Abtak Media Google News

Table of Contents

ટવેન્ટી ૨૦ નહીં મોદી સરકાર ટવેન્ટી ૨૨ રમશે !!!

ફુગાવો, રોજગારી, નિકાસ, રાજકોષીય ખાદ્ય, સહિતના અનેક પરિબળો ઉપર બજેટ નિર્ભર રહેશે તેવી શક્યતાઓ !!!

આવતીકાલે બજેટ 2022 રજૂ કરવામાં આવશે. તે આ બજેટ મોદી સરકાર માટે ટવેન્ટી ૨૦ નહીં પરંતુ ટવેન્ટી ૨૨નું હશે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ વાતતો એ છે કે રાજકીય ઇચ્છાશક્તિઓ ઉપર જો અર્થતંત્ર હાવી થઈ શકશે તો જ બજેટ ખરા અર્થમાં દેશની ઉન્નતિ માં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ તકે કાલના બજેટમાં સરકાર નો મુખ્ય હેતુ ફુગાવો, રોજગારી, નિકાસ, રાજકોષીય ખાદ્ય, સહિતના અનેક પરિબળો ઉપર બજેટ નિર્ભર રહેશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

કોરોનાના કપરા સમયમાં ભારતનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું હતું અને તેની સિદ્ધિજ અસર જીડીપી પર જોવા મળી હતી. પરંતુ સ્થિતિમાં સુધારો આવતા જ દેશનું અર્થતંત્ર ફરી વિકસિત થયું હતું અને નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ક્વાર્ટરમાં 20.1 ટકાનો ઉછાળો અર્થવ્યવસ્થામાં જોવા મળ્યો હતો. અન્ય દેશોની સરખામણીમાં ભારત ઝડપથી વિકસિત થતું અર્થતંત્ર વાળો દેશ છે.

આ બજેટમાં સરકાર આ તમામ મુદ્દાઓને ધ્યાનથી અથવા તો ગંભીરતાથી બે તો ભારતની અર્થ વ્યવસ્થા ખૂબજ સારી રીતે વિકસિત થઇ શકશે અને લોકોની આવકમાં પણ અનેક અંશે વધારો જોવા મળશે.

ફુગાવાને નિયંત્રણમાં રાખવો ખૂબ જ જરૂરી

આવતીકાલે રજૂ થનારા બજેટમાં સરકારનો મુખ્ય લક્ષ્ય એ જ હશે કે હાલ જે ફુગાવો વધતો જોવા મળી રહ્યો છે તેને અંકુશમાં કેવી રીતે લાવી શકાય. ફુગાવો ક્યાંકને ક્યાંક સરકાર માટે ખૂબ લાભદાયી સાબિત થતો હોય છે પરંતુ એક સામાન્ય નાગરિક માટે આવવાની અસર ઘણી નકારાત્મક ઊભી થાય છે. બજેટમાં આ અંગેના મુદ્દાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા હશે તો ઉપર નિયંત્રણ ખૂબ સરળતાથી આવી શકશે. નવેમ્બર માસમાં 12 વર્ષ જૂના રેકોર્ડને તોડી ફુગાવો 14.23 ટકા નોંધાયો હતો.

સરકારે રોજગારીની તકો ઉભી કરવી પડશે અને અંડર એમ્પ્લોયમેન્ટ ને દૂર કરવું પડશે

હાલ ભારતમાં સૌથી મોટો પ્રશ્ન છે કે જે રોજગારીની તકો ઉભી થવી જોઈએ તે થઈ શકતી નથી તો સામે અંડર એમ્પ્લોયમેન્ટ પણ એટલોજ ચિંતાનો વિષય છે. અને ગંભીરતાથી ધ્યાને લઇ સરકારે બજેટમાં આ અંગે રવિ દાન કરવું પણ એટલું જ જરૂરી છે. અંબર માસમાં અનએમ્પ્લોયમેન્ટ નું પ્રમાણ 7.9 ટકા નોંધાયું હતું. બેરોજગાર થયેલા કર્મચારીઓ મુખ્યત્વે ઉત્પાદન ક્ષેત્રે હોટેલ ક્ષેત્રે ટુરિઝમ અને શિક્ષણ ક્ષેત્રે હોવાનું પણ સામે આવ્યું હતું. આ મુદ્દાને પણ સરકારે ગંભીરતાથી ધ્યાને લેવું જરૂરી છે.

નિકાસ ક્ષેત્રે સરકારે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી

કોરોના ની કપરી પરિસ્થિતિમાં પણ ભારતનું વિકાસ દિનપ્રતિદિન વધુને વધુ થઈ રહ્યું છે અને વર્ષ ૨૦૨૧-૨૨ માટે જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલો છે તે પૈકી ૭૫ ટકા જેટલા નો ટાર્ગેટ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે જરૂરી એ છે કે કેન્દ્ર સરકાર નિકાસને વધુને વધુ પ્રાધાન્ય આપે છે અને આ ક્ષેત્રને ઝડપે વિકસિત કરવા માટે યોગ્ય યોજનાઓ પણ અમલી બનાવે. ભારતે એપ્રિલથી ડિસેમ્બર માસ દરમિયાન તો બિલિયન ડોલર થી વધુનો વિકાસ કરવામાં સફળતા હાંસલ કરી હતી.

