Abtak Media Google News

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે પરાજય મેળવ્યા બાદ ટૂંકાગાળામાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે મોટી અને લાંબી ટેસ્ટ શ્રેણીના પડકારો સામનો કરવાનો આવ્યો છે. બરાબર એ સમયે જ ટીમના ગઠન અને ખાસ કરીને ઓપનરની પસંદગીના મામલે ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નો ઉભા થઇ ગયાં છે. ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટધર શુભમન ગિલની ઇજાને કારણે ઓપનિંગના સ્લોટમાં કોને ફીટ કરવા તેની અત્યારથી ગંભીર વિચારણાં થઇ ગઇ છે. નવોદિત અને સ્ટેન્ડ બાય ખેલાડી અભિમન્યુ ઇશ્ર્વરનને ગિલની ગેરહાજરીમાં ફાઇનલ ઇલેવનમાં સ્થાન મળે તેવી સંભાવના છે.

આઇપીએલ પછી ટીમમાં તેના દેખાવના આધારે પસંદ થયેલાં ખેલાડીઓ મુશ્કેલીઓ પેદા કરશે ?

4 ઓગષ્ટથી ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની મહત્વપૂર્ણ લાંબી શ્રૃંખલાનો શુભાંરભ થશે, ઓપનિંગમાં કોણ ?

અભિમન્યુ ઇશ્ર્વરન ઉપરાંત બે અન્ય ખેલાડીઓ પણ ઓપનિંગના દાવેદાર બની શકે છે. મયંક અગ્રવાલ અને કે.એલ. રાહુલ આ બંનેને પણ ઓપનિંગ કરવાની તક મળી શકે છે. જો ગિલ રમી નહીં શકે તો ઓપનર તરીકે ઇશ્ર્વરન પર ભારતને ભરોસો કરવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઇ શકે છે.

ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ગિલની ઇજા ક્યાં પ્રકારની છે અને સર્જરી જરૂરી બનશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટ વિગતો સત્તાવાર રીતે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી નથી. પણ એવું લાગે છે કે ગિલ આખી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ શકે છે. કેમ કે ઇજા ગંભીર હોવાનું બોર્ડને જાણવા મળ્યું છે.

આઇપીએલના દેખાવના આધારે પસંદ થતાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેદાનમાં ઉતારવામાં આવતા ખેલાડીઓ ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરે તેમ છે એવું ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે. માત્ર આઇપીએલનો દેખાવ જોઇને ટીમમાં આવનાર ખેલાડીઓ ધાર્યા મુજબ ટીમ માટે રમી શકતા નથી જેના કારણે ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે કડવો અનુભવ થયો જ છે. ગિલ રમે કે ન રમે એ અલગ વસ્તુ છે પણ ટીમની ફાઇનલ ઇલેવન નક્કી કરવામાં ટીમ મેનેજમેન્ટને ભારે પરસેવો પડી જશે અને ખૂબ જ મથામણી કરવી પડશે એ નક્કી છે.

હાલ તુરંત ગિલને ઇંગ્લેન્ડ રહેવાનું છે અને સારવાર કરાવાનું છે. ટીમના ફીઝીયો નિતીન પટેલ અને કંન્ડીશનીંગ કોચ સોહમ દેસાઇ તેની રીક્વરી પર સતત નિરિક્ષણ કરતા રહેશે. ઓસ્ટ્રેલીયામાં ગિલ ખૂબ સારો દેખાવ કરી શક્યો હતો પણ ત્યાર બાદ તેનો દેખાવ ઉતરોત્તર બગડતો રહ્યો છે. ઓસ્ટ્રેલીયાના પ્રવાસ બાદ રમાયેલા 4 ટેસ્ટમાં ગિલ એકપણ ફીફ્ટી સુધા ફટકારી શક્યો નથી. ન્યુઝીલેન્ડ સામે તો ટેસ્ટ ફાઇનલમાં સીમ અને સ્વીંગ બોલીંગ સામે ગિલ રીતસર મુંજાયેલો દેખાયો હતો. હવે ભારત ખરેખર ઇશ્ર્વર ભરોસે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.