Abtak Media Google News

” હે તો મુમકિન હૈ”આઝાદી કાળથી ગૂંચવાયેલું કાશ્મીર નું કોકડું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે એક જટકે ઉકેલી નાખી, રાજકીય ઇચ્છાશક્તિના અભાવે અત્યાર સુધી જેને કોઈ  અડવાની હિંમત કરતું ન હતું તે કાશ્મીરને સ્વાયત્તા આપતી કલમ 370 ની નાબૂદી એવી રીતે કરી નાખવામાં આવી જ રીતે માખણમાંથી મોવાળો ખેંચી લેવાય, કલમ 370ને ભારતની નબળાઈ બનાવી લાભ લેનાર ભારત વિરોધી તત્વોને સપનામાં એ ખબર નહીં હોય કે કલમ 370 હટી જશે અને ખબર સુદ્ધાં નહીં પડે,આમ જોવા જઈએ તો કાશ્મીરનો પ્રશ્ન હવે સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો ગણાય, પરંતુ હજુ મોદી સરકાર કાશ્મીર અને દેશની અખંડત્તાને સંપૂર્ણ દુરસ્ત કરી લીધા સિવાય હાથ બાંધીને બેસી રહે તેમ દેખાતું નથી હવે વડાપ્રધાનની મુત્સદ્દીગીરી પીઓકેને સંપૂર્ણપણે ભારતમાં ભેળવી લેવાની દિશામાં આગળ વધી ચુકી હોય તેવું ચિત્ર સ્પષ્ટ બન્યુંછે,

મોદી સરકારની કાશ્મીર મુદ્દે લાંબા ગાળાની રણનીતિ હવે પરિણામદાયી તબક્કામાં પહોંચી ચૂકી છે કલમ 370 નો કાટો નીકળી ગયા બાદ કાશ્મીરની રાજ દ્વારી અને લોકતાંત્રિક પરિસ્થિતિ થાળે પડી ચૂકી છે અત્યાર સુધી વારંવાર વાગતી રહેતી hurriyet conference ni પીપૂડી પણ વાગ બંધ થઈ ગઈ છે અને નેતાગીરીમાં ફાટફૂટ પડી ચૂકી છે અમિત શાહ નરેન્દ્ર મોદી દ્વારા હવે દેશની સર્વ ભૌમત્વના મુદ્દે કાશ્મીરના તમામ રાજદ્વારી પક્ષોને અને નેતાઓને અલ્ટીમેટમ આપી દેવાયું છે કે સરકાર સાથે રહેવું છે કે?

સાનમાં સમજી ગયેલી નેતાગીરીએ પણ સરકારના સૂરમાં સૂર મિલાવવાની શાણપણ કેળવી લીધી હોય તે કાશ્મીરમાં કલમ 370 અને 3પ-એ ના મુદ્દે કોઈ પણ બાંધછોડ ન કરવાનું સરકારે નિર્ણય જાહેર કરી દીધો છે તેની સામે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુ ફતી, ફારુક અબ્દુલ્લા જૂથના તમામ નેતાઓ સરકાર સાથે બેસવા તૈયાર થઈ ગયા છે

સરતાજ મદની અનખતર અવામી નેશનલ કોન્ફરન્સના મુઝફ્ફર શાહ સહિતના તમામ નેતાઓ સરકાર સાથે જોડાઈ ગયા છે બીજી તરફ ભારત સરકારે અફઘાનિસ્તાનના તાલીબાન અને બલોચિસ્તાન નાબોલોતો સાથે પણ મંત્રણાનો દોર ચાલુ રાખી ભારત બહારની રણનીતિમાં પાકિસ્તાન દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે બલોચિસ્તાન નાબોલોતો અને તાલિબાનો પણ ભારતના સહકારના હિમાયતી બની ગયા છે,

ભારતના પર્યટનોમાં મહત્વની બાબત એ બની છે કે અગાઉ ભારતે કતારમાં કેટલાક સંગઠનોને સાથે રાખી કાશ્મીરની રણનીતિમાં ભારત બહારના તમામ પરિબળોને વિશ્વાસમાં લેવામાં સફળતા મેળવી હતી હવે કાશ્મીરની સરહદ કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તો તે માટે ભારત સજજ બન્યું છે થોડા દિવસો પહેલા જ line of control બંધ કર સહિતની કામગીરી પણ પુરી કરી લેવામાં આવી છ વિદેશ સચિવ હર્ષ સિંગાળાએ જણાવ્યું હતું કે સરહદ પર પરિસ્થિતિને સજાગતાથી લેવાઇ રહી છે

કતારમાં થયેલી વાતચીતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા ના પ્રતિનિધિ સાથે અને અફઘાનિસ્તાન ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન સરકાર સાથે વાટાઘાટો ની જેમ જ તાલિબાન સાથે પણ ભારતે મૈત્રી ભર્યો માહોલ ઉભો કરવામાં સફળતા મેળવી છે અફઘાનિસ્તાનના તાલિબાનો નો ઉપયોગ ભારતના દુશ્મન ન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રક્ષા મંત્રી દ્વારા કાશ્મીરની નેતાગીરી અને રાજદ્વારી આગેવાનો ઉપરાંત લશ્કરી અધિકારીઓ અને  સાથે સતત મંત્રણાનો દોર ચલાવી હવે આરપારની લડાઈ કરવાની ફરજ પડે તો ભારત કોઈ મોરચે પાછું ન પડે દેવી સંગીન વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે

કાશ્મીર ની આંતરિક રાજકીય વ્યવસ્થા અને દેશહિતમાં તમામના સહયોગ માટે માહોલ ઊભો થઈ ચૂક્યો છે સરહદ પણ સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા સાથે હવે પાક કબજા ગ્રસ્ત કાશ્મીર ને ભારતમાં ભેળવી લેવાની રણનીતિ પર દેશ આગળ વધી રહ્યું છે અત્યારે દુશ્મન દેશની હાલત સંપૂર્ણપણે કંગાળ બની ચૂકી છે વડાપ્રધાન ઇમરાન સુપર દેશને દેવાળિયું કરવાનો આરોપ કરીને વિપક્ષો ચારે તરફથી દબાણ કરી રહ્યા છે

લશ્કર પણ કાપીને બેઠું છે દેશ આખું દેવાળિયું બની ગયું છે વિશ્વ બેંકની સહાય માટે ઈમરાન ખાનના પ્રયાસોના કામ થઈ રહ્યા છે ભારતની વિદેશ નીતિ અને ખાસ કરીને ઈસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો ને લઈને પાકિસ્તાનને ધર્મના આધારે પણ હવે ક્યાંથી ટેકો મળે તેમ નથી ભારતની રાજધાની મુત્સદ્દીગીરી થી દુશ્મન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડતું જાય છે અત્યારે લોઢું ગરમ છે અને મોકો મળે હથોડો મારી લેવો પડે તો ભારત તૈયાર હોય તેવી પરિસ્થિતિ નું સર્જન થઈ ચૂકી છે ત્યારે કલમ 370 નો જેવી રીતે ઉકેલ લાવવામાં સફળતા મળે તેવી જ રીતે ભારત હવે પીઓકેને ભારતમાં ભેળવી લેવા માટે તફસતવફળ તો બની ગયું છે

પરંતુ હવે યોગ્ય તકની રાહ જોવાઇ રહી છે અત્યાર સુધીની ભારતની લાંબાગાળાની વિદેશ નીતિ અફઘાનિસ્તાન સાથેના સંબંધોની જાળવણી પાકિસ્તાનના બલુચિસ્તાન નાબોલોતો ને વિશ્વાસમાં લેવાની રણનીતિ સફળ બનતી જઈ રહી છે ભારતે ઘર આંગણે સર્વગ્રાહી વિશ્વાસનું વાતાવરણ ઉભુ કર્યું છે હવે યોગ્ય તકની રાહ જોવાઇ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને કલમ 370 હટાવવાનો રાજસ મળ્યો તેવી રીતે પાક કબજા ગ્રસ્ત કાશ્મીરને ભારતમાં ભેળવી લેવાનો અવસર મળે તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.