રાજકોષીય ખાદ્ય પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી

બજેટમાં સરકાર રાજકોષીય ખાધને વધુ મહત્ત્વ આપતું હોય છે. ત્યારે મહત્વનું એ છે કે જો ભારતને વ્યવસ્થા અને આર્થિક સ્થિતિમાં ઝડપે સુધારો થાય તો સરકારને ઘણો ખરો ફાયદો પહોંચી શકશે અને રાજકોષીય હાથ ઉપર નિયંત્રણ પણ લાગુ કરવામાં આવશે. રાજકોશિયા ખાધને નિયંત્રણમાં રાખવા માટે તમે વધુ ને વધુ ઘરની આવક થાય તે દિશામાં પણ પગલાં લેવા એટલા જ જરૂરી છે જેથી આ બજેટમાં આ મુદ્દો પણ ખૂબ મહત્ત્વનો બની રહેશે.

જીએસટીની આવક કાર માટે ખૂબ જ જરૂરી

કોવિડ સ્થિતિમાં પણ ભારત દેશની જીએસટી આવક છેલ્લા છ માસ થી પ્રતિમાસ એક લાખ કરોડને પાર થઈ રહી છે જે ખરા અર્થમાં એક સારું સ્કિન હોવાનું પણ સામે આવ્યું છે. કે સરકાર વધુને વધુ આવક જીએસટી મારફતે કરે તે દિશામાં સતત પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જીએસટીમાં વ્યાપારીઓને ખૂબ સરળતા રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી શકે છે અને તેની સીધી અસર બજેટમાં પણ થઈ શકશે. સરકાર સહેજ પણ જીએસટી ની આવક ને અવગણી શકશે નહીં.

વિદેશી હૂંડિયામણ દેશની અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવામાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે

ભારતનું વિદેશી હૂંડિયામણ ગત વર્ષની સરખામણીમાં વધ્યું છે અને છેલ્લે જે આંકડો સામે આવ્યો તે 634. 287 બિલિયન ડોલર નો આવ્યો છે. સૂચવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું પ્રભુત્વ અનેરું છે ત્યારે સરકાર વધુને વધુ વિદેશી હૂંડિયામણ ભારતમાં જોવા મળે તે દિશામાં કાર્ય કરશે અને આ મુદ્દાને ધ્યાને લય બજેટમાં પણ અનેક પ્રમાણે પ્રવિધાન કરવામાં આવશે.

સર્વિસ ક્ષેત્રને વિકસિત કરવું ભારત માટે ખૂબ જ જરૂરી

દેશની અર્થવ્યવસ્થાને ઝડપાયેલ વિકસિત કરવા માટે અને ક્ષેત્રનું યોગદાન અને રૂ રહેતું હોય છે ત્યારે ભારત માટે સર્વિસ સેન્ટર નું મહત્વ ખૂબ જ વધુ છે કોરોના ના કપરા સમયમાં સર્વિસ ક્ષેત્રને ઘણી માટી અસરનો સામનો કરવો પડ્યો છે ત્યારે સરકાર આગામી એટલે કે આવતીકાલે રજૂ થનારા બજેટમાં સર્વિસ સેન્ટર અને વધુને વધુ પ્રાધાન્ય આપશે તેવું હાલ જોવામાં આવી રહ્યું છે સર્વિસ શેત્ર વિકસીત થતાં જ રોજગારીની તકો પણ ઊભી થશે અને તમે સરકારને તેની આવક પણ વધુ થશે.

બજેટ 2022માં કારનો મુખ્ય લક્ષ્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો ની સાથે નિકાસને પ્રોત્સાહન આપવા પરનો રહેશે

ભારત સરકારને એ વાતનો અંદાજો છે કે દેશમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો ની ખેતી દિનપ્રતિદિન વધુ સારી કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવું ખૂબ જ જરૂરી છે બીજી તરફ એમ.એસ.એમ.ઈ નો એરિયા ખૂબ જ મોટો છે પરંતુ જે રીતે વિકસિત થવું જોઈએ તે હજુ સુધી થઈ શક્યું નથી ત્યારે આવતીકાલે રજૂ થનારા બજેટમાં ભારત સરકાર લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે એટલું જ નહીં ઉદ્યોગો ને વેગ મળી રહે અને વિકાસને પણ ખૂબ સારી એવી તકો ઊભી થાય તે દિશામાં પણ સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ભારત દેશ વધુને વધુ પ્રાધાન્ય તેના નિકાસ ઉપર આપી રહ્યું છે જો નિકાસ વચ્ચે તો ભારત દેશની જે અન્ય દેશો પરની નિર્ભરતા છે તેમાં પણ ઘટાડો આવશે એટલું જ નહીં ઉત્પાદન ક્ષેત્ર વિકસિત થવા થી પણ નિકાસને વેગ યોગ્ય રીતે મળી શકશે. તકે સાધનોનું માનવું છે કે સરકાર માટે આ બજેટ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ની સાથે નિકાસને વિકસિત કરવા પરનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.