Abtak Media Google News

ઈવીએમના ઉપયોગનો નિર્ણય સર્વસંમતિી લેવાયો હતો, પરંતુ જો વિરોધ પક્ષોને તેના પર શંકા હોય તો પેપર બેલેટ તરફ પરત વળી શકાય: ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવ

ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચૂંટણીમાં હારનારો દરેક પક્ષ પ્રશ્ન ઉઠાવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પક્ષે ભવિષ્યમાં ઈવીએમના સને બેલેટ પેપરનો ઉપયોગ કરવા મામલે ચર્ચાની સહમતી દર્શાવી છે.

તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને વિનંતી કરવામાં આવી હતી કે, ઈવીએમના સને પેપર બેલેટનો ઉપયોગ કરવામાં આવે ત્યારબાદ આ મુદ્દે ભારતીય જનતા પક્ષના જનરલ સેક્રેટરી રામ માધવે કહ્યું હતું કે, હું કોંગ્રેસને યાદ કરાવા માંગીશ કે, બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમનો ઉપયોગ કરવા માટેનો નિર્ણય બહોળી સર્વસંમતીને ધ્યાને રાખી લેવામાં આવ્યો હતો. પરંતુ જો આજે દરેક પાર્ટી એવું ઈચ્છતી હોય કે, બેલેટ પેપરનો ફરીી ઉપયોગ કરવામાં આવે તો આપણે તે મુદ્દે આગળ વધી શકીએ તેમ છીએ.

ભવિષ્યમાં ઈવીએમને તિલાંજલી આપવામાં આવશે તેવી શકયતા ઉભી થઈ છે. તાજેતરમાં ચૂંટણીઓના પરિણામો બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ સમાજવાદી અને બહુજન સમાજવાદી સહિતના પક્ષોએ ઈવીએમની વિશ્ર્વસનીયતા ઉપર સવાલો કર્યા હતા. ત્યારબાદ ચૂંટણીપંચે પણ જો ઈવીએમમાં ચેડા ઈ શકતા હોય તો કરી બતાવો તેવો પડકાર ફેંકયો હતો. આ પડકાર બાદ ઈવીએમનો મુદ્દો અદાલત સુધી પણ પહોંચ્યો હતો. અલબત ચૂંટણીપંચે કરેલી જાહેરાત બાદ વિરોધ પક્ષો ઈવીએમના મુદ્દે ઠંડા પડી ગયા છે.

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશની હાઈપ્રોફાઈલ ગોરખપુર અને ફૂલપુરની ચૂંટણીમાં વિજેતા બનેલા સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, ઈવીએમના સને જો પેપર બેલેટનો ઉપયોગ યો હોત તો અમે વધુ મત મેળવ્યા હોત. માટે હવે ઈવીએમના સને બેલેટ પેપરનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.

ભારતીય જનતા પક્ષના જનરલ સેક્રેટરીએ ઈવીએમ પ્રા સર્વસંમતીી દાખલ કરવામાં આવી હોવાનું કહ્યું છે. અને ભવિષ્યમાં ઈવીએમને હટાવી ચૂંટણીમાં પેપર બેલેટનો ફરીી ઉપયોગ કરવામાં આવશે તેવી તૈયારી પણ દર્શાવી છે. હવે આ મુદ્દો કયું સ્વરૂપ ધારણ કરે તેના પર સૌની નજર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.