ભારતીય ક્રિકેટની ‘દશા’ અને ‘દિશા’ બદલાઈ જશે ? : કોહલીને કોને ‘વામણો’ કરી દીધો ?

ટુર્નામેન્ટ અને મેચ જીતવા માટે ટીમમાં ‘કિલર ઇન્સ્ટિનકટ’ હોવું જરૂરી : ટેસ્ટ સુકાની તરીકે વિરાટે 68 મેચોમાંથી ૪૦માં ટીમને વિજય અપાવ્યો

વનડે અને ટી-20 બાદ ભારતીય ટીમના ટેસ્ટ સુકાની વિરાટ કોહલીએ ટેસ્ટમાં સુકાની પદ છોડ્યું છે જેને લઇ અનેક તર્ક-વિતર્કો પણ ઉભા થઇ રહ્યા છે પરંતુ મહત્વની વાત તો એ છે કે કોહલીને કોને વામણો બનાવી દીધો ? ભારતીય ટિમને એક શું કાર્યો એવા મળ્યા છે જેનાથી તેમનું મનોબળ ખૂબ જ ઊંચું આવ્યું અને તેમનું પ્રદર્શન પણ વધુ મજબૂત બન્યું હતું જેમાં અઝહરૂદ્દીન, સચિન,  ધોની નો પણ સમાવેશ થાય છે ત્યાર બાદ વિરાટ કોહલી પણ ભારતીય ટીમને અનેક શિખરો સર કરાવવામાં મદદરૂપ સાબિત થયો હતો.

હાલ જે સુકાનિયોના  નામ લેવામાં આવ્યા આ તમામ સુકાની પોતાના આક્રમક રમતથી ઓળખ મેળવી હતી અને વિપક્ષી ટીમને બેકફૂટ પર ધકેલી દેતા હતા. રવિ શાસ્ત્રીએ જ્યારથી ભારતીય ટીમના કોચ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો તે સમયગાળામાં વિરાટ કોહલી નું પ્રદર્શન અને રૂ રહ્યું હતું કારણ કે બંને આક્રમક મિજાજ સાથે મેદાન ઉપર ઉતરતા હતા જ્યારે હાલ જે ટીમના કોચનું પદ સાંભળી રહ્યા છે તે ખૂબ શાંત મિજાજના હોવાથી બંને વચ્ચે તાલમેલ થવો જોઈએ તે થઈ શક્યો નથી.

ત્યારે આ જ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે હાલ કોર્ટની જે ભૂમિકા હોવી જોઈએ તે તેમના મનોબળ અને ફ્રીજ અસર કરતાં હોય છે ત્યારે શું ભારતીય ક્રિકેટની દિશા અને દશા બદલાઈ જશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે. દરેક ભીમ અને દરેક ખેલાડીઓમાં એક કિલર ઇન્સ્ટિનકટ હોવું ખૂબ જરૂરી છે. તો આ એક વાત ખેલાડીઓમાં અથવા તો ટીમમાં જોવા મળતું હોય તો તે ટીમ વિપક્ષીઓને માત આપવામાં મહત્વનો ભાગ ભજવે છે એટલું જ નહીં ટીમનું મનોબળ પણ એટલું જ મજબુત થતું હોય છે. તમામ ઘટના દિગ્ગજો વિરાટ કોહલી ના પ્રદર્શનને બિરદાવી રહ્યા છે અને તેને આવનારા સમયમાં સારી એવી સફળતા મળે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

વિરાટે સુકાની તરીકે કુલ ૬૮ ટેસ્ટ મેચ રમ્યા છે જેમાંથી ૪૦મા ભારતીય ટીમનો વિજય થયો છે અને ઉત્તરમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે પરિણામે જે સક્સેસરેટ સામે આવી છે તે પણ 58 ટકા જેટલી છે. હાલ વિરાટ ત્રણે-ત્રણ ફોર્મેટમાં પોતાના બેટિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી નવા રેકોર્ડ સ્થાપિત કરવા માટે મહેનત કરશે. ભારતીય ટીમ વિરાટ કોહલીને સહેજ પણ નજરઅંદાજ કરી શકે તેમ નથી જેનું મુખ્ય કારણ એ છે કે તે ટીમ નો આધાર સ્તંભ પણ છે.

ટેસ્ટ સુકાની તરીકે વિરાટ બાદ પંતને જવાબદારી મળવી જોઈએ : ગાવસ્કર

ભારતીય ટીમના લિજેન્ડ ખિલાડી સુનિલ ગાવસ્કરે વિડિયો માહિતી આપતા જણાવ્યું કે ભારતીય ટેસ્ટ ટીમના ઉપસુકાની તરીકે વિરાટ કોહલી બાદ રિષભ પંત અને તક આપવી જોઈએ. એટલું જ નહીં પંત જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે અને સીલેક્ટરો માટે એક સારો એવો વિકલ્પ પણ ઉભો થયો છે પણ દરેક ફોર્મેટ માં પોતાનું આગવું પ્રદર્શન કરી ટીમ માટે એક મહત્વપૂર્ણ ભાગ તરીકે પણ પ્રસ્થાપિત થયો છે ત્યારે જો તેને ટેસ્ટનું સુકાની પદ સોંપવામાં આવે તો તેમને ઘણો ફાયદો મળશે. બીજી તરફ જવાબદારીનું ભાન થતાં ની સાથે જ પરત રન મશીન પણ બનશે જે ટીમ માટે ખરા અર્થમાં ઉપયોગી સાબિત થશે.