Abtak Media Google News

રેસકોર્સ ખાતે બે દિવસીય સી.એન.જી કાર મેળો ખુલ્લો મુકાયો

સી.એન.જી પર્યાવરણનો મિત્ર – આવનારી પેઢીને સ્વસ્થસુંદર શહેર ભેટ આપીએ :ગુજરાત ગેસ લિમિટેડના સી.ઈ. ઓ. શ્રી નીતિન પાટીલ

રેસકોર્સ ખાતે બે દિવસીય સી.એન.જી કાર મેળો ખુલ્લો મુકાયો – આકર્ષક ઑફરનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ

 મહાનુભાવોએ સી. એન.જી. કાર રેલી પ્રસ્થાન કરાવી – પિન્ક ઓટો મહિલા રીક્ષા ચાલકોનું સન્માન કરાયું

સી.એન.જી. કાર મેળામાં બજાજ ઓટો દ્વારા ખાસ ‘ક્યૂટ રીક્ષા’ લોન્ચ કરાઈ

Cng Car Rally Mela Opend 1સી.એન.જી અને પી.એન.જી ગેસના વપરાશ થકી પર્યાવરણને ખુબજ ફાયદો થતો હોવાનું અને આવાનરી પેઢીને સ્વસ્થ , સુંદર શહેર ભેટ આપવાનું અદભૂત કાર્ય આપણે કરી શકીયે તેમ રાજકોટ ખાતે સી.એન.જી. જાગૃતિ અર્થે પધારેલા ગુજરાત ગેસ લિમિટેડના સી.ઈ. ઓ. શ્રી નીતિન પાટીલ જણાવે છે.

Cng Car Rally Mela Opend 350 હજારથી વધુ વાહનોમાં લોકોએ સી.એન.જી. કીટ લગાવી પેટ્રોલ થી સસ્તા દરે અને પર્યાવરણને ફાયદો કરાવી વિશ્વાસપૂર્વક લોકો વાહનો ચલાવી રહ્યાનું આ તકે તેમેણે જણાવ્યું હતું. રાજકોટમાં 2 લાખથી વધુ ઘરોમાં પી.એન.જી ગેસ કનેસક્શન હોવાનું તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બળતણ તરીકે પી.એન.જી. નો મહત્તમ વપરાશ થતો હોવાનું શ્રી પાટીલે જણાવ્યું હતું.

Cng Car Rally Mela Opend 11હાલમાંજ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા 2017-18ના વર્ષ માટે યોજાયેલી વન પ્લેનેટ સિટી ચેલેન્જ 2017-18 એવોર્ડ માટે રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે તેજ રીતે ભવિષ્યમાં પણ સી.એન.જી.ના મહત્તમ વપરાશથી રાજકોટ શહેર ખરા અર્થમાં કાર્બન ફ્રી અને ગ્રીન સીટી બની રહેશે તેવો વિશ્વાસ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનીધી પાનીએ કાર રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું.

Cng Car Rally Mela Opend 8સમગ્ર વિશ્વમાં ક્લાયમેટ ચેન્જ બહુજ મોટી સમસ્યા છે ત્યારે પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઘટાડો કરવો આવશ્યક છે તેમ શ્રી બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

શહેરના નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા તારીખ 6 અને 7 ઓક્ટોબર બે દિવસ માટે સી.એન.જી રેલી અને સી.એન.જી કાર મેળો રેસ કોર્સ ગ્રાઉન્ડ, રેસકોર્સ, રાજકોટ ખાતે આયોજિત કરાયો છે. જેને આજરોજ મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો તેમજ કાર રેલીને ફ્લેગ ઑફ દ્વારા પ્રસ્થાન કરાવાઈ હતી. આ તકે પિન્ક રીક્ષા મહિલા ચાલકોનું સન્માન કરાયું હતું.

Cng Car Rally Mela Opend 4સવારે રેસકોર્સથી 100 થી વધુ કાર, ઓટો તેમજ ટુ વહીલર્સ રેલી પ્રસ્થાન કરાવવામાં આવી હતી જે સિવિલ હોસ્પિટલ ચોક, ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત સર્કલ, કિશાનપરા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, કોટેચા ચોક, કાલાવાડ રોડ, નીલ દા ઢાબા, બાપા સીતારામ સર્કલ, આલાપ ગ્રીન સીટી, સાધુ વાસાણી રોડ, યુનિવર્સિટી રોડ, પુષ્કર ધામ રોડ, યુનિવર્સિટી રોડથી પરત ફરીને રેસ કોર્સ રોડ પરત ફરી હતી, જેને લોકોમાં સારું આકર્ષણ જમાવ્યું હતું.

Cng Car Rally Mela Opend 10આ પ્રંસગે સી.એન.જી. મેલા પ્લેટફોર્મ થી પ્રભાવિત થઈ બજાજ ઓટો દ્વારા ખાસ ‘ક્યૂટ રીક્ષા’ લોન્ચ કરાઈ હતી.

એક્ઝિબિશન ખાતે પી.એન.જી ગ્રાહકો પોતાનું બિલ ભરપાઈ કરશે તો તેમને 100 રૂપિયા સુધી પેટીએમ કેશબેક આપવામાં આવશે તેમજ સી.એન.જી કીટ લગાવનાર દરેક ગાડીના માલિકને રૂ. 2500 નો સીએનજી ગેસ રીફીલ કરી આપવામાં આવશે. કાર મેળામાં ભાગ લેનાર તમામ કાર ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક ઓફર સહિત ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.

Cng Car Rally Mela Opend 7સી.એન.જી કાર મેળાનો હેતુ નાગરિકો સી.એન.જીનો મહત્તમ ઉપયોગ કરે અને ગ્રાહકોમાં સ્વીકૃત્તિ મળે તે માટેનો છે. આ સામાજિક જવાબદારી પણ છે. અગ્રણી ઓટોમોબાઈલ બ્રાન્ડનાં ઉપલબ્ધ વાહનોને ટેકનોલોજીની સાથે મેળામાં પ્રદર્શિત કરવામાં આવશે. આ મેળામાં ગ્રાહકોને સી.એન.જી સબંધિત તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવશે.

સી.એન.જી મેળામાં હુન્ડાઈ, બજાજ, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, અતુલ, સોનમ બજાજ, અજંતા ઓટો, લેન્ડમાર્ક હોન્ડા સહીત વિવિધ સી.એન.જી કીટ મેન્યુફેક્સર્સ, સી.એન.જી ટુ-વ્હીલર અને ફોર વહીલર્સ મેન્યુફેક્સર્સ ઉપસ્થિત રહેશે.

આ પ્રસન્ગે જોઈન્ટ સી.પી. શ્રી સિદ્ધાર્થ ખત્રી, આર. ટી.ઓ ના શ્રી બી.એમ. પ્રજાપતિ, શ્રી જે.વી. શાહ, ગુજરાત ગેસના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.