Abtak Media Google News

જીએસટી કાઉન્સિલ ફેર વિચારણા માટે તૈયાર

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ રવિવારે સંકેત આપ્યો હતો કે અગાઉની કરવ્યવસ્થાની સરખામણીમાં જીએસટની આવક વધે તે પછી ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસના સ્લેબમાં ઘટાડો કરવામાં આવશે અને જુના કરદાતાઓ પર કોમ્પ્લાયન્સ (નિયમોનું પાલન)નો બોજ હળવો કરવામાં આવશે. હવે અહીં સવાલ એ ઉઠે છે કે શું જીએસટીનો નવો દર ૪%, ૧૬% અને ૨૪% રહેશે ?

જેટલીએ જણાવ્યું હતું કે, એકવાર અમે રેવન્યુ ન્યુટ્રલ બની જઈએ પછી સ્લેબમાં ઘટાડા જેવા મોટા સુધારા માટેનો અવકાશ રહેશે. રેવન્યુ ન્યુટ્રલ એટલે એવી સ્થિતિ જેમાં સરકાર અને રાજયો પહેલાની કર પ્રણાલીની સરખામણીમાં જીએસટીની આવક ન ગુમાવે. ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ સ્લેબમાં ઘટાડો કરવા માટે જીએસટી કાઉન્સિલ ફેરવિચારણા કરશે. તેમ રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું હતું. નાણામંત્રી અ‚ણ જેટલીએ કહ્યું કે જો ટેકસનો સ્તર ભવિષ્યમાં રેવન્યુ ન્યુટ્રલ પ્લસ પર પહોંચી જાય છે એટલે કે નકકી સીમાથી વધુ રેવન્યુ મળશે તો જીએસટી સ્લેબ ઘટી શકે છે. જેટલીએ નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઈનડાયરેકટર ટેકસીસ એન્ડ નારકોટિકસ (એન.આઈ.સી.આઈ.એન.)ના સ્થાપના દિવસ પર આ નિવેદન આપ્યું છે.

રેવન્યુ ન્યુટ્રલ ટેકસ જીએસટીનો એ ટેકસ છે જેમાં ટેકસ નિયમોમાં બદલાવ બાદ પણ ટેકસના ‚પમાં સરકારને સમાન રકમ મળશે. જેટલીએ કહ્યું કે અમારી પાસે સુધારો કરવા માટે તકો છે. સ્મોલ ટેકસ પેપર્સની વાત કરવામાં આવે તો કમ્પલાયન્સ બોજો ઓછો કરવા માટે સુધારાની જ‚રીયાત છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૧ જુલાઈના રોજ દેશભરમાં તમામ અપ્રત્યક્ષ કરની જગ્યાએ નવી ટેકસ પ્રણાલી જીએસટી પ્રણાલી લાગુ કરી હતી. હાલ જીએસટીના ૪ સ્લેબ ૫%, ૧૨%, ૧૮% અને ૨૮% છે. તેની સાથે જ જીએસટી લાગુ થવાના શ‚આતના ૫ વર્ષોમાં રાજય સરકારોને થનારા રાજસ્વ ઘટાડાનું ભરપાઈ કરવા માટે કાર, પાણી કે પાણીની બોટલ, તંબાકુ ઉત્પાદન જેવા લકઝરી સામાન પર વધારાના ટેકસની પણ જોગવાઈ છે.

૨૫ સપ્ટેમ્બરે જેટલીએ કહ્યું હતું કે સરકાર આર્થિક વાતાવરણ બદલવા અને ભારતીય અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહી છે. આ સાથે જ તેમણે દેશના વિકાસ દરમાં ઘટાડાનો સ્વીકાર કર્યો હતો. જેટલીએ કહ્યું કે સરકારને સમય આપવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.