Abtak Media Google News

આ.બી.એસ. કેની ટીમે જામકંડોરણાના ચારેલાના કર્મરાજ જાડેજાની જન્મજાત મુકબધીરતાની વિનામૂલ્યે સારવાર કરી

સામાન્ય રીતે માનવજીવનમાં શરીરના દરેક અંગનું મહત્વ હોય છે. જો કોઈપણ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. સામાન્ય જીવન ન જીવી શકતાં વિકાસ રૂંધાય છે અને તેથી જીવન પ્રત્યે અણગમો પણ થતો હોય છે. પરંતુ જ્યારે તેનો સમયસ2 ઈલાજ અને સારવાર થાય તો જીવન આનંદથી જીવી શકાય છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચારેલ ગામના એક ખેડૂત પરિવારમાં..

Advertisement

આજથી ત્રણેક વર્ષ પહેલાં  ખેડુત પરિવારમાં કર્મરાજનો જન્મ થયો

ધીમે ધીમે કામરાજ દોઢ-બે વર્ષનો થયો ત્યારે તેના હાવભાવ, પ્રતિક્રિયા, હલનચલન વગેરેના અવલોકનમાં કામરાજને બોલવા અને સાંભળવામાં તકલીફ હોવાનું પરિવારોને લાગ્યું.

તા.10.7.21ના રોજ ચારેલ ગામની આંગણવાડીની મુલાકાતે આવેલ આર.બી.એસ.કે.ની ટીમે આ બાળકનું સ્ક્રિનિંગ કર્યું તેમાં જણાયું કે આ બાળક જન્મથી જ મૂકબધિરતાની ખામી ધરાવે છે. દીકરો મૂકબધિર હોવાનું જાણતા કામરાજના પરિવારજનો ખૂબ જ દુ:ખી દુ:ખી થઈ ગયા.

આર.બી.એસ.કે. ટીમના ડો.દાનસિંહ ડોડિયા અને ડો.શીતલ સરીખડાએ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક આ પરિવારને સમજાવવાના પ્રયત્નો કર્યા. સમયસર સારવાર કરાવવામાં આવે તો આવા અનેક બાળકો સાંભળતા અને બોલતા પણ થઈ ગયા હોવાના કિસ્સા- દાખલાઓ પણ તેમને સંભળાવ્યા. કામરાજના માતા-પિતાને હિંમત આપવામાં આવી કે ઈલાજ અને સારવારથી કામરાજ ખૂબ જ ઝડપથી સાંભળતો અને બોલતો થઈ જશે. પરંતુ જ્યારે ખબર પડી કે કામરાજને બોલતો-સાંભળતો કરવાની સારવારનો આઠ-નવ લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. વર્ષે દહાડે ખેતીમાંથી મળતી 50 હજાર જેટલી આવકમાંથી આવડું મોટું સારવારનું ખર્ચ કઈ રીતે પોસાય? તેની ચિંતા પેઠી.

કામરાજને રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો જ્યાં તા.13.9.2022 ના રોજ ઇએનટી વિભાગના નિષ્ણાત તબીબો અને સેવાભાવી સ્ટાફની મદદથી કામરાજના કાનનું (કોકલેયર ઇનપ્લાન્ટ) સફળ ઓપરેશન કરવામાં આવ્યું.

હાલ સ્માઈલ કેર સ્પીચ અને હિયરિંગ ક્લિનિકમાં કર્મરાજને બોલતો – સાંભળતો કરવા માટેની સારવાર (સ્પીચ થેરાપી) કરવામાં આવી રહી છે. તે જોઈને તેના પરિવારમાં આનંદ છવાઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.