Abtak Media Google News

ધો.પના વર્ગને મંજુરી ન અપાતા વિઘાર્થીઓમાં ખળભળાટ: વાર્ષિક પરીક્ષાને થોડો સમય જ બાકી રહેતા વિઘાર્થીઓનું ભાવિ જોખમમાં

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સેન્ટ મેરી પબ્લિક સ્કુલમાં મંજુરી વગર ચાલતા ધો.પના એક વર્ગને ડી.ઇ.ઓ.એ એક જ સપ્તાહમાં બંધ કરી દેવા આદેશ કરતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. આને પગલે આજે સવારે સેન્ટમેરી સ્કુલમાં વાલીઓ અને વિઘાર્થીઓ એકઠા થયા હતા અને હોબાળો બોલાવ્યો હતો. આજે વાલીઓએ શાળા સંચાલકને આ સત્ર પુરુ થાય ત્યા સુધી સ્કુલ ચાલુ રાખવા માટે રજુઆત કરી હતી. સત્ર પૂર્ણ થવાને ફકત ર માસ જે બાકી હોય ત્યારે વાલીઓ વિઘાર્થીઓ જાયે તો કહા જાયે જેવી સ્થીતી પેદા થઇ ગઇ છે. જેને પગલે વાલીઓમાં રોષ ફેલાયો છે. અને ધો.પ ના ૯૦ વિઘાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે.

1 52 53 44 5સેન્ટમેરી સ્કુલનો વધુ એક છબરડો બહાર આવ્યો છે ત્યારે ધો.પનો કલાસ વધુ એક વર્ગની મંજુરી વિના ચાલતો મામલો સામે આવતા ડી.ઇ.ઓએ એક સપ્તાહમાં ધો.પ નો કલાસ બંધ કરવાના આદેશ આપ્યા છે.

વાલીઓએ આજે સેન્ટમેરી પબ્લીક સ્કુલ ખાતે એકઠા થયા તા. વાલીઓ તેમના બાળકોની ભવિષ્યની ચિંતાની વાત સાથે સ્કુલ ચાલુ રાખવા માટેે રજુઆત કરી છે. આમ છતાં વાલીઓની રજુઆતને ઘ્યાનમાં લઇને વિઘાર્થીઓનું ભાવિ ન બગડે તે માટે યોગ્ય રસ્તો કાઢયો સરકારમાં રજુઆત કરવામાં આવશે.

આજે સેન્ટમેરી પબ્લીક સ્કુલ પાસે વાલીઓ અને વિઘાર્થીઓ એકઠા થયા હતા અને મેદાને આવ્યા હતા. અને વાલીઓની માંગણી છે કે સત્ર પુરુ થાય ત્યાં સુધી ધો.પને વર્ગ ચાલુ રહે અને હવે ર માસ માટે બીજા કોઇ સ્કુલ એડમેશીન નહી સાથે તેવું જણાવ્યું હતું બીજી તરફ વાલીઓ પણ શાળા સંચાલકની સાથે છે હવે જોવાનું રહેશે કે કોઇપણ વાલી પોતાની રીતે પોતાના સંતાનનું એડમીશન અન્ય સ્કુલમાં કરાવવા માંગે તો કરાવી શકશે કે કેમ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.