગ્રેજો વિરુદ્ધ ભારતીયોને એકજૂથ કરવાનું હતું. આજે જે ગણેશોત્સવને લોકો એટલી ધૂમ ધામથી મનાવે છે, આ પર્વને શરૂ કરવામાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

કેવી રીતે થઇ વિસર્જનની શરૂઆત

1890ના દશકમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તિલક મોટાભાગે ચોપાટી પર દરિયા કિનારે બેસતા હતા અને તેઓ કોઇ વિચારોમાં જ રહેતા હતા. કેવી રીતે લોકોને જોડવામાં આવે. અંગ્રેજો વિરુદ્ધ એકજૂથ બનાવવા માટે એમને ધાર્મિક રસ્તો પસંદ કર્યો. તિલકે વિચાર્યું કે ગણેશોત્સવને ઘરથી નિકાળીને સાર્વજનિક સ્થળ પર મનાવવામાં આવે, કારણ કે એમાં દરેક જાતિના લોકો હાજરી આપી શકે.

ગણેશ મૂર્તિ વિસર્જનની પૌરાણિક કથા

ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થીથી મહાભારત કથા શ્રી ગણેશને સતત 10 દિવસ સુધી સંભળાઇ હતી. જેને શ્રી ગણેશજી એ લખી હતી. 10 દિવસ બાદ જ્યારે વેદ વ્યાસજી એ આંખો ખોલી તો જાણવા મળ્યું કે 10 દિવસની મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયુ્ં છે. તરત વેદ વ્યાસ જી એ ગણેશજીને નજીકના સરોવરમાં લઇ જઇને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું હતું. એટલા માટે ગણેશ સ્થાપના કરીને ચતુર્દશીએ એમને ઠંડા પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.