Abtak Media Google News

પહેલા આપણા રાજાઓ સૂર્ય પૂજા કરતા પરંતુ કેમ સૂર્ય પૂજા કરતા હતા ? એ માટે પહેલા આપણે ગ્રહ મંડળ સમજવું પડે આપણા શાસ્ત્રો કહે છે કે આખુંય બ્રહ્માંડ આપણા શરીરમાં સમાયેલું છે. પહેલા ઋષિમૂનિઓને કંઇપણ જોવું-જાણવુ હોય તો દિવ્યદ્રષ્ટિથી પોતાની અંદર જોઇ લેતા અને એમને બધી જ ખબર પડી જતી.

પહેલા ઋષિમૂનિઓ પોતાની દિવ્ય દ્રષ્ટિથી કંઇપણ જોઇ કે જાણી શકતા અને તેને બધી ખબર પડી જતી

સૂર્ય પૂજા કરવાથી આત્મબળ આવતાની સાથે ઘણા લોકોમાં અહંકાર આવે છે અને અહંકારીનું પતન થાય છે તેથી આત્મબળ અને આત્મવિશ્ર્વાસનું સ્થાન અહંકાર ન લે, તે બાબતે સજાગ રહેવું જરૂરી

ઉર્જા મેળવવા માટે બધા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે પરંતુ સૂર્ય કોઇની પ્રદક્ષિણા કરતો નથી

આપણા બ્રહ્માંડમાં નવ ગ્રહો છે. એમાં સૂર્ય એટલે આપણે પોતે આપણો આત્મા એને સૂર્ય કહેવાય. મતલબ આપણે આપણી પોતાની જ પૂજા કરતા હતા આપણે આપણા પોતાના આત્મબળ ઉપર જીવવા વાળા હતાં.

નવ ગ્રહો એ જ દર્શાવે છે. સૂર્ય એટલે આત્મા, ચંદ્ર એટલે આપણું મન, મંગળ એટલે આપણી લડવાની શક્તિ, બુધ આપણને બુધ્ધિ પ્રદાન કરે છે, ગુરૂ એટલે આપણું જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન, શુક્ર એટલે આપણી સુખ સાયબી-મોજ-શોખ, શનિ એટલે આપણું કર્મ નોકર-ચાકર, રાહુ એટલે આપણી કૂટ નીતી, હેતુ મોક્ષ પ્રદાન કરે છે.

ધ્યાનથી જોઇએ તો આ એક રાજાનું મંત્રી મંડળ છે. સૂર્ય એટલે રાજા પોતે, ચંદ્ર એટલે એનુ મન, બુધ એટલે રાજાનો બુધ્ધિમાન મંત્રી, ગુરૂ એટલે રાજાનો આધ્યામિક ગુરૂ-આચાર્ય, શુક્ર એટલે રાજાની રાજનર્તકીઓ તથા રાજાની બીજી મોજ-શોખની વસ્તુઓ, શનિ એટલે રાજાના નોકર-ચાકર-સેવકો, મંગળ એટલે રાજાના લડાયક સેનાપતિ, રાહુ એટલે રાજાનો કૂટ નિતીજ્ઞ.

બ્રહ્માંડના નવ ગ્રહોને ઉર્જા તથા પ્રકાશ કોણ પુરો પાડે ? સૂર્ય મતલબ જેનામાં આત્મબળ વધારે હોય એ જ રાજા બની શકે. જેનામાં આત્મબળ હોય એના કહ્યામાં  બધા રહે. એની પાસે વહિવટ સારો ચલાવવાની શક્તિ હોય અને આ આત્મબળ વધારવા માટે જ આપણે સૂર્યની પૂજા કરતા હતાં.

સૂર્યને ક્યારેય કોઇની જરૂર પડતી નથી એમ એક રાજાને પણ કોઇની જરૂર પડતી નથી પરંતુ એના માટે રાજાએ પોતાનું આત્મબળ ટકાવી રાખવું જરૂરી છે.

Surya Pooja11

સૂર્ય પાસેથી ઉર્જા મેળવવા બધા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પરંતુ સૂર્ય કોઇની પ્રદક્ષિણા કરતો નથી એ જ રીતે રાજાનું મંત્રી મંડળ રાજાની આસપાસ વીટલાયેલું રહે છે. અને માટે ક્ષત્રિયો હમેંશા સૂર્યની પૂજા કરતા હતાં.

હાલમાં આપણું એક સૂર્ય મંદિર મોઢેરા ખાતે છે. જે ખંડીત છે પરંતુ ત્યાં પૂજા થતી નથી માત્ર લોકોને બતાવવા માટે રાખ્યું હોય તેવું લાગી રહ્યું છે જે સૂર્ય દેવતાનું અપમાન  હોય તેવું લાગી રહ્યું છે. રાજા ભીમદેવ સોલંકીએ આ મંદિર સૂર્યની પૂજા કરવા બનાવ્યું હતું.

જો કે સૂર્ય પૂજા કરવાથી આત્મબળ આવતા જ ઘણા લોકોમાં અહંકાર આવી જાય છે. અને અહંકારીનું પતન થાય છે. આત્મબળ-આત્મવિશ્ર્વાસનું સ્થાન અહંકાર ન  લે તે બાબતે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

હનુમાનજી એનું સૌથી મોટુ ઉદાહરણ છે. જેમના ગુરૂ ખૂદ સૂર્ય પોતે હતા. ખૂબ જ આત્મ વિશ્ર્વાસ હતો પણ અહંકાર જરાય નહીં. જેથી કોઇ એનું કાંય બગાડી શક્યુ નહીં. સૂર્ય પૂજા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડની સંસ્કૃતિની મજા એ છે કે સૂર્યનારાયણનો ઉદય થાય ભગવાન ભાસ્કર છે એ આદિત્ય પોતાના રથના ઘોડાને આભમાં વ્હેતા મૂકે અને તેજ પુંજના પડદાનો પૃથ્વી માથે ઘા કરે અને ઝળળળળળળળ કરીને આખી પચાસ કરોડ ઝળાઝળ થઇ જાય ત્યારે કોઇ ગાયત્રી વંદના કરી તો કોઇ સૂર્ય વંદના કરી, કોઇએ આયુષ્ય માંગ્યુ તો કોઇએ ધન માંગ્ય તો કોઇએ સંતતી અથવા તો સંપતિ માંગી પણ આ દેશના મહાપુરૂષોએ સૂર્યનારાયણના ઓવારણા લઇને કીધું કે દેવ અમારી આબરૂને જગતના ચોકમાં જવા ન દેતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.