શું વિશ્વમાં સમલૈંગીક સંબંધોને માન્યતા મળી જશે ? જેક રિપબ્લીકનમાં સમલૈંગીક સંબંધોને મંજૂરીની મહોર

0
77

માનવ સમાજની આદર્શ લગ્ન વ્યવસ્થા પર માનવ અધિકારની સ્વાયતતાના

માનવ-સમાજ અને સાંસ્કૃતિક વિકાસની ધરોહર એવી લગ્ન પ્રથાની આદર્શ વ્યવસ્થા પર હવે આધુનિક વિશ્ર્વમાં જોખમ ઉભુ કરનારી સમલૈંગીક સંબંધોની કાયદેસરતાની ઉભી થયેલી હવા લગ્ન વ્યવસ્થા અને આદર્શ માનવ જીવનની ધરોહર તહશ-નહશ કરી નાખે તેવા સંજોગો ઉભા થયા છે. વિશ્વના ઘણા દેશોમાં આ અંગેની બૌદ્ધીક ચર્ચા ચાલી રહી છે ત્યારે જેક રિપબ્લીકન સરકારે ગુરૂવારે ઘણા લાંબા સમયથી ચાલતી ચર્ચાઓ વચ્ચે સંસદના નીચલા ગૃહમાં સજાતિય સંબંધોને કાયદેસરતા આપતા ખરડાને બહાલી આપી હતી. છ મહિનામાં જ દેશમાં ચૂંટણી આવવાની છે ત્યારે આ મુસદો કાયદાનું રૂપ પામશે કે નહીં તેના પર હજુ કેટલાંક પ્રશ્ર્નો લટકી રહ્યાં છે.  જેક રિપબ્લીકનમાં છેલ્લા ત્રણ વર્ષથી સંસદમાં આ કાયદા અંગે ચર્ચાઓ થાય છે. ધારાસભ્યોએ આ કાયદાના સમર્થનમાં અને વિરોધમાં મતદાન કર્યું છે. જો કે અડધાથી વધુ યુરોપીયન સંઘના દેશમાં સજાતિય સંબંધને કાયદેસરતા આપતા કાયદા મોજુદ છે ત્યારે જેક રિપબ્લીકનમાં પણ સજાતિય દંપતિનો આ પ્રશ્ર્ન 2006 થી અધ્ધરતાલ છે.

નામે અકુદરતી પ્રથા હાવી થઈ જાય તેવા સંજોગો સામે વિશ્વમાં ભારે મત-મતાંતર

સજાતિય પાત્રોને લગ્ન કરવાની મંજૂરી આપતા આ કાયદા આડેના તમામ અવરોધો દૂર કરી નાખવામાં આવ્યા છે અને સુધારા સાથેના નવા બીલ અંગે સંસદીય સમીતીની ચર્ચા અને અંતિમ મતદાન પૂર્વે ચર્ચા થશે. અત્યારે જેક રિપબ્લીકનમાં લગ્ન માટે સ્ત્રી-પુરૂષની આવશ્યકતાની જોગવાઈ છે. હવે નવા કાયદામાં બે મહિલા કે પુરૂષ પણ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ શકશે. આ કાયદાની બહાલીમાં થયેલા મતદાનમાં 93 ધારાસભ્યો વિરોધ 6નું મતદાન થયું હતું. આ સત્રમાં જ પુરૂષ અને મહિલાના લગ્નને કાયદેસરના ગણવાનો ખરડો પણ પસાર કરવામાં આવ્યો હતો. જેક રિપબ્લીકનમાં આગામી ચૂંટણી પૂર્વે આ કાયદાને કાયદેસરતા આપવાની મથામણ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here