Abtak Media Google News

 

લોકડાઉનની સ્થિતિ અને યાતાયાતમા નિયંત્રણો રાખવામાં આવતા અનેક લોકો પોતાનું કેન્સર સ્ક્રિનિંગ અને ટ્રીટમેન્ટ મુલતવી રાખી હતી

અબતક, નવીદિલ્હી
વૈશ્વિક મારામારી કોરોના દ્વારા ઘણા પ્રશ્નો ઉભા થયા છે, સૌથી મોટી વાત તો એ છે કે તું કોરોના ની સ્થિતિ ના કારણે ભારતમાં કેન્સર નું ભારણ વધશે કે કેમ ? કોરોના સમયમાં સરકાર દ્વારા જે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જોતા કેન્સરના દર્દીઓ દ્વારા તેમની ટ્રીટમેન્ટ અને તેમનું સ્ક્રીનીંગ કરાવવાનું મુલતવી રાખ્યું હતું. ત્યારે શક્યતા એ પણ છે કે આની વિપરીત અસર પણ જોવા મળી શકે છે અને ભારતમાં કેન્સર નું ભારણ વધી પણ શકે છે. આ અંગે વધુ માહિતી આપતા ડોક્ટર શ્યામ અગરવાલે જણાવ્યું હતું કે ભારતમાં પુરુષો માં તમાકુ નું કેન્સર અને મહિલાઓમાં સ્તન કેન્સર સૌથી વધુ જોવા મળે છે. ત્યારે ભારતમાં એક સમયે 24 લાખ જેટલા કેન્સર ના કેસો સામે આવતા હતા જેમાં પ્રતિવર્ષ છ લાખ લોકોના મૃત્યુ નીપજતાં હતા. હિંદુ લોકોની જાગૃતિના અભાવે આ આંકડો 10 ટકા વધી ગયો છે જે ભારત માટે ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે કેન્સરના રોગોમાં આ બધા દર્દીઓ ને બચાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર ની સુવિધા ઉપલબ્ધ કરાવવી ખૂબ જ જરૂરી છે હાલ ભારતમાં 500 થી 600 રેડિયોથેરાપી ના ઇક્વિપમેન્ટ છે જેની સામે જરૂરિયાત 1000 જેટલા ઉપકરણોની છે. એટલું જ નહીં માત્ર ભારતમાં 20 રિજ્યોનાલ કેન્સર સેન્ટ્રો ઉભા કરવામાં આવ્યા છે જે આંકડાને વધારવું ખૂબ જ જરૂરી છે જેથી કેન્સરના દર્દીઓને તેની યોગ્ય સારવાર મળી શકે. બીજી તરફ સૌથી મોટી તકલીફ ભારતમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે એ પણ છે કે જે યોગ્ય મેનપાવર હોવો જોઈએ તે પણ નથી તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ તબીબોની અછત ની સાથે નર્સિંગ અને ટેકનિકલ શાપની પણ ખૂબ જ ઘટી અનુભવાય રહી છે.

તમામ મુદ્દે ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરે તો આગામી સમયમાં કેન્સરના દર્દીઓને સાનુકૂળતા રહેશે અને કેસોમાં પણ ઘટાડો થશે. કોરોના ની સ્થિતિ માં અનેક લોકોએ પોતાના ચેકઅપ કરાવવાનું ટાળ્યું હતું અને તબીબો દ્વારા પણ તેઓને પ્રશિક્ષણ કરવામાં આવતું ન હતું જેથી 25 ટકા જેટલા કેન્સરના દર્દીઓ એ તેમનો ટેસ્ટ કરાવ્યો ન હતો આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુનાઇટેડ કિંગડમમાં પણ જોવા મળ્યું હતું. ટીના ધ્યાને લઇ હવે તકલીફ છે પણ સરકાર સામે ઊભી થઈ રહી છે કે જો આ સ્થિતિ યથાવત રહી તો આગામી સમયમાં કેન્સરના દર્દીઓને ઘણી તકલીફો વેઠવી પડશે. સ્થિતિમાં તબીબો દ્વારા ઓનલાઈન ક્ધસલ્ટેશન આપવામાં આવતું હતું તો શું કેન્સરમાં પણ ઓનલાઇન સ્ક્રિનિંગ શક્ય બનશે ખરા આ તમામ જટીલ મુદ્દાઓ હાર સરકારે વિચારવા ખૂબ જ જરૂરી છે. બીજી તરફ કેન્સરના રોગમાં વૈશ્વિક સ્તર ઉપર ખૂબ જ શિક્ષિત ટેક્નોલોજીનો આવિષ્કાર થઇ ચૂક્યો છે પરંતુ ભારતમાં જે પ્રમાણે અને જે ગતિથી તે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ.

તે ન થતાં કેન્સરના દર્દીઓને માંથી અસરનો સામનો કરવો પડે છે અને તેઓએ ઘણું ખરું ભોગવવું પડે છે ત્યારે જો આ મુદ્દે તબીબોની સાથે કેન્સરના દર્દીઓમાં પણ જાગૃતતા આવશે તો તેનો ઘણો ફાયદો દર્દીઓને મળશે અને તેઓ સુચારુ રૂપથી તેમની સારવાર પણ કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.