Abtak Media Google News

ચોમાસુ વિદાય ભણી: પાછા ફરતા ચોમાસુ પવનો અમૂક સ્થળે વરસાદ આપી શકે

ચોમાસુ વિદાય લેવા ભણી આગળ ધપી રહ્યું છે. ત્યારે રાજયમાં શિયાળાના પગરવ થઈ રહ્યા હોય તેમ વહેલી સવારે અને રાત્રીનાં સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નથી ચોમાસાના પાછા ફરતા પવનો રાજયમાં અમૂક વિસ્તારોમાં સારો વરસાદ આપી શકે છે. તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

Advertisement

હવામાન વિભાગે જણાવ્યું હતુ કે આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૫ કીમી પ્રતિ કલાક નોંધાય હતી સવારે ૮.૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૬ ડીગ્રી નોંધાયું હતુ ગઈકાલનું મહતમ તાપમાન ૩૩.૨ ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ હાલ દેશભરમાં નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવા ભણી છે. આગામી આઠ દિવસ સુધી રાજયમાં વરસાદની કોઈ સંભાવના નથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વાતાવરણ જાણે શિયાળાની છડી પોકારી રહ્યું હોયતેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે બપોરે ભાદરવાના આકરા તડકા લોકોને અકળાવી રહ્યા છે.

ચોમાસાના પાછા ફરતા પવનો રાજયમાં અમુક છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ આપે તેવી સંભાવના પણ હવામાન વિભાગે વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.