Abtak Media Google News

લોકસભા માટે મંદિરો-આશ્રમો પાસેથી  ડેટા મંગાવી ભાજપનું માઈક્રો પ્લાનીંગ શરૂ

એનઆરસી સહિતના મુદ્દામાં તમામ  પક્ષો ર્સ્વાથ ખાટવાનો પ્રયાસ કરશે

લોકસભા ચૂંટણી માટે ભાજપ અને વિરોધ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. હિન્દુત્વનો મુદ્દો લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધી એવરગ્રીન રહ્યો છે. ત્યારે હવે દલીત-ઓબીસી બીલ પણ લોકસભા ચૂંટણી જીતવાનું હુકમનું પાનુ જણાય રહ્યું છે. ભારતીય જનતા પક્ષે દલીત-ઓબીસી બીલ તથા હિન્દુત્વના મુદ્દાને ગરમ રાખી લોકસભા ચૂંટણી જીતવા માટે કુચ કરી છે.

Advertisement

હિન્દુ મતો અંકે કરવા ભાજપે મહાઅભિયાન શરૂ કર્યું છે. ખાસ રણનીતિના ભાગરૂપે ભાજપે મંદિરો, આશ્રમ અને મઢ પાસેથી હિન્દુઓના ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. જે તે અનુયાયી સુધી તેઓના ગુરૂના માધ્યમથી પહોંચવાનો ટાર્ગેટ પણ ભાજપનો છે. બુથ લેવલને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. એસસી અને ઓબીસી સમુદાયની વધુ વસ્તી ધરાવતા એરીયામાં મજબૂત બનાવવામાં આવ્યો છે.

ભારતીય જનતા પક્ષે પોતાના બુ વર્કરોને મતદારો સો સતત સંપર્કમાં રહેવા કહી દીધુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, એકલા ઉત્તરપ્રદેશમાં જ ૧.૬ લાખ મતદાન બુ છે. જે તમામમાં ભારતીય જનતા પક્ષે ફરીથી બુથ કમીટીનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. દરેક બુધમાં ૨૧ સભ્યો રહેશે. જેમાં એક પ્રમુખ, બે બુથ પ્રમુખ અને એક જનરલ સેક્રેટરીનો સમાવેશ શે. આ ઉપરાંત દરેક સ્થળે પક્ષને મજબૂત બનાવવા વધુ ૪૦ લાખ કાર્યકર ઉત્તરપ્રદેશમાં ગોઠવવામાં આવશે. આ કાર્યકરો ભાજપની રાજય તથા કેન્દ્ર સરકારોની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. આવી જ રીતે ઉત્તરપ્રદેશના તર્જ પર અન્ય રાજયોમાં પણ લોકસભાની તૈયારીઓ કરવામાં આવશે.

બીજી તરફ ભાજપ હિન્દુત્વનું કાર્ડ પણ રમશે જેમાં આસામના નેશનલ રર્જીસ્ટર ઓફ સિટીઝન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. બાંગ્લાદેશથી ઘુસણખોરીને અટકાવવા માટે પ્રયાસો થયા છે. તેને લોકો સમક્ષ મુકવામાં આવશે. આ પ્રયાસોને હિન્દુત્વના નામે આગળ ધપાવાશે. અત્યારી જ આ મુદ્દાને ચગાવવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં જ ભાજપના પ્રમુખ અમિત શાહે રાજયસભામાં પોતાના ઉદ્બોધન દરમિયાન પછાત જાતિના કલ્યાણ માટેના બીલ અંગે કોંગ્રેસનું શું માનવું છે તે વલણ સ્પષ્ટ કરવા રાહુલ ગાંધીને આહવાન કર્યું હતું. આ ઉદ્બોધનમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, વિરોધ પક્ષો નેશનલ રજીસ્ટર્ડ ઓફ સિટીઝનના નામે મત બેંકનું રાજકારણ ખેલી રહી છે. તા.૨ ઓગષ્ટે લોકસભામાં ઓબીસી બીલ પારીત કરવામાં આવ્યું હતું જે હવે રાજયસભામાં મુકાયું છે. શું કોંગ્રેસ રાજયસભામાં આ બીલને ટેકો આપશે તેવો પ્રશ્ન કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.