Abtak Media Google News

૬૦ હજાર કરોડના દેવા સાથે અસ્તિત્વ બચાવવા સંધર્ષ

વિશ્ર્વની આર્થિક મંદી અને કેટલાંક સ્થાનિક નકારાત્મક પરિબળો ડોલરની મજબુતી આર્થિક મંદીના કારણે વ્યાપારમાં ધટાડો, કર્મચારીઓના પગાર વધારાની માંગણી જેવા અનેક નકારાત્મક પરિબળોનો સામનો કરી રહેલી એર ઇન્ડિયા માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે. જો કંપનીને વધારાની આવક અને પુરતાં પ્રમાણમાં ગ્રાહક ખરીદારો નહિ મળે તો આવતાં વર્ષના જુન મહિના સુધી કંપનીને ધંધો બંધ કરવાની ફરજ પડશે.

રાષ્ટ્રની મુખ્ય વિમાન સેવા એર ઇન્ડીયા છેલ્લા લાંબા સમયથી અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહી છે. અને કં૫નીને જીવતી રાખવા માટે ખાસ સહાયની જરુરીયાત છે. નાની ક્ષમતા વાળા વિમાનોનું સંચાલન કરતી કંપનીએ બંધ કરી દીધેલી ૧ર સેવાઓને ફરીથી બહાલ કરવા માટે કંપનીને વધારાની આવક અને જો આવક ન મળે તો ભંડોળ રૂપ સહાયની જરુર છે.

એર ઇન્ડીયા સહિતની વિમાની કંપનીઓ પર ૬૦ હજાર કરોડનું દેવું છે. અને સરકાર હજુ તેના વિવિધ વિભાગોમાં ખાનગીકરણ વધારાનું મુડી રોકાણને સહાય ના આધારે કંપનીને ચાલુ રાખવાના પ્રયાસો કરી રહી છે. આધાર ભુત સુત્રોએ જાહેર કર્યુ છે કે એર ઇન્ડીયા પણ જેટ એરવેઇઝની જેમ યોગ્ય ખરીદાર નહિ મેળવી શકે તો આવતા વર્ષના જુન મહિના સુધી કંપની બંધ કરવાની મજબુરીમાં સપડાઇ જવું પડશે.

કેટલાંક નિશ્ર્વિત અને મુળભૂત કારણોને લઇને દેશનું નાગરીક ઉડ્ડયન ક્ષેત્ર લાંબા સમયથી સંઘર્ષની સ્થીતીમાં છે તેની સામે સરકારે ખોટના ખાડામાં ઉતરી ગયેલી વિમાની કંપનીઓને સહાયનો ઇન્કાર કરીને પોતાની રીતે સઘ્ધર થવા જણાવી દીધું છે. વિમાની કંપનીઓના ખાનગીકરણ અને વધારાની આવક મેળવવા શું શું કરવું જોઇએ. તેની સ્વાયત્તતા કંપનીઓના માથે મૂકી દેવામાં આવી છે. સરકારે ૨૦૧૧-૧૨ થી લઇને આ ડિસે. સુધીમાં વિમાની કંપનીઓને ૩૦૫૨૧ કરોડની સહાય આપી હતી. હવે વધુ મદદની અસર્મથતા દર્શાવી દેતા વિમાની કંપનીઓને પોતાની રીતે નાંણાની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.

યુપીએ સરકારે ૨૦૧૨માં સહાયરુપ થયાં ૧૦ વર્ષની મુદત માટે ૩૦ હજાર કરોડ રૂપિયાની જરુર હતી અમારે વધુ ર૪૦૦ કરોડ રૂપિયા ની જરુર હતી. પરંતુ સરકારે માત્ર પ૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું કંપનીના પ્રવકતાઓ જણાવ્યું હતું . અમારે કેવી રીતે નાણાની વ્યવસ્થા કરવી અને આવકના સ્ત્રોત ઉભા કરવા માટે વિચારવાનું રહ્યું. જો કંપનીને ગ્રાહકો નહિ મળે તો જુન મહિના સુધીમાં અમારે સેવા બંધ કરવાની ફરજ પડશે.

7537D2F3 25

છેલ્લા રપ વર્ષથી ખુબ જ સારી રીતે વિમાની સેવા ચલાવનાર જેટ એરવેઇઝને પણ નાણાંકિય કટોકટીના પગલે એપ્રિલ મહિનામાં ધંધો બંધ કરવાની ફરજ પડી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ માં એર ઇન્ડીયાની ખોટનો આંકડો ૮૫૫૬.૩૫ કરોડ સુધી પહોંચી ચુકયો છે. કંપનીના કુલ બોજનો આંકડો ૬૦ હજાર કરોડ રૂપિયા થવા જઇ રહ્યો છે.

કંપનીને કેવી રીતે  બહાર કાઢવી તે અંગે કોઇપણ ટિપ્પણી કરવાનો એર ઇન્ડિયાના પ્રવકતાએ ઇન્કાર કરી દીધો હતો.

એર ઇન્ડીયાની સહયોગી કંપની એહસાસ એ એર ઇન્ડીયાનો ૧૦૦ ટકા હિસ્સો એર ઇન્ડીયા અને એસાર્સ્ટ સાથે વેચવાની દરખાસ્ત  તૈયાર કરી છે. કંપની પાસે છે મહિનાની હસ્તાંતરની તક છે. જેમાં જો ખરીદાર મળી જાય તો કંપની જીવતી રહી શકે તેમ છે. જો કે કંપની રોકાણકાર મેળવવા માટે આશાવાદ છે.

સ્થાનીક ગ્રાહકો થકી કંપની જીવતી રહી શકે તેમ છે. સ્થાનીક ગ્રાહકોમાંથી ૩.૮૬ ટકા ની ગ્રાહકો જાન્યુઆરીથી નવે.મહીનામાં મળી હતી. જે ૧૮.૬૦ ટકા ની વધી છે. એર ઇન્ડીયા માટે અસ્તિત્વ બચાવવા માટે ખાનગીકરણ અનિવાર્ય બન્યું છે. અત્યારે કંપનીના ૧ર વિમાનો રીપેરીંગના કારણે ગેરેજમાં રાખી દેવામાં આવ્યા છે. આ ૧ર વિમાનોના નવ એન્જીન ખરીદવા માટે ૧૧૦૦ કરોડ રૂપિયાની જરુર છે કંપની પાસે પૈસા ન હોવાથી શરુ કરી શકાય તેવી કોઇ પરિસ્થિતિ નથી.

આ ઉપરાંત કંપનીના મોટા વિમાનો પણ રિપેરીંગના કારણે બંધ છે. તેને શરુ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કંપની ગમે તેમ કરીને આવતા વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી બ્રિટનના રૂટ શરુ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા રૂટ અઠવાડીયામાં ત્રણ વખત ઉંડાણ ભરશે અને તેનું બુકીંગ પણ શરુ કરવામાં આવ્યું છે. કંપનીને જો આવક વધારવાનો કોઇ સ્ત્રોત નહિ મળે તો આવતા છ મહિનામાં જ શટર પાડવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.