Abtak Media Google News

લક્ઝરીયસ આઈટમમાં સમાવેશ થતા સનમાઈકા પર હાલમાં ૨૮ ટકા જેવો તોતીંગ ટેક્સ: ૧૭૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા

આગામી તા. ૧લી જુલાઈથી અમલી બનવા જઈ રહેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનાં હાઉને કારણે મોરબીનાં સનમાઈકા ઉદ્યોગને માઠી અસર પડી છે વાર્ષિક ૧૫૦થી ૧૭૫ કરોડનું ટર્નઓવર ધરાવતી લેમિનેટ્સ ઈન્ડસ્ટ્રીઝમાં હાલ મંદીનાં વાદળો ઘેરાયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ૧લી જુલાઈથી કોઈપણ સંજોગોમાં જીએસટીનો અમલ કરાવવા નક્કી કર્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ જીએસટીનું બિલ પસાર કરી દીધું છે. જીએસટીના કરમાળખામાં સનમાઈકા ઉદ્યોગ માટે હજુ ટેક્સ નક્કી કરાયો નથી પરંતુ વર્તમાન સમયમાં ૧૨.૫ ટકા એક્સાઈઝ અને ૧૫ ટકા વેટ મળી કુલ ૨૮ ટકા જેટલો કર વસૂલવામાં આવી રહ્યો છે. આટલા ઉચ્ચા કરમાળખાના કારણે લેમિનેટ્સ ઈન્ડસ્ટ્રીઝમાં કરચોરી થાય તે સ્વાભાવિક છે ત્યારે જીએસટીના અમલના કારણે હાલમાં તો સનમાઈકા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા છે.

મોરબીમાં હાલમાં લેમિનેટ્સ એટલે કે સનમાઈકા ઉત્પાદન કરતા ૧૩ થી ૧૪ યુનિટ આવેલા છે અને આ પ્રત્યેક યુનિટદીઠ ‚ા.૧૦ થી ૧૨ કરોડનું ટર્નઓવર છે મોરબીના ટાઈલ્સ ઉદ્યોગની જેમ સનમાઈકા ઉદ્યોગ પણ દેશભરમાં સનમાઈકાની સપ્લાય કરે છે પરંતુ હાલમાં જીએસટીનું કરમાળખું નક્કી ન હોય સ્થાનિક કક્ષાએ તેમજ આંતરરાજય વેપાર ઠપ્પ થઈ જવા પામ્યો છે.

જીએસટીના અમલના કારણે સનમાઈકા ઉદ્યોગને ફાયદો થાય તેમ હોવાનું ઉદ્યોગકારો માની રહ્યા છે પરંતુ જે રીતે વેટ અને એક્સાઈઝની વર્તમાન જોગવાઈમાં સનમાઈકાને જ‚રીયાતની નહી પરંતુ લક્ઝરી આઈટમ ગણવામાં આવે છે અને જે રીતે કરભારણ મૂકવામાં આવ્યો છે તેની તુલનાએ જો કેન્દ્ર રાજય સરકાર દ્વારા કરમાળખાને હળવું બનાવી સનમાઈકા પરનો ટેક્સ ઘટાડી નાખવામાં આવેતો ૧૦૦ ટકા કર ચોરી બંધ થાય તેમ હોવાનું ઉદ્યોગકારો માની રહ્યા છે.

 જીએસટીમાં સનમાઈકા પરનો ટેક્સ ઘટાડાશે તો કર ચોરી બંધ થશે: અમીષ પટેલ

મોરબીમાં સનમાઈકા બનાવતી વર્ષો જૂની આર્ક ઈન્ડસ્ટ્રીઝના માલીક અમીષભાઈ પટેલે જીએસટી અંગે જણાવ્યું હતું કે, હાલમાં સનમાઈકા ઉદ્યોગને ઉચ્ચું કરભારણ અકળાવી રહ્યું છે. ૧૨.૫ ટકા એક્સાઈઝ અને ૧૫ ટકા જેવો વેટ સરકાર દ્વારા વસૂલવામાં આવી રહ્યો હોય સ્વાભાવિકપણે કરચોરીનું દૂષણ પ્રર્વતી રહ્યું છે જો સરકાર દ્વારા સનમાઈકા ઉદ્યોગના કરમાળખામાં ફેરફાર કરી પ્રવર્તમાન જોગવાઈઓની તુલનાએ ટેક્સ ઘટાડી દેવામાં આવે તો કરચોરી સંપૂર્ણપણે બંધ થઈ જશે.

કરોડોપિયાનો ટેક્સ ચૂકવતા લેમિનેટ્સ ઉદ્યોગકારો હળવો ટેક્સ ઈચ્છે છે: જેન્તીભાઈ રાજકોટીયા

મોરબીના સનમાઈકા ઉત્પાદક એસોસિએશનના અગ્રણી જેન્તીભાઈ રાજકોટીયાએ જીએસટી અંગે જણાવ્યું હતું કે, મોરબીનાં લેમિનેટ્સ ઉદ્યોગે દેશભરમાં નામના કાઢી છે પરંતુ કમનશીબી એ છે કે, જીવન જ‚રી ચીજવસ્તુની જેમ જ સનમાઈકા પણ દરેક માટે જ‚રી બન્યું છે. આથી જ સરકાર સનમાઈકાને લક્ઝરીયસ આઈટમમાં ગણવાને બદલે સામાન્ય ચીજવસ્તુની જેમ ગણે અને સનમાઈકા પરનો ટેક્સ ઘટાડે તેવું ઉદ્યોગકારો ઈચ્છી રહયા છે. હાલમાં જીએસટીમાં કેટલા ટકા ટેક્સ આવશે તે નક્કી ન હોય સનમાઈકા ઉદ્યોગ ઠપ્પ થઈ જવા પામ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.