Abtak Media Google News

અમારી પાસેથી બધા ટેક્ષ વસુલો પરંતુ કિપ્ટોકરન્સીને લિગલ કરો: ક્રિપ્ટોકરન્સી એક્ષચેન્જ

છેલ્લા ઘણાં સમયથી ક્રિપ્ટોકરન્સીએ વિશ્ર્વભરમાં ડંકો વગાડયો છે. દરેક રોકાણકારોનું સપનું મેકસીમમ રીટર્ન આપતું ક્રિપ્ટોકરન્સી જ ભારતમાં બેન છે. ત્યારે રોકાણકારો છાતા ખુણે પણ ક્રિપ્ટોકરન્સીમાં મથીને મથીને રોકાણો કરી રહ્યાં છે. ભારતમાં વષોથી લોટરીને લિગલ કરવામાં આવી છે તેના પર સરકારની નજર હોય છે અને તેને પૂરી માન્યતા પણ મળી છે તો ક્રિપ્ટોકરન્સી એક્ષચેન્જ  દ્વારા પણ પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે કે અમારી પાસેથી ટેક્ષ વસુલો પરંતુ અમને ક્રિપ્ટોકરન્સીને લિગલી કરવાની પરવાનગી આપો.

શું કહે છે ક્રિપ્ટોકરન્સી એક્ષચેન્જ

ક્રિપ્ટોકરન્સી  એક્ષચેન્જનું કહેવું છે કે સરકાર દ્વારા કિપ્ટોકરન્સી માટે સ્પષ્ટ બંધારણ બનાવી ક્રિપ્ટોકરન્સી અસેટનો ક્ધટ્રોલ સરકાર દ્વારા કરવામાં આવે સંપૂર્ણ બેનની જગ્યાએ સરકાર હાઇએસ્ટ ટેક્ષના હાસ્યામાં ક્રિપ્ટોકરન્સીને મૂકી તેનો ઉપયોગ ભારતમાં કરવા દેવામાં આવે. ઇન્કમટેક્ષ તેમજ જીએસટીના રેગ્યુલેશન દ્વારા ક્રિપ્ટોકરન્સી પર ટેક્ષ લાદવામાં આવે તો પણ કોઇને વાંધો નથી પરંતુ તેને યોગ્ય માન્યતા આપવામાં આવે.અલગ અલગ મીલ્કતો પર 10 થી 35 ટકા જેટલો ટેક્ષ લાગુ કરવામાં આવેલો છે. બિટકોઇન કે અન્ય ક્રિપ્નો મીલ્કત પણ શેર, ગોલ્ડ તેમજ લોટરીની જેમ જ એક મીલ્કત છે. તો તેના પર પણ ઇન્કમટેક્ષ 3પ ટકા રાખવામાં આવે આ ઉપરાંત એક્ષચેન્જ 28 ટકા જેટલો જીએસટી ક્રિપ્ટોકરન્સીની રીટર્ન પર ચૂકવવા માટે તૈયાર છે પરંતુ ભારતમાં તેને માન્યતા આપવામાં આવે.ક્રિપ્ટોકરન્સી પાછળ ભારતના રોકાણકારોએ 1.5 બિલીયન ડોલર રોકેલા છે. જો ભારતની કંપનીઓને માન્યતા આપવામાં આવે તો સારૂ એવું ભંડોળ સરકારમાં જમા થઇ શકે.જો કિપ્ટો કરન્સીને બેન કરવામાં આવશે તો ભવિષ્યમાં રોકાણકારો ગ્રે માર્કેટમાં જઇ કિપ્ટો મીલ્કતો ખરીદશે અને કાળા નાણાનો વ્યય વધવાની ભીતી ભારતમાં વધશે. અને તેના લીધે મની લોન્ડીંગ જેવા ક્રાઇમ થવાની શકયતા વધતી જશે. તેના બદલે ક્રિપ્ટો કરન્સી પર સરકાર દ્વારા સ્પષ્ટ ચિત્ર રજૂ કરી અને ટેક્ષની વસુલાત કરી ક્રિપ્ટો કરન્સીને યોગ્ય માન્યતા આપવાથી આવતા દિવસોમાં થતાં ક્રાઇમને પણ અટકાવી શકાશે.

શું કહેવું છે. આર.બી.આઇ. અને સરકારનું

ક્રિપ્ટો કરન્સી એક્ષચેન્જનું કહેવું છે કે ક્રિપ્ટો કરન્સી વ્યવહારનું માઘ્યમ નથી પરંતુ ક્રિપ્ટો કરન્સી એ એક મીલ્કત છે. તેમને માન્યતા આપવી એ જ યોગ્ય નિર્ણય રહેશે.પાર્લામેન્ટના સસશનમાં ક્રિપ્ટો કરન્સી માટેનું બિલ મૂકવામાં આવ્યું છે. ત્યારે આર.બી.આઇ. અને સરકારનું કહેવું છે કે દેશના હિતમાં યોગ્ય નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.અર્થતંત્ર તેમજ ટેકનોલોજીના ઉપયોગને ઘ્યાનમાં રાખીએ તો ક્રિપ્ટો કરન્સીની મીલ્કતમાં કોઇ તકલીફ નથી પરંતુ સરકારની ચિંતા એકમાત્ર એટલી જ છે કે આ ક્રિપ્ટો કરન્સીના ઉપયોગથી અર્થતંત્રમાં ગુનાઓ વધવાની શકયતા છે. તેમજ ટેકનોલોજીના દુરુપયોગથી મની લોન્ડ્રીંગ જેવા કિસ્સાઓ વધી જશે. અને આ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્ર્વ આખાની અર્થતંત્રની ચિંતાનો વિષય છે.

ક્રિપ્ટો કરન્સીની વિષે શું કહ્યું નાણામંત્રી નીર્મલા સીતારામ

ક્રિપ્ટોકરન્સી વિષે એક કેબીનેટ બેઠકમાં માત્ર એટલું જ કહ્યું કે બધા દરવાજાઓને બંધ કરવામાં નહી આવે લોકોના હિતને ઘ્યાનમાં રાખીને દરેક પાસાઓ પર વિચાર કરીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. અમુક મર્યાદામાં બિટકોઇન જેવી બીજી ક્રિપ્ટોકરન્સીને યોગ્ય માન્યતા આપવામાં આવશે અને તેના પર સરકાર હાલમાં વિચારણા કરી રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.