Abtak Media Google News

અબતક,રાજકોટ

લાંબા વિરામ બાદ અંતે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત પર મેઘરાજાએ અમીદ્રષ્ટી કરી છે. મહારાષ્ટ્રમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જે દક્ષિણ ગુજરાત તરફ સરકયું છે. ચોમાસુ ફરી સક્રિય થયું છે. આ ઉપરાંત મોનસુન ટ્રફ નોર્મલ પોઝિશનમાં સુરતથી પોરબંદર સુધી છે.જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજયભરમાં મેઘરાજાની ફરી પાવનકારી પધરામણી થવા પામી છે. સૌરાષ્ટ્રમાં સચરાસર વરસાદથી પાક અને પાણીનું ચિત્ર સંપૂર્ણ પણ પલટાય ગયું છે. મુરજાતી મોલાતને પણ નવજીવન મળ્યું છે. જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. આજે પણ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.છેલ્લા ૨૪ કલાકમા રાજયના ૨૫૧ પૈકી ૨૦૭ તાલુકાઓમાં વરસાદ પડયાનું નોંધાયું છે. આજ સુધીમાં રાજયમાં સિઝનનો કુલ ૪૮.૬૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. માંગરોળમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર ૧૨ ઈંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. આજે સવારથી પણ રાજયનાં ૨૦ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ મેઘરાજા ફરી મનમૂકીને વરસે તેવી હવે ટાઢક આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાંઆવી છે.

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલો વરસાદ

 

Img 20210901 Wa0026

માંગરોળ -૭ ઈંચ

અંજાર -૭ ઈંચ

કલ્યાણપૂર     ૬॥ ઈંચ

માળીયાહાટીના  ૬॥ ઈંચ

તાલાલા ૬॥ ઈંચ

ખંભાળીયા      ૬॥ ઈંચ

ઉના    ૫ ઈંચ

પોરબંદર       ૫ ઈંચ

રાણાવાવ       ૪॥ ઈંચ

જોડીયા ૪ ઈંચ

ગીરગઢડા      ૪ ઈંચ

વેરાવળ ૪ ઈંચ

ગોંડલ  ૪ ઈંચ

ચોટીલા ૪ ઈંચ

મુંદ્રા    ૩॥ ઈંચ

ગાંધીધામ       ૩॥ ઈંચ

વઢવાણ ૩ ઈંચ

જામકંડોરણા    ૩ ઈંચ

લાલપુર ૩ ઈંચ

સુત્રાપાડા       ૩ ઈંચ

ભાણવડ ૩ ઈંચ

સાયલા ૩ ઈંચ

કોડીનાર   ૩ ઈંચ

કુતિયાણા   ૩ ઈંચ

કેશોદ  ૩ ઈંચ

કાલાવડ     ૨.૫ ઇંચ

 

અમરેલી જિલ્લામાં ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ પડયો છે. અમરેલી તાલુકામાં ૫મીમી, બાબરામાં ૨૪ મીમી, બગસરામાં ૧૪ મીમી, ધારીમાં ૭ મીમી, જાફરાબાદમાં ૨૮ મીમી, ખાંભામાં ૧૬ મીમી, લાઠીમાં ૧૦ મીમી, લીલીયામાં ૬ મીમી, રાજુલામાં ૧૬ મીમી, સાવરકુંડલા તાલુકામાં ૨૩ મીમી અને વડીયા તાલુકામાં ૫૦ મીમી વરસાદ પડયો છે. જિલ્લામાં આજ સુધીમાં ૫૩.