Abtak Media Google News

શિયાળામાં ત્વચાની શુષ્કતા અને  હોઠ ફાટવું સામાન્ય સમસ્યા છે . ત્યારે કોસ્મેટિક વસ્તુઓ વાપરવા કરતાં ઘરે બનાવેલી વસ્તુઓ સારી . આપણે હોઠની સુરક્ષા માટે લિપ બામનો ઉપયોગ કરતાં હોઈએ છે ત્યારે  આપણે જાણીશું કે ઘરે લિપ બામ કેવી રીતે બનાવવી.

 રોઝ લિપ-બામDepositphotos 309910250 Stock Photo Homemade Natural Lip Balm Made

આ લિપ-બામ તૈયાર કરવા માટે જરૂર પડશે શિયા બટર , મીણ , નાળિયેર તેલ , ગુલાબ તેલ. એક તપેલીમાં શિયા બટર, મીણ અને નાળિયેરનું તેલ ઉમેરો .મિશ્રણને હલાવો અને તે ઓગળી જાય ત્યાર પછી  મિશ્રણને જાર અથવા કન્ટેનર કાઢી લેવું .આ પ્રવાહીમાં ગુલાબ જળ ઉમેરો.

મિન્ટ-ચોકલેટ લિપ-બામ

Whatsapp Image 2023 11 18 At 09.57.53 78Fb5Cac

1 ચમચી કોકો પાવડર , 2 ચમચી નાળિયેર તેલ , 2 ચમચી સફેદ મીણની ગોળીઓ , પેપરમિન્ટ તેલના 4-5 ટીપાંની જરૂર  પડે છે .
મીણની ગોળીઓને સ્ટવ પર બોઈલરમાં ઓગાળો.એકવાર તે ઓગળી જાય, પછી મિશ્રણમાં થોડો કોકો પાવડર ઉમેરો અને સારી રીતે હલાવો.પ્રવાહીમાં પેપરમિન્ટ તેલ અને બદામના તેલના થોડા ટીપાં ઉમેરો અને સારી રીતે હલાવો. અને મિશ્રણને બરણીમાં નાખતા પહેલા તેને ઠંડુ થવા દો.એકવાર તે ઠંડુ થઈ જાય, પછી તેને કોઈ બોટલમાં નાખો.

નારંગી લિપ-બામWhatsapp Image 2023 11 18 At 10.01.06 11233Ea5

ડબલ-બોઈલરમાં એક નાનકડા પેનમાં થોડું પાણી ભરો અને તેને સ્ટવ પર ઓછી-મધ્યમ ગરમી પર મૂકો.કપ પર થોડું શિયા બટર અને મીણ મૂકો અને તેને ઓગળવા દો.મિશ્રણમાં થોડું નારિયેળ તેલ ઉમેરો અને સારી રીતે હલાવો.એકવાર બધું ઓગળી જાય પછી પ્રવાહીને ઉતારી લો અને તેમાં નારંગી તેલ જરૂર મુજબ નાખો. ત્યાર બાદ તે બધાને એકસાથે હલાવો . અડધા કલાક માટે ઠંડુ થવા દો.

સ્ટ્રોબેરી લિપ-બામWhatsapp Image 2023 11 18 At 10.19.36 3529Abe7

સ્ટ્રોબેરી લીપ બામ બનાવવા માટે સૌ પ્રથમ એક ચમચી નારીયેલ તેલ લો . એમાં 1 ટેબલસ્પૂન સ્વીટ બદામ તેલ ત્યાબાદ 1/2 ચમચી મધમાખી મીણની ગોળીઓ અને ત્યારબાદ ½ ચમચી , લાલ/ગુલાબી બ્લશ અથવા લિપસ્ટિક જેનાથી તે તમારા હોઠને બ્યુટીફૂલ પિંક કલર પણ આપશે. 7 ટીપાં સ્ટ્રોબેરી તેલ એડ કરો. અને થોડો સમય માટે બધું ઠારવા મૂકી દો અને તૈયાર થઇ જશે તમારું બહાર જેવું સ્ટ્રોબેરી લિપ-બામ.

 મીણ લિપ – બામWhatsapp Image 2023 11 18 At 10.21.06 A73508Bc

મીણને સૌથી પહેલા એક પેનમાં ઓગાળો. ત્યારબાદ એકવાર તે ઓગળી જાય, પછી મિશ્રણમાં અલ્ટ્રા-મોઇશ્ચરાઇઝિંગ નાળિયેર તેલ અને મધના બે ટીપાં ઉમેરો અને ત્યારબાદ વિટામીન E ની બે કેપ્સ્યુલ નાખી દો. લગભગ અડધો કલાક માટે તેને ઠરવા દો અને તૈયાર થઇ જશે આપનું મીણ લિપ બામ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.