Abtak Media Google News

દર વર્ષે લોકો લૂંટાય છે છતા તંત્રની આંખો આંધળી બની જાય છે

જેતપુર શહેરમાં વિવિધ સંસ્થા દ્વારા આયોજીત જન્માષ્ટમીનો લોકમેળો દર વર્ષે પ્રજા માટે લૂંટ મેળો બની જાય છે. અને આયોકો પ્રજાની સુવિધાનું ધ્યાન કે કાળજી રાખવાને બદલે મેળાનાસ્ટોલની હરરાજીમાંથી લાખોની રોકડી કરી શહેર સેવાને બદલે સંસ્થા સેવા જ કરવામાં તલ્લીન રહે છે.

ઔદ્યોગીક શહેર જેતપુરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોંઘો અને કોઈ પણ પ્રકારની પ્રજાની સુરક્ષા કે સુવિધા વગરનાં જન્માષ્ટમી મેળાનું દર વર્ષ વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. પ્રથમ તો જેતપુર શહેરના મેળામાં શહેરની સવાલાખ અને ૪૯ ગામોની બીજી સવાલાખ તેમજ અન્ય તાલુકાની અલગ એટલે કે અઢીથી ત્રણ લાખ લોકો મેળાની મજા માણે છે. પરંતુ આટલી જન મેદની જે જગ્યાએ ઉમટતી હોય તે વિશાળ હોવી જોઈએ અને તમામ બાજુથી ખૂલ્લી પણ પરંતુ શહેરનુંજીમખાના મેદાનમાં પ્રવેશવા અને બહાર નિકળવાના ૩૦ ફૂટ અને ૨૦ ફૂટની લંબાઈનો માત્ર બે જ ખૂલ્લા દરવાજા છે અને ચારે બાજુ ફેન્સીંગ અને ઈમારતો આવેલ છે. એટલે કે સુરક્ષાની દ્રષ્ટીએ કોઈકાળે પ્રવેશવાનો એક અને બહાર નીકળવાનો પણ માત્ર એક જ રસ્તો ચાલે જ નહી ઉપરાંત મેળામાં કયારેય એમ્બ્યુલન્સ અને ડોકટર ફાયર પાઈટર કે સીસી ટીવી કેમેરા તેમજ મેળામાં કોઈ અકસ્માત સમયે મેળામાં એમ્બ્યુલન્સ પ્રવેશવા કે બહાર નિકળવા માટે ઈમરજન્સી ડોર નથી અને પાર્કિંગનુંતે પૂછવાનું જ નહી જેને કારણે બસ સ્ટેન્ડ સામે સ્ટેટ હાઈવે કિનારે યોજાતા મેળાને કારણે મેળો માણવા આવલા લોકો પોતાના વાહનો બસ સ્ટેન્ડ આરામગૃહ તાલુકા પંચાયત કચેરી તેમજ જાહેર રોડ પર આડેધડ પાર્કિગં કરે છે.

અને મેળામાં સ્ટોલ ધારકોએ ખૂબ ઉંચી કિમંતે હરાજીમાંથી સ્ટોલ તેમજ ચકડોળ માટે જગ્યા ભાડે લીધી હોવાથી નપો રળવા માટે દિવસ અને સમય મુજબ ભાવો વસુલે છે જેમા સાતમ આઠમના દિવસવે તો રીતસરની ઉઘાડી લૂંટ જ ચલાવવામાં આવે છે. ચકડોળની એક ટીકીટના ૧૦૦ રૂપીયા જેટલી કિંમત વસુલવામા આવે છે. અને તેપણ સરકારને મનોરંજન કર ભર્યા વગર અને લાખો રૂપીયા મેળામાંથી રળી લીધા બાદ આયોજક જે તે સંસ્થા જાણે શહેરમાં સેવા ભાવ કરવા નિકળી હોયત ને મેળાની લાખોની આવકમાંથી ૫ થી ૧૦ ટકા જાહેરમાં દેખાડો થાય તેવી એકાદ યોજનામાં વાપરીને તેમાંય પોતાની મોંઘી તકતીઓ લગાવે છે. આમ શહેરની પ્રજા પાસેથી લાખો રૂપીયા રળી લેતો આ મેળો પ્રજા માટે લૂંટ મેળો ન બને અને પ્રજાની સુરક્ષા સાથે પણ કોઈ ચેડાન થાય તેઈચ્છનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.