Abtak Media Google News

ઘુંટણ રીપ્લેસમેન્ટના ભાવ બાંધવાથી મેડિકલ ટેકનોલોજી એસો.નિરાશ

સરકારે તાજેતરમાં ની(ઘુંટણ) ઈમ્પલાન્ટને સસ્તા બનાવવા માટે ભાવ બાંધણુ કર્યું હતું. સરકારના આ નિર્ણયથી મેડિકલ ટેકનોલોજી એસોસીએશન નિરાશ છે. મેડિકલ સાધનો ઉપર ભાવ બાંધણાના કારણે ઈનોવેશનનું ગળુ ટુંપાશે તેવું એસો.નું કહેવું છે. ભાવ બાંધણા સમયે સરકાર ઈનોવેશન પાછળ લાગતા સમય અને ખર્ચને ધ્યાનમાં લેતી ન હોવાનો દાવો કરાયો છે. દર્દીઓને સસ્તા દરે સારવાર મળે તે હિતાવહ છે પરંતુ ભાવ બાંધણાથી ઈનોવેશન અટકે છે અને લોકોને વિશ્ર્વ સ્તરની સેવા મળી શકતી નથી. સરકારના આ પગલાથી મેડિકલ ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણ ઉપર પણ અસર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ ફાર્માકયુટીકલ્સ પ્રાઈમીંગ ઓથોરીટી (એનપીપીએ) દ્વારા તા.૧૬ ઓગસ્ટે ટાઈટેનીયમ એલોયના પ્રાઈમરીની રિ-લેસમેન્ટનું રૂ.૩૮,૭૪૦ તથા અન્ય મટીરીયલનું રૂ.૬૨,૭૭૦ ભાવબાંધણુ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.