નજર પુરુષોની ખરાબ તો સ્ત્રીઓને કેમ ઘૂંઘટ કે બુરખો પહેરવો પડે છે ?

0
117

“ચોલી કે પીછે ક્યાં હૈ?” માધુરી દીક્ષિતનું આ ગીત ખુબ જ પ્રખ્યાત થયું હતું અને લોકોની જીભ પર રમતું હતું. આત્યારે આ ગીત તો નહી પરંતુ “ઘૂંઘટ અને બુરખો” શબ્દ મીડિયા અને સોશિયલમીડિયા પર ચર્ચા નો વિષય છે. આજના આ કોરોના કાળમાં આપણે માસ્ક પેહરી પેહરીને પણ કંટાડી જાય છીએ તો ભારતની મહિલાઓને ધન્યવાદ આપવા જોઈએ કે તેઓ સદીઓથી લાજ પ્રથા કે ઘૂંઘટનો સામનો કરી રહી છે આમેય સ્ત્રી સાથે જોડાયેલ કોઈ પણ ઘટના કે વસ્તુ હમેશા ચર્ચાનો મુદ્દો હોય જ છે.

સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરતા લોકો પણ પોતાના ઘરની સ્ત્રીઓને પડદા પાછળ ઘરમાં જ રાખવા માંગતા હોય છે. મોબાઈલમાં અનેક સ્ત્રીઓના ચેહરાને ઝૂમ કરીને જોતા લોકો વાસ્તવિક દુનિયામાં કે તેમના પરિવારની સ્ત્રીને તો ચહેરો ઢાંકેલોહોય તેવી રીતે જ બહાર નીકળવાની સલાહ આપતા હોય છે. જૂની પુરાણી ઘુઘટની પ્રથા હજુ પણ આપણા દેશમાં જોવા મળે છે. હિંદુ સ્ત્રીઓ માટે જે ઘુંઘટ છે તે મુસ્લિમ સ્ત્રીઓ માટે બુરખા તરીકે ઓળખાય છે. સ્ત્રીના ચહેરાને ઢાંકીને રાખવો જોઈએ તેવો વિચાર સૌથી પહેલા કોના દિમાગમાં આવ્યો હશે તે ખબર નથી પણ જેમણે સાઉથ પહેલા ઘુંઘટ ઓઢ્યો હશે તે સ્ત્રીની મન:સ્થિતિ શું હશે તે લગભગ બધા સમજી શકતા હશે. ઘુંઘટ એટલે ચેહરો દેખાડવો નહી તેવું પુરુષ કે પરિવાર તરફથી કરવામાં આવેલ ફરમાનનું અમલીકરણ.

પુરુષો,ટ્રાફિકના નિયમો મુજબ એક હેલ્મેટ પહેરી શકતા નથી તેઓ વર્ષોથી સ્ત્રીને તેની જ સાડીના ઘુંઘટમાં, પ્રથાના નામે બંધનમાં રાખી શકેછે. આંખો આગળના પતલા કે મખમલીસાડીના કાપડમાંથી સ્ત્રીને દેખાતી દુનિયા થોડી ધૂંધળી હોય છે અને આજ ધૂંધળાપણું, સ્ત્રીના માનવી હોવાના અસ્તિત્વને પણ ધૂંધળું બનાવે છે.ધર્મ હોય કે પ્રથા, હમેશા કોઈ પણ કારણથી સ્ત્રીને આકાશ નીચે ઉડવાની આઝાદી આ સમાજ હજુ પણ આપી રહ્યું નથી. ચહેરા પરનો ઘુંઘટ ખરેખર તો સ્ત્રીના અસ્તિત્વ અને વ્યક્તિત્વના બંધનનું દ્યોતક છે. આજે પણ બુરખો પહેરેલી સ્ત્રીને મળુંત્યારે મનમાં સવાલ થાય છે કે આપણે શું છુપાવી રહ્યા છીએ ? સ્ત્રીનો ચહેરો કે આપણી નિમ્ન માનસિકતા ?સ્ત્રીની સુંદરતા કે સમાજમાં રહેલી અસુદરતા? જેસ્ત્રીનો ચેહરો ઘુંઘટ કે બુરખામાં છુપાયેલો છે એ જ સ્ત્રીના પરિવારનો, સમાજનો કે તે દેશનો માનસિક ચેહરો બધા જોઈ શકે છે.

આ ઘટના આપણે સૌ એ જોઈ હશે પહેલાના સમયમાં સ્ત્રીને કોઈ ખરાબ નજરથી ન જોવે તે માટે તેમને લાજ કઢાવવામાં આવતી હતી.રાજસ્થાન કે ઉત્તરપ્રદેશ જેવા હજુ કોઈ રાજ્યો છે જ્યાં સ્ત્રીને ઘુંઘટમાં તેનો છુપાવવા માટે કહેવામાં આવે છે આ માટે સ્ત્રીએ શું કામ લાજ કાઢવી જોઈએ જો નજર પુરુષોની જ ખરાબ હોય તો ઘૂમટો તેમને જ ઓઢવો જોઈએ પરંતુ સ્ત્રીઓ આનો ભોગ સદીઓથી બનતી આવે છે તો આ પ્રથાને નાબૂદ કરવા માટે પેહલા આપણે જ જાગૃત થવું પડશે. અથવા પરિવારમાં નિયમ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here