Abtak Media Google News

૬૦ થી પણ વધારે સ્ટોલને નિહાળવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

જૈન યુવા જુનીયર ગ્રુપના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે ગત તા. ૬ જાન્યુઆરીના રોજ વિન્ટરવુડ ફનફેર ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના કુલ ૬૦ જેટલા સ્ટોલ ગોઠવામાં આવ્યા હતા. જેમાં કપડા, ગેમ્સ ઝોન અને સ્પેશિયલ જૈન ફુડના સ્ટોલ ગોઠવામાં આવ્યા હતા. વિન્ટર વુડ ફનફેર-૨૦૧૯ નિહાળવા માટે બહોળી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી.

Vlcsnap 2019 01 07 10H50M13S92

અબતક સાથેની વાતચીતમાં જૈન યુવા ગ્રુપ જુનીયરના આયોજક ડો. ગૌરાંગ વોરાએ જણાવ્યું હતું કે જૈન યુવા જુનીયર છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય અને અલગ અલગ પ્રવૃતિમાં કાર્યરત છે. પાંચ વર્ષ પૂર્ણ કરવા નીમીતે વિન્ટરવુડ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે. કમીટીના દરેક સભ્યો છેલ્લા ત્રણ મહીનાથી ફનફેરની તૈયારી કરી રહી છે. જેના પરિણામ રુપે આજે ફનફેરમાં ૬૦ કરતા પણ વધારે સ્ટોલ મળેલા છે.

Vlcsnap 2019 01 07 10H49M07S188 1

છેલ્લા બે દિવસથી ચાલતા ફનફેરમાં બહોળી સંખ્યામાં મુલાકાતીઓએ ફનફેર નિહાળ્યો છે. જયારે ફનફેરના અંતમાં છેલ્લા એક કલાકમાં ગોવિંગ સોનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ લકકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતાને ૨૫ હજાર જેટલું ઇનામ રાખવામાં આવ્યું છે. ફનફેરમાં ફુડના સ્ટોલ છે ગેઇમ્સના સ્ટોલ છે.

Vlcsnap 2019 01 07 10H50M39S92

તથા લેડીઝ અને સ્ટેશનરીસના સ્ટોલ છે. અને અમુક ચેરીટી સાઇટમસના પણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. અબતક સાથેની વાતચીતમાં ફનફેરની મુલાકાતે આવેલા બિંદેશ વસાએ જણાવ્યું હતું કે વિન્ટરવુડ ફનફેરની મુકાલાતમાં કાંઇક અલગ જ અનુભૂતિ  થાય છે ઘણા બધા લોકો પોતાના પરિવાર સાથે અને યુવાનો પણ અહિંયા ફનફેરના વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. જેનાથી એક અલગ અનુભુતિ થાય છે. ફેનફેરમાં હું મારા પરિવાર સાથે આવ્યો છું. જેમાંથી ફુડની વાનગીઓ મને અને મારા પરીવાર માટે સૌથી પસંદગીની વસ્તુઓ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.