Abtak Media Google News

વિજ્ઞાન કહે છે કે મહિલાઓના શરીરમાં સ્ટ્રેસ-હોર્મોન્સનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. ઘણાં રિસર્ચ પણ સાબિત કરી ચૂક્યાં છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સ્ટ્રેસમાં જીવે છે અને તેમના શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય પર આ સ્ટ્રેસની અસર ખૂબ વધારે રહે છે. વિમેન્સ હેહેલ્થ  શ્રેણીના આજના પાંચમા અને છેલ્લા દિવસે જાણીએ સ્ત્રીઓમાં રહેલું સ્ટ્રેસ તેમના સ્વાસ્થ્ય પર કઈ-કઈ રીતે કેવી અસર કરે છે

આજી વીસ વર્ષ પહેલાં ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ-પ્રોબ્લેમ્સ, મગજનો સ્ટ્રોક જેવી બીમારીઓ પુરૂષોમાં વધુ જોવા મળતી; કારણ કે સ્ત્રીઓએ જન્મજાત આ બધી બીમારીઓી પ્રોટેક્શન મેળવેલું છે. તમે સ્ત્રી છો તો તમારાં સ્પેશ્યલ હોર્મોન્સ આ ગંભીર બીમારીઓથી તમારું રક્ષણ કરે છે. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ઍન્ડ્રોજન જેવાં સ્ત્રી-હોર્મોન્સ સ્ત્રીના શરીરમાં માસિક સ્રાવ શરૂ થાય એટલે કે લગભગ ૧૨-૧૩ વર્ષની ઉંમરી લઈને મેનોપોઝ આવે એટલે કે ૪૦-૫૦ વર્ષની ઉંમર સુધી ઍક્ટિવ રહે છે અને આ હોર્મોન્સ સ્ત્રીને એક સુરક્ષાકવચ આપે છે જેના થકી તે આ બીમારીઓથી દૂર રહી શકે છે. પરંતુ આજની તારીખે ઘણી સ્ત્રીઓ ૨૦-૩૦ જેવી નાની ઉંમરે આ રોગોનો ભોગ બનતી જોવા મળે છે. એની પાછળનું મુખ્ય કારણ નિષ્ણાતોના મતે સ્ત્રીઓની બદલાતી જતી લાઇફ-સ્ટાઇલ અને એને કારણે ઉદ્ભવતું સ્ટ્રેસ છે.

સ્ત્રીઓમાં સ્ટ્રેસ

Stress Symptoms In Womenસ્ત્રી અને પુરૂષમાં જે સ્ટ્રેસ હોય છે એમાં પણ તફાવત હોય છે. અમેરિકન સાઇકોલોજિકલ અસોસિએશને કરેલા એક રિસર્ચ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં સ્ત્રીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ પુરુષો કરતાં વધ્યું છે. આ ઉપરાંત કુંવારી સ્ત્રીઓ કરતાં પરિણીત સ્ત્રીઓ વધુ સ્ટ્રેસફુલ જીવન જીવે છે. સ્ત્રીઓમાંસ્ટ્રેસ-રિલેટેડ ફિઝિકલ લક્ષણો જેમ કે માાનો દુખાવો, ઊંઘમાં પ્રોબ્લેમ અને પાચનમાં ગરબડ પણ પુરુષો કરતાં વધુ માત્રામાં જોવા મળ્યાં હતાં. ૨૦૧૨માં બહાર પડેલા એક રિસર્ચ મુજબ સમગ્ર દુનિયામાં ભારતીય સ્ત્રીઓ સૌથી વધુ સ્ટ્રેસમાં જીવે છે. આ રિસર્ચ મુજબ આપણી ૮૭ ટકા સ્ત્રીઓ કહે છે કે તે મોટા ભાગે સ્ટ્રેસમાં જ હોય છે અને એમાંની ૮૨ ટકા સ્ત્રીઓ કહે છે કે તેમની પાસે રિલેક્સ થવા માટે કોઈ સમય જ નથી. આ આંકડાનો અર્થ એ થયો કે આપણી ઘર સાચવતી હોમમેકર્સ, કોર્પોરેટ વલ્ર્ડમાં કામ કરતી યંગ વિમેન, ઘરકામ અને બાળક વચ્ચે પિસાતી નોકરિયાત સ્ત્રીઓ, પોતાનો બિઝનેસ ચલાવતી બિઝનેસવિમેન બધી જ સ્ત્રીઓ જુદી-જુદી પરિસ્થિતિઓમાં હોવા છતાં લગભગ એક જ પ્રકારની તકલીફ થી પીડાય છે અને એ છે સ્ટ્રેસ. આ સ્ટ્રેસ સ્ત્રીઓને કઈ રીતે અસર પહોંચાડી શકે છે એ વિશે સમજીએ.

ડિપ્રેશન

Depસ્ટ્રેસ સ્ત્રીના શરીર પર કઈ રીતે અસર કરે છે એ બાબતને સમજાવતાં ફોર્ટિસ હોસ્પિટલ, કલ્યાણનાં ગાયનેકોલોજિસ્ટ ડોકટર કહે છે, સ્ટ્રેસને કારણે સ્ત્રીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ સર્જાય છે. લાંબા ગાળાનું સ્ટ્રેસ સ્ત્રીઓનાં હાડકાંને નબળાં કરે છે, સ્નાયુઓને નબળા કરે છે, રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે, ઊંઘને સંબંધિત તકલીફો ઊભી કરે છે અને ઑટોઇમ્યુન ડિસીઝને આમંત્રણ આપે છે. આ સિવાય સ્ટ્રેસને કારણે તા હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે માનસિક રોગોને પણ આમંત્રણ મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં સ્ટ્રેસને કારણે ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, વધુ પ્રમાણમાં ગુસ્સો વગેરે પ્રોબ્લેમ્સ વધુ જોવા મળે છે.

ઓબેસિટી અને ડાયાબિટીઝ

Diabetes Pokeવધુ સ્ટ્રેસને કારણે શરીર વધુ માત્રામાં ઇન્સ્યુલિન રિલીઝ કરે છે. જે વ્યક્તિમાં વધુ સ્ટ્રેસ હોય એ વ્યક્તિના ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સમાં હંમેશાં ગરબડ થાય છે, જે લાંબા ગાળે ડાયાબિટીઝનું કારણ બને છે. આ બાબતે શ્રેયા ડાયાબિટીઝ કેર સેન્ટર, બોરીવલીના ડાયાબેટોલોજિસ્ટ ડોકટર કહે છે, ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે શુગરને દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઇન્સ્યુલિન-લેવલ જ્યારે શરીરમાં વધી જાય ત્યારે શરીર ફેટ્સને સ્ટોર કરતું થઈ જાય છે અને શરીર જો ફેટ્સને બાળવા ઇચ્છે તો વધેલું ઇન્સ્યુલિન એ ફેટ્સને બળતાં પણ રોકે છે, જેને કારણે ઓબેસિટી આવે છે. સ્ટ્રેસ આવવાથી જે હોર્મોન્સ છૂટાં પડે છે એમાંનું મુખ્ય હોર્મોન છે કોર્ટિસોલ.

કોર્ટિસોલનું પ્રમાણ શરીરમાં વધી જવાથી વ્યક્તિને ભૂખ ખૂબ વધુ લાગે છે એટલું જ નહીં, શુગરની ક્રેવિંગ પણ ખૂબ વધારે થાય છે. આમ સહજ રીતે તે વધુ ખોરાક ખાશે.

આ ઉપરાંત એ ફેટ્સના સ્ટોરેજ માટે પણ જવાબદાર બને છે. વળી ઓબેસિટી ધરાવતી વ્યક્તિ ડાયાબિટીઝનો ભોગ જલદીથી બનતી હોય છે.

હાર્ટ-ડિસીઝ

477Ff9C600000578 5202197 Image A 51 1513862908261સ્ટ્રેસ અને ખોટી લાઇફ-સ્ટાઇલને કારણે સ્ત્રીઓ પર હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધ્યું છે એ બાબતે વાત કરતાં નાણાવટી સુપરસ્પેશ્યલિટી હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનાં હેડ કાર્ડિયોલોજિસ્ટ ડોકટર કહે છે, સ્ટ્રેસ શારીરિક, માનસિક અને હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે જવાબદાર સાબિત થાય છે. આ ઉપરાંત બહારનું ખાવાનું, બેઠાડુ જીવન વગેરે સમસ્યાઓ પણ સ્ત્રીની માઠી હેલ્થમાં ઉમેરો કરે છે. વળી સ્મોકિંગ કે તમાકુસેવન પણ હાર્ટ માટે નુકસાનકર્તા છે. આ બધાં કારણોસર સ્ત્રીઓ નાની ઉંમરે હાર્ટ-ડિસીઝ માટેનાં રિસ્ક-ફેક્ટર જેમ કે હાઇપરટેન્શન, કોલેસ્ટરોલ, ડાયાબિટીઝ કે ઓબેસિટીનો શિકાર બને છે અને આ રિસ્ક-ફેક્ટર તેમને હાર્ટ-ડિસીઝ સુધી લઈ જાય છે.

સ્ટ્રોક

Gty Head Pain Jef 120302 Wmainબ્રેઇન-સ્ટ્રોક વા પાછળ એક મૂળભૂત કારણ છે હોર્મોન્સમાં આવતો બદલાવ, જેની પાછળ સ્ત્રીઓમાં આવતું સ્ટ્રેસ મુખ્ય ભાગ ભજવે છે. આ વાત કરતાં ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, ર્બ-ક્ધટ્રોલ પિલ્સનો લાંબા ગાળાનો ઉપયોગ સ્ત્રીઓમાં હોર્મોન્સના પ્રોબ્લેમ સર્જે છે, કારણ કે આ દવાઓ હોર્મોન સો સંબંધિત દવાઓ જ હોય છે. પુરુષોમાં પ્રાપ્ત થતાં સ્ટ્રોકનાં રિસ્ક-ફેક્ટર હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, કોલેસ્ટરોલ, ઓબેસિટી વગેરે સ્ત્રીઓમાં પણ કોમન જ છે. ઊલટું સ્ત્રીઓ એનો ભોગ વધુ સરળતાી બનતી હોય છે, કારણ કે આજકાલ સ્ત્રીઓમાં વધતું સ્ટ્રેસ એની પાછળ જવાબદાર બને છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં વધેલું સ્મોકિંગનું પ્રમાણ પણ સ્ટ્રોક માટે જવાબદાર છે.

ઉપાય

૧. ખોટી લાઇફ-સ્ટાઇલ અને સ્ટ્રેસ બન્નેનું કોમ્બિનેશન વધુ ઘાતક પુરવાર થઈ શકે છે. એટલે જ્યારે સ્ટ્રેસનું પ્રમાણ વધારે જ છે ત્યારે લાઇફ-સ્ટાઇલ તો યોગ્ય રાખવી ખૂબ જ જરૂરી છે. જો લાઇફ-સ્ટાઇલ યોગ્ય હશે તો આપોઆપ સ્ટ્રેસનું મેનેજમેન્ટ સરળ બનશે અને એની શરીર પર અસર ઓછી વર્તાશે.

૨. ખોરાક સમય પર અને પોષણી ભરપૂર રાખો. જો શરીરમાં કોઈ પણ વિટામિન કે મિનરલ્સની કમી હશે તો પણ સ્ટ્રેસની અસર વધુ વર્તાશે. આવી કોઈ પરિસ્થિતિ હોય તો ડોક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે.

૩. ઘરનું ગમે તેટલું કામ કરતા હો કે નહીં, દરરોજ એક કલાક કસરત કરવી અત્યંત જરૂરી છે.

૪. પ્રાણાયામ, મેડિટેશન, હોમિયોપેકિ દવાઓ, શોખ કેળવવાી સ્ટ્રેસને મેનેજ કરવું સરળ બને છે.

૫. આ સિવાય રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેવું જેથી કોઈ પણ પ્રકારના રોગ આવે તો એનો સમયસર ઇલાજ શરૂ થઈ શકે.

સ્ટ્રેસનું વિજ્ઞાન

વિજ્ઞાન કહે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓનું શરીર વધારે પ્રમાણમાં સ્ટ્રેસ-રિલેટેડ હોર્મોન્સનો સ્રાવ કરે છે એટલું જ નહીં, પુરુષો કરતાં સ્ટ્રેસની ફિઝિકલ અને ઇમોશનલ અસર સ્ત્રીઓ પર વધુ ગંભીર રીતે દેખાય છે.

આ અસર પાછળ પણ મુખ્યત્વે હોર્મોન્સ જ રહેલાં છે. વળી બન્નેનું મગજ પણ જુદી રીતે કામ કરે છે.

અમેરિકન સાઇકોલોજિકલ અસોસિએશન મુજબ સ્ટ્રેસ આવે ત્યારે પુરુષો ફાઇટ અને ફ્લાઇટનો સિદ્ધાંત અપનાવે છે એટલે કે જે પરિસ્થિતિને કારણે સ્ટ્રેસ આવે એની સામે કાં તો લડો કાં ભાગી છૂટો.

પરંતુ સ્ત્રીઓ સ્ટ્રેસ સો સમાધાનની વૃત્તિ દાખવે છે, જેથી સ્ટ્રેસની વધુ અસર તેમના પર દેખાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.