Abtak Media Google News

સેકશન ૭ ને લાગુ કરવાથી અર્થતંત્રને મળી શકે છે વેગ: મોદી સરકાર

સરકારનો સૂજાવ આરબીઆઇ એકટ સેકસન ૭ ને કરવી જોઇએ લાગુ

કેન્દ્ર સરકારનાં ૮૩ વર્ષનાં ઇતિહાસમાં સરકાર દ્વારા રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એકટ ૧૯૩૪ ને લાગુ કરવામાં આવ્યું નથી. જેથી પ્રશ્ન એ જ ઉદભવિત થાય છે કે, શું આ મુદ્દે સરકારને નારાજગી હોવા છતાં પણ આરબીઆઇને સુચન કરવામાં આવ્યું છે. કે, સેકસન ૭ ને લાગુ કરવું જોઇએ કે તરલતામાં વધારો થાય, બેન્ક તથા વ્યાપાર ઉપરનો બોજો ઘટે, અને અર્થતંત્રને વેગ મળે., જયારે વાત કરવામાં આવે તો સેકસન ૭ પ્રમાણે કેન્દ્ર સરકાર સમયાંતરે બેન્કેને દિશા તથા સુચન આપી શકે છે. આ પરિસ્થિતિમાં સરકારનું પગલું હિતાવાહ હોઇ શકે છે.

સેકસન ૭ ને લાગુ કરવાની સર્વ પ્રથમ વાત ત્યારે આવીતી જયારે અહલાબાદ હાઇકોર્ટમાં કેસ ફાઇલ કરાયો હતો જે આરબીઆઇનાં પાવર અને પ્રોસીજરને ચેલેન્જ કરતું હતું.

ત્યારે કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જ‚ર પડે તો આરબીઆઇને સુચન અને દિશા દોરવણી પણ કરી શકે છે. પરંતુ જયારે જયારે ગવર્નર સેન્ટ્રલ બેન્કની આઝાદી વિશે બોલ્યા છે, ત્યારે ત્યારે તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે સેકસન ૭ નો ઉપયોગ થયો જ નથી.

જયારે કેન્દ્ર સરકારમાં રહેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, છેલ્લા ઘણા વખતથી સેકશન ૭ ને લાગુ કરવાના પગલા લેવામાં આવ્યા જ નથી. જયારે બીજા વ્યકિત દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર અને સેન્ટ્રલ બેન્ક વચ્ચેનું સંચાર વ્યવસ્થા ખુબ જ પવિત્ર છે.

અને તેની ચર્ચા ન કરી શકાઇ સેકસન ૭ ની જે વાત છે તે કેન્દ્ર સરકાર દ્વારા ડેપ્યુટી ગવર્નરને વિરલ આચાર્ય ને અનુલક્ષી કરવામાં આવી હતી અને જણાવ્યું હતું તે નોન પરર્ફોમીંગ એસેટ માટે થોડા  નિયમો બનવા જોઇએ, જેથી કંપનીનાં જે નાદારીનાં કેસો છે. તે ઘટી શકે પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યારે આ પરિસ્થિતમાં કંપની વેચવી પડે છે.

હાલ જયારે ૧૧ પબ્લીક સેકટર અને ૧ પ્રાઇવેટ બેન્કને જે રીતે ધીરાણ આપવામાં આવે છે. તેના કારણે જે ફંડ હોઇ છે તે ચોક થઇ જાઉ છું. જેમાં સરકાર પણ લધુ અને નાના ઉઘોગોને લઇ ચિતિંત છે કે તેમને જે રીતે લોન આપવામાં આવે છે. નિયમોને સરળ બનાવવા જોઇએ દ્રરદ્રષ્ટા તરીકે વાત કરીઇ તો જો તરલતા રહેશે તો ઘણી બધી તકલીફો માંથી મુકિત મળી શકશે. અને સુચા‚ રુપથી કાર્ય પણ થઇ શકશે.

વધુમાં કેન્દ્રીય વિત મંત્રી અ‚ણ જેટલીએ આરવીઆઇ વિરુઘ્ધ નારાજગી વ્યકત કરી હતી કે, જે રીતે રૂપીયા ૨૦૦૮ અને ૨૦૧૪ ના વર્ષમાં આપવામાં આવ્યા હતાં, તેનાથી એનપીએનું બેન્કીંગ સેકટરમાં નીચું ગયું છે. જયારે સરકાર દ્વારા અનેરો વખત રજુઆતો કરવામાં આવી છે કે હાલની સ્થિતિ પ્રમાણે વિત્ત મંત્રાલય અને આરબીઆઇ વચ્ચે ઘણી સમસ્યાઓ મોનેટરે પોલીસીને લઇ રહેલી છે.

વિશ્વેક મંદિના સમયે ૨૦૦૮ થી ૨૦૧૪ વચ્ચે અર્થતંત્રને સ્થિર રાખવા બેન્કોને આદેશ અપાયો હતો. કે રૂપીયાને લેન્ડ કરવામાં આવે જેથી રૂપીયાની તરલતા જળવાઇ રહે જેથી ક્રેડીટ ગ્રોથમાં ૩૧ ટકા નો વધારો થયો હતો. જે સામાન્ય રીતે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

કે આરબીઆઇના પાવરમાં હતું કે સરકાર દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે. તેનાથી રેવન્યુમાં ઘણો વધારો થયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે ડબ્લીંગ ટેકસથી  ખુબ જ નજીક રહેશે. જે એક સારી વાત કહી શકાઇ. ઇન્કમ ટેકસમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. તથા જીએસટી આવવાથી ઇન્ડાયરેકટ ટેકસમાં પણ વધારો થયો છે.

ભાજપ શાસનમાં ત્યારે જયારે આરબીઆઇ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે. કે ભારત દેશમાં તરલતાની નથી. નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીમાં પણ લીકવીડીટીની અછત નથી. પરંતુ આ ક્ષેત્રમાં ક્રેડીટમાં વધારો થયો છે. આરબીઆઇએ એમ પણ જણાવ્યું હતું કે ફુગાવો પણ નિયંત્રણમાં જ છે. આ તમામ મુદ્દાની ચર્ચા ફાઇનાન્સીયલ સ્ટેબીલીટી એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સીલની બેઠકમાં થઇ હતી.

જે વિત્ત મંત્રી અરૂણ જેટલીની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. આ મીટીંગમાં આરબીઆઇના અધિકારીઓ, સેબીના અધિકારી જોડાયા હતા. આરબીઆઇ દ્વારા સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા સાવચેતીથી ઘ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે અ‚ણ જેટલી દ્વારા આંકડાકીય માહીતી પણ મેળવા જણાવ્યું હતું કાઉન્સીલમાં એક મહત્વનો નિર્ણયએ લેવામાં આવ્યો હતો. કે સરકાર પણ ઘ્યાન કેન્દ્રીય કરશે. અને જરુર પડે ત્યાં સલાહ અને સુચન પણ કરશે. જયારે જાપાન સાથે થયેલા કરારમાં ૭૫ બીલીયન ડોલર અર્થવ્યવસ્થામાં ઘણી સહાઇ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.