Abtak Media Google News

દેશમાં એકધારા જળવાયેલા વિકાસ દરને કારણે પરિસ્થિતિ એવી સુંદર નિર્માણ થઇ છે કે 2020ની સાલમાં દરેક ભારતીય અંદાજે રૂપિયા 10 લાખનો ધણી થઇ જશે. અર્થાત વાણીજ્યની ભાષામાં દરેક ભારતીયવાસીનું મૂલ્ય આશરે 10 લાખની આસપાસ થઇ જશે. 2020ની સાલમાં કોરોનાની મહામારીને પગલે દેશના તમામ ટોચના ધનપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, પુનાવાલા તેમજ અન્યોની સંપતિમાં 4.4 ટકા જેવો ઘસારો નોંધાયો હતો.

Advertisement

મહામારીને કારણે એમની નેટ સંપતિમાં 12.83 ટ્રિલીયન ડોલરનો ઘટાડો થયો હતો. ભારતમાં ડોલર ઉદ્યોગપતિઓની સંખ્યા 2019માં ઘટીને 7.64 હજારમાંથી 6.98 લાખ થઇ ગઇ હતી. તેના માટે રૂપિયામાં ઘસારો અને અમૂલ્યન જવાબદાર માનવામાં આવે છે. ક્રેડીટ રિસર્ચ સંસ્થાના જણાવ્યા મુજબ ભારતમાં ડોલર અબજોપતિઓની સંખ્યા અને નેટવર્થમાં ભલે ઘટાડો નોંધાયો હોય પણ 2025 સુધીમાં કરોડપતિઓની સંખ્યા વધીને 13 લાખ થઇ જવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. જે 81.08 ટકાનો તોતીંગ વધારો સૂચવે છે.

રિસર્ચ અહેવાલ એવું પણ દર્શાવે છે કે 2020ની સાલમાં દરેક પુખ્ત ભારતીયનું મૂલ્ય અંદાજે રૂપિયા 10 લાખ જેટલા થઇ ગયાનું નોંધાયું છે. 2000ની સાલથી 2020 સુધી વિશ્ર્વવ્યાપી સરેરાશ 4.8 ટકા રહી છે તેની સામે ભારતની વાર્ષિક સરેરાશ 8.8 ટકા જેવી રહી છે. જેમની કુલ સંપતિ 5 કરોડ ડોલરથી વધુ હોય એવા ધનપતીઓ સંખ્યા 4,320 જેટલી નોંધાઇ છે.

એશિયાના સૌથી સમૃધ્ધ ધનપતિ અને રિલાયન્સના વડા મુકેશ અંબાણીએ 2020ની સાલમાં પ્રતિકલાકે રૂપિયા 90 કરોડની કમાણી કરી છે. જેનો અર્થ એ થયો કે એમના ખજાનામાં રૂપિયા 2,77,700 કરોડનો ઉમેરો થવા પામ્યો છે. એ રીતે એમની કુલ નેટવર્થ રૂા.6,98,400 કરોડ સુધી પહોંચી ગઇ છે. એ જ રીતે અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીની સંપતિમાં કૂદકે અને ભૂસકે વધારો થવા પામ્યો છે. 2020માં એમની સંપતિમાં 16.02 અબજ ડોલરથી કૂદકો મારીને 67.06 અબજ ડોલર થઇ જવા પામી છે.

ધનિકોની સંપતિમાં ખૂબ જ ઝડપથી વધારો થઇ ગયો હોવાથી 24% વધુ ધનપતિઓ આ યાદીમાં જોડાયા છે. જે 2003 પછીનો સૌથી મોટો ઉછાળો છે. 2000ની સાલથી જેમની સંપતિ 10 હજારથી 1 લાખ ડોલર વચ્ચે રહી છે એમની સંપતિમાં ત્રણ ગણો વધારો થયો છે. આ ગાળામાં વૈશ્ર્વિક ધોરણે જોઇએ તો કુલ સંપતિમાં 7.4 ટકાનો વધારો નોંધાયો છે. અને પ્રતિવ્યક્તિ સંપતિમાં 6 ટકા જેવો વધારો નોંધાયો છે. જે દેશોમાં કોરોનાની સૌથી વધુ અસર થઇ હતી ત્યાં નવી સંપતિના સર્જનમાં સૌથી વધુ ફટકો પડ્યો છે.

માર્કેટ મજબૂત… શેરબજાર 15 જુલાઈ સુધીમાં 55 હજારને પાર થઈ જશે!!

કોરોનાને કળ વળતા બજાર ટનાટન રહેવા તરફ ઝડપથી આગળ ધપી રહ્યું છે. અર્થતંત્રમાં તેજ ગતિએ રિકવરી તેમજ તરલતા આવતા શેરબજાર પર હકારાત્મક અસર ઉપજી છે. મંગળવારે સેન્સેક્સ 53 હજારની સપાટી વટાવી ગયા બાદ હવે આગામી ટૂંકાગાળામાં હજુ 1000થી 2000 પોઈન્ટનો ઉછાળો આવે તેવી પ્રબળ સંભાવના છે.

આ સાથે જ શેર બજાર 15 જુલાઇ સુધીમાં 55 હજારને પાર થઈ જશે તેમજ આગામી દિવાળી સુધીના સમયમાં 60 હજારની સપાટીને વટાવી દે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ હવે અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડતા માર્કેટ વધુ મજબૂતાઈ ઉભરી રહ્યું છે. સરકાર તેમજ રિઝર્વ બેંકના સમન્વયી નિર્ણયને કારણે રિકવરી ઝડપથી થઈ રહી છે. એવામાં શેર માર્કેટ અને કોમોડિટીઝ માર્કેટ પણ મજબૂતાઈ પકડી રહ્યું છે. ત્યારે તકનીકી ચાર્ટ્સ મુજબ વિશ્લેષકોનું માનવું છે કે અર્થતંત્રનું બેરોમીટર ગણાતું શેરબજારનો ઈન્ડેક્સ 54,000-55,000ના સ્તર સુધી નજીકના ગાળામાં જ તેજી કરી શકે છે.

તકનીકી વિશ્લેષક નાગરાજ શેટ્ટીએ આ અંગે જણાવ્યું છે કે સેન્સેક્સ અને નિફ્ટી50 બંને માટેના  તકનીકી ચાર્ટ્સ મજબૂત દેખાઈ રહ્યા છે અને હાલનું ડાઉનવર્ડ હવે પૂર્ણ થયું હોવાનું લાગે છે. બંને સૂચકાંકો નવી ઉંચી સપાટીએ આંબે તેવી સંભાવના છે. સેન્સેક્સ 55,000ની સપાટી તરફ આગળ વધી શકે છે. નિફ્ટી50 પર, સિક્યોરિટીઝના આદિત્ય અગ્રવાલએ જણાવ્યું કે તાજેતરના 53000 ટોચની ચકાસણી કર્યા બાદ ઇન્ડેક્સ ફરી સુધર્યો છે, જે હવે ટેકા તરીકે કામ કરશે. આગળ જતા તે વધુની સપાટીથી વધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.