Abtak Media Google News

દેશભરમાં દરેક ધાર્મિક પર્વોની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આવી ધાર્મિક પર્વોની ઉજવણીઓમાં પણ રાજકોટ શહેર હંમેશા અગ્રેસર રહે છે. જેના ભાગ‚પે આવતીકાલે શહેરભરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ હનુમાન જયંતી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે જેમાં મહાઆરતી, મહાપ્રસાદ, ધ્વજારોહણ, પૂજા અર્ચના, અને ધુન ભજનની રમઝટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

રાધેશ્યામ ગૌશાળા

રાધેશ્યામ ગૌ શાળા, ગાંધીગ્રામ રૈયાધાર, પાણીના ટાંકા પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી પાસે હનુમાન જયંતી તથા વેલનાથ જયંતી પર્વની ધામધુમથી ઉજવણી કરાશે. આવતીકાલે સાંજના ૫ કલાકે બટુક ભોજન તેમજ પુનમના દિવસે રામાપીરના પાઠનું આયોજન કરવામાં આવ્યુંં છે. આ ઉપરાંત સંતવાણીનો કાર્યક્રમ રાત્રે ૯ કલાકે યોજાશે.

સૂર્યમુખી હનુમાનજી

ગોંડલ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે હનુમાન જયંતિ નિમિતે મા‚તીયજ્ઞનું આયોજન કરાયું છે. ધાર્મિક કાર્યક્રમોમાં પ્રભાત આરતી સવારે ૬ વાગ્યે, મા‚તી યજ્ઞ સવારે ૮ વાગ્યે તેમજ સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આયોજનને સફળ બનાવવા મહંત હરભજનદાસ બાપુ અને સૂર્યમુખી મિત્ર મંડળ કાર્યરત છે.

કેસરી નંદન હનુમાનજી મંદિર

બજરંગદળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે કાલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના દિવસે જૂના માર્કેટીંગ યાર્ડની બાજુમાં કેસરીનંદન હનુમાનજી મંદિરથી સાંજે ૪ કલાકે યાત્રા પ્રસ્થાન થશે.

યાત્રા પ્રસ્થાન પહેલા મંદિર સીંદુરના છોડ રોપવામાં આવશે. સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ યાત્રામાં હનુમાનજીની વિરાટ પ્રતિમા મૂર્તિનો મુખ્ય રથ અને બાઈક સાથે યાત્રા પ્રસ્થાન થશે.

હુડકો કવાર્ટર કોમ્યુનીટી હોલ, રામ સોસાયટી, નૃસિંહનગર, શીવમનગર થઈને ટેલીફોન એક્ષચેઈન્જ, માલધારી સોસાયટી મેઈન રોડ, વૃજભૂમિ સોસા. શેરી નં.૧, ઓમકારેશ્ર્વર ચોક, વૃજભૂમિ સોસાયટી મેઈન રોડ, મણીનગર શીવનગર મેઈન રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ, ફોર્જ એન્ડ ફોર્જની પાછળ, તિલકેશ્ર્વર મહાદેવ મંદિર ચોક, વૃંદાવન સોસાયટી મેઈન રોડ, મહાકાલેશ્ર્વર ચોક, ૫૦ ફુટ મામા સાહેબ રોડ, ડીમાર્ટ ચોક, મા‚તિનગર મેઈન રોડ, સેટેલાઈટ ચોક, પેડક રોડ, મા‚તિ મધરલેન્ડ સ્કૂલની પાછળથી આર્યનગર શેરી નં.૧૨, શાળા નં.૭૨ ત્રિવેણી સોસાયટી મેઈન રોડ, સંતકબીર રોડ, રામાપીર મંદિર ચોક, માર્કેટીંગ યાર્ડ નાલા નીચે થઈ કેશરીનંદન હનુમાનજી મંદિર પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે. યાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન મંદિર તરફથી કરવામાં આવ્યું છે. તેમજ આ યાત્રાના સમગ્ર ‚ટ દરમિયાન વિવિધ સંસ્થામંડળો, તેમજ મંદિરો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવશે તથા વિવિધ સખાના મંડળો તરફથી યાત્રાના ‚ટમાં શરબત વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

