Abtak Media Google News

અર્થતંત્રને ઝડપભેર મજબુત કરવા લઘુ તથા મધ્યમ ઉધોગોનાં બાકી રહેતા નાણાને વહેલાસર ચુકવવાનો આદેશ કરાયો

ભારત દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા અને ઝડપથી વિકસિત કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને સરકારનાં તમામ મંત્રાલય પાસેથી તેમનાં એક વર્ષનાં ખર્ચનો રીપોર્ટ મંગાવ્યો છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારામને ઝડપથી નાણા ખર્ચવાનો આદેશ આપ્યો છે. સાથો સાથ તાકીદ કરતા જણાવ્યું છે કે, લઘુ ઉધોગો કે પછી મધ્યમ ઉધોગોનાં બાકી રહેતા નાણાને ઝડપભેર ચુકવવામાં આવે. જો આ કાર્ય ઝડપથી કરાશે તો દેશની અર્થવ્યવસ્થા વધુ મજબુત થશે અને તરલતાનો પણ પ્રશ્ર્ન ઉદભવિત નહીં થાય. તેઓએ જણાવ્યું હતું કે, એમએસએમઈ, કોન્ટ્રાકટરો તથા અન્ય વેપારીઓને ૬૦ હજાર કરોડનાં દેણામાંથી ૪૦ હજાર કરોડ ‚પિયા ચુકવી દેવામાં આવ્યા છે ત્યારે બાકી રહેતા ૨૦ હજાર કરોડ ઓકટોબર માસનાં પ્રથમ સપ્તાહમાં આપી દેવાનો લક્ષ્ય પણ આપ્યો છે જેથી તેઓનાં બાકી રહેલા કામો ઝડપભેર પુરા થાય અને અર્થતંત્રમાં નાણાનું ચક્ર યોગ્ય રીતે ફરે. સરકાર તરફી ર્આકિ બાબતે સતત નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ અંતર્ગત શુક્રવારે નિર્મલા સીતારમણે ફાઈનાન્સ સેક્રેટરીસ અને મહત્વના મંત્રાલયોના નાણાંકીય સલાહાકારો સો બેઠક કરી હતી. બેઠક બાદ નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાં મંત્રાલય નક્કી સમયમાં વિવિધ મંત્રાલયોને ફન્ડ આપવાના મુદ્દા પર વિચાર કરી રહ્યું છે. નાણાં મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે દરેક મંત્રાલયને સમયે પૈસા મળે. ઉલ્લેખનીય છે કે મંત્રાલયોને ખર્ચના પૈસા નાણાં મંત્રાલય તરફી આપવામાં આવે છે. જોકે નાણાં મંત્રાલય આ પૈસા નક્કી સમયમાં આપી શકતું ની. આ નિર્ણયના પગલે વિવિધ મંત્રાલયોના કામકાજમાં ઝડપ આવવાની શકયતા છે. બેઠક બાદ સેક્રેટરી ગિરીશ ચંદ્ર મુર્મૂે કહ્યું કે અમે સેક્રેટરીઓને અપીલ કરીએ છે કે તેઓ તે એજન્સીની દેખરેખ કરે જે ખર્ચના મામલા સો સંકળાયેલી છે. અમે તે પણ સુનિશ્ચિત કરીશું કે માસિક અને ત્રિમાસિક ધનની રકમ ઈસ્યુ કરવામાં વિલંબ ન ાય.

૫ ટ્રિલિયન ડોલર ઈકોનોમી સુધી પહોંચવા માટે કેન્દ્ર સરકાર અનેકવિધ પ્રકારની વિકાસલક્ષી યોજનાઓને અમલી બનાવી રહી છે ત્યારે મુડી ખર્ચ માટે નાણામંત્રીએ તમામ મંત્રાલયોને જયારે તાકીદ કરી હતી તે સમયે એકસપેન્ડીચર સેક્રેટરી જી.સી.મુર્મુએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ પબ્લીક સેકટર એન્ટરપ્રાઈઝ દ્વારા ૨૦,૧૫૭ કરોડ ‚પિયા ગત ૩ માસમાં રીલીઝ કરી દેવામાં આવ્યા છે. ત્યારે એકસપેન્ડીચર ડિપાર્ટમેન્ટ દેશનાં ઈન્ફ્રાસ્ટ્રચકર પ્રોજેકટો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે અને ખુંટતી તમામ ચીજોને પૂર્ણ કરવા માટે તૈયારી પણ દાખવી છે જો આજ રીતે અર્થતંત્રમાં ‚પિયાનો પ્રવાહ ફરતો રહેશે તો જે વડાપ્રધાન દ્વારા પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનું સ્વપ્ન જોયું છે તે પૂર્ણ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.