મનુષ્યદેહનું શિરો મુગટ ‘કેશ’, જાણો વાળની સંભાળ માટે કેવા પ્રકારની કાળજી રાખવી  

પ્રશ્ન : વાળની બંધારણ શું છે?

જવાબ : વાળ આપણા શરીરનું શિરો મુગટ છે. વાળનું બંધારણ કેલ્શિયમ, પ્રોટીનની જજા ર છે.

પ્રશ્ન : વાળના જુદા-જુદા રોગ છે તો વાળના રોગો શું છે ?

જવાબ : વાળમાં બે પ્રકારના સેલ્સ હોય છે. એક તો કેરોટીનો સાઇડ અને મેલોનીસાઇડ જે વાળને કલર આપે છે. વાળની ટેનસ્નેય છે જે વાળને મોઇસ બનાવે છે. સામાન્ય રીતે રોજનો ૫૦ થી ૧૦૦ વાળ ખરતા હોય છે. પરંતુ જો એનાથી વધારે વાળ ખરે તો ચિંતાનો વિષય છે. વાળ ખરવાના પાંચ પ્રકાર છે. મેલપેટન આગળથી વાળ જવા, ફિમેઇલ પેટન સાઇડમાંથી વાળ જાય છે, બીજો રોગ છે જેને એલોપેસીયા એશેટીયાસાઇ (ઉદરી) કહેવામાં આવે છે. એલોપેસીયા સર્વાલીઝએ સમગ્ર શરીરના વાળ ખરી જાય છે.

વાળ માટે ખાસ કરી પોષ્ટીક આહાર લો, ચોખ્ખુ દૂધ, ઘી, અખરોટ, બદામ, અપૂરતી ઉંઘ, પ્રાણાયમ, યોગા જજા રી છે તેમજ માનસિક શાંતિ કેળવો, વાળમાં નાળિયેરનું તેલ લોહીનું દબાણ બરોબર રાખે છે

પ્રશ્ન : અકાળે વાળ સફેદ થવા શું કારણ ?

જવાબ : લોકો ફાસ્ટફૂડ તરફ વધારે વળ્યા છે. લોકો તણાવભર્યુ જીવન જીવે છે. વાળમાં કલર, હેરડ્રાયર, ફેશન પાછળની દોડ ખાસ કરીને શેમ્પુ, વાળમાં તેલ ન નાખવું વગેરે થવાના કારણો છે.

પ્રશ્ન : આયુર્વેદ આચાર્ય તેલ નાખતા હોય છે અને કલર કરતા હોય છે ?

જવાબ : આયુર્વેદ આચાર્ય માથામાં તેલ

નાખે છે. વાળ ધોવા માટે અરીઠા, આમળાનો ઉપયોગ કરો માથામાં મહેંદી કરો, મહેંદીએ બેસ્ટ કન્ડીશનર છે.

પ્રશ્ન : એવી કંઇ બિમારી છે. જેમાં વાળ ખરી જાય છે. પરંતુ પરત નથી આવતા ?

જવાબ : વાળની સકેલ્પ લિંવિગ હોય છે. જે ઉપર હોય તે ડેડ હોય છે. સકેલ્પને પોષણ માટે તેલ નાખવુ ખૂબ જારી છે. તેમ અત્યારે ઝીરો ફિગરની ઘેલછા પાછળ પોષણયુક્ત ખોરાક લેતા નથી તેમજ અમુક વારસાગત કારણ પણ જવાબદાર છે. અમુક ઉંમરને કારણે પણ વાળ ખરે છે.  વાળનો રોગ લગભગ મનોદૈહિક હોય છે. અપૂરતી નિંદ્રા તેમજ કિમો સારવાર વગેરે કારણે વાળ ખરી જાય છે તેમજ હેવી પાણીને, બીજું ગરમ પાણીથી વાળ ધોવા જોઇએ નહીં.

પ્રશ્ન : વાળને સાચવવા માટે શું શું ધ્યાન રાખવું જોઇએ ?

જવાબ : વાળનું સૌર્દ્ય જાળવા માટે આહાર દેશી ખોરાક તેમજ ઓર્ગેનીક ખોરાક લઇ ઓમેગો, દહીં, અખરોટ, બદામ, કાળા તલ, ટોપરું, દેશી દૂધ, ઘી, આયોડીનનું પ્રમાણ સાજા ં લેવું. રોજ યોગા કરવુ, પ્રાણાયામ તેમજ શીર્ષાસન કરો, શીરોધારો નષ્ટ કરો, હોટ ટૂવેલ ટ્રીટમેન્ટ કરી શકાય, સારી ઉંઘ તેમજ ૧૨ થી ૧૫ ગ્લાસ પાણી પીવું જજા રી છે.

પ્રશ્ન : આયુર્વેદમાં વાળની સારવાર માટે કોઇ દવા હોય છે ?

જવાબ : મોટાભાગમાં વાળ માટે આપણો ખોરાક જ મહત્વની ભૂમિકા છે. દવા લેવી હોય તો પહેલા ક્યાં કારણોસર વાળ ખરે છે તે જાણીને દવા લેવી, આમળા, શતાવરી, શિકાકાઇ છે. યોગ્ય માર્ગદર્શન લઇ શકાય તેમજ પંચકર્મની ચિકિત્સા કરી, શિરો ધારા, શિરોપીચ વગેરે સારવાર લઇ શકાય છે.

પ્રશ્ન : સૂકાવાળની ખાસ પ્રકારની ફરિયાદ છે. તેને માટે શું કરવું જોઇએ ?

જવાબ : ૩૫ વર્ષ પછી મોટાભાગના લોકોના વાળ ડ્રાય થઇ જાય છે. લોકો વાળમાં તેલ નથી નાખતા તેના લીધે તેમજ યોગ્ય ખોરાક લેતા નથી. આમળા અને ભાંગરો  વાળુ તેલ નાખવુ વાળમાં તેમજ નાકમાં દેશી ઘી (ગાય)ના ટીપા નાખવા, પગના તળિયે ગાયનું ઘી ઘસો તેમજ નાભીને અંદર ગાયનું ઘી ભરો તો. આ કરવાથી સૂકાવાળ થતા અટકે છે.

પ્રશ્ન : વાળમાં નાખવા માટે ઘરે તેલ બનાવવા માટે શું કરવું જોઇએ ?

જવાબ : સૌથી ઉત્તમ નાળિયરનું તેલ છે. નાળિયરનું તેલ લોહીનું દબાણ સરખું કરે છે. ઘરે તેલ બનાવવા માટે, નાળિયરનું તેલને બદલે જાસૂદનું ફૂલ અને પાન ધીમે તાપવો, તેલનો કલર પછી તેને ગાળી બોટલમાં ભરી લો. આ તેલ દરરોજ માથામાં લગાવો. તેલ લગાવી તરત વાળ ધોવું એ ખોટી માન્યતા છે.

પ્રશ્ન : વાળ ધોઇને લગાવવામાં આવે તો કંડિશનર  આયુર્વેદમાં તેનો ઉપયોગ કરી શકાય ?

જવાબ : દરેકને ચમકીલા વાળ જોઇએ છે. પરંતુ બજારમાં મળતા હેર કંડિશનર  કરતા દહી અને મધ તેમજ એલોવેરા બેસ્ટ છે તેમજ ઇંડાનીજરદી એટલે અંદરનો ભાગ લો, ઓઇલ, મહેંદી સારામાં સારું કંડિશનર  છે તેમજ આમળા પાવડર અને ભાંગરાનો પાવડર ૧-૧ ચમચી લઇ શકો તેમજ સાથે ખોડો હોય તો લીબુંડીનું તેલ પણ વાળમાં લગાવી શકો છો.

પ્રશ્ન : હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે અને કેટલા સફળ, કેટલા ટકે છે ?

જવાબ : ઘણા કેસ ફેઇલ થાય છે. ઘણા કેસમાં વાળનો ગ્રોથ થતો નથી. લાંબા સમય રહેતા નથી. તેને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને તેમનો પાછળ ખર્ચ બહુ મોટો થાય છે.

પ્રશ્ન : ખાસ કરીને મહેંદી ઘરે બનાવવા માટે કેવી રીતે બનાવી શકો છો ?

જવાબ : લોખંડનું કાટવાળુ વાસણ લેવાનું મહેંદીના પાન અથવા તો મહેંદી પાવડર લેવાના તેમજ ભાંગરો, આમળા, જાસૂદના ફૂલ તેમજ કાથો અને કોફી નાખી રાત્રે લોખંડના વાસણમાં પલાળવી. સવારે વાળમાં તેલ લગાવી માથામાં લગાવવાથી વાળમાં કંડિશનર  થઇ જાય છે અને વાળ સૂકા થતા નથી. મહેંદીના ૧ ચમચી  પણ નાળિયેરના તેલમાં નાખી શકીએ છીએ.