‚ખડિયા હનુમાનજી મંદિર

‚ખડિયા હનુમાનજી મંદિર, જંકશન રેલવે સ્ટેશન તથા જુગલ હનુમાનજી મંદિર, વેલનાથપરા, મોરબી રોડ ખાતે આવતીકાલે હનુમાન જયંતિ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ‚ખડિયા હનુમાનજી મંદિરે બપોરે ૨ થી ૪ સંગીમય સુંદરકાંડનો પાઠ સાંજ ૪ થી પ હનુમાનજી મહારાજના પુજન, અર્ચન, આરતી તથા સાંજે ૬ થી ૮:૩૦ બટુક ભોજન અને મહાપ્રસાદ તેમજ જુગલ હનુમાનજી મંદિરે બપોરે ૧૧ થી ૧૨ હનુમાનજી મહારાજના પૂજન, અર્ચન, આરતી બપોરે ૧ થી ૨ સેવકો માટે મહાપ્રસાદ સાંજે ૪ થી ૭ બટુક ભોજનનો કાર્યક્રમ ઉપરાંત રાત્રે ૯:૩૦ થી ૧૨ ભજનનો કાર્યક્રમ રાખેલ છે.

કોટેશ્ર્વર મહાદેવ મંદિર

કોઠારીયા કોલોનીમાં આવેલા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે આવતીકાલે હનુમાન જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. જેમાં સવારે મંગળાઆરતી, ધ્વજારોહણ, કોટેશ્ર્વર મહિલા મંડળ દ્વારા ધુન-ભજન, હનુમાન ચાલીસા પઠન, સાંજે ૭:૩૦ કલાકે હનુમાનજી મહારાજની ૐ કાર મહાઆરતી તથા પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ધર્મપ્રેમી ભાવિકોને દર્શન તેમજ મહાઆરતીનો લાભ લેવા કોટેશ્ર્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઈ કારીયા, સંદીપભાઈ સોલંકી, ક્રિપાલસિંહ જાડેજા, છગનગીરીબાપુ ગોસ્વામી, જયભાઈ આસોડીયા, જયદીપભાઈ પરમાર, સિઘ્ધરાજસિંહ પી.જાડેજા, રશ્વીનભાઈ જાદવ, શનિ જાદવ, મનોજ મકવાણા, અજયભાઈ સોલંકી, કુલદીપસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, ધર્મદીપસિંહ જાડેજા, ધર્મદીપ પરમાર, ‚ષીરાજસિંહ જાડેજા સહિતનાએ અનુરોધ કરાયો છે.

મોજીલા હનુમાન મંદિર

કોઠારીયા કોલોનીના ગરબી ચોકમાં આવેલ સુપ્રસિઘ્ધ મોજીલા હનુમાનજી મંદિરે આવતીકાલે હનુમાન જયંતિ મહોત્સવ ધામધુમથી ઉજવાશે. સવારે મંગળા આરતી તથા ધ્વજારોહણ, સવારથી શરબત વિતરણ કરવામાં આવશે. મોજીલા હનુમાનજીને ભાવિકો દ્વારા તેલ, ધુપ, દીપ, સીંદુર, કાળાઅડદ, શ્રીફળ, આંકડાની માળા દ્વારા પુજન-અર્ચન, સાંજે હનુમાનજી મહારાજની સાંપકાલની મહાઆરતી સાંજે મહાપ્રસાદ-બટુકભોજનનું દિવ્ય આયોજન કરાયું છે સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. રામભકત હનુમાનજીના જન્મોત્સવ વધાવવા કોઠારીયા કોલોની ગરબી ચોક ખાતે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

બોલબાલા ધામ

હનુમાનજી મહારાજની જન્મ જયંતિબોલબાલા ધામ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામા આવશે. આ અવસરે બોલબાલા ટ્રસ્ટ તરફથી ધ્વજારોહણ તથશ બટુક ભોજન હનુમાન ચાલીસાના પાઠ, ધૂન ભજન કિર્તન તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દર્શનાર્થે પધારનાર ભાવિક ભકતોને હનુમાન ચાલીસા, હનુમાનજી મહારાજની પૂજા કરેલ યં તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેમજ મવડી વિસ્તાર સેવાશ્રમ ખાતે વિધ વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અન્નપૂર્ણારથના માધ્યમથી ૧૫૦૦થી વધુ બાળકોને બુંદી ગાઠીયા, ચોકલેટ બિસ્કીટનું વિતરણ કરાશે.

વડા બજરંગ ગ્રુપ આયોજીત શોભાયાત્રામાં ત્રણ ફલોટસ પણ મોકલવામાં આવશે અને શોભાયાત્રાનું અભીવાદન તથા હનુમાન ચાસા બુકનું વિતરણ કરાશે ઠેર ઠેર પાણી સરબતનું વિતરણમાં બોલબાલા ટ્રસ્ટના કાર્યકરો જોડાશે અને સેવા આપશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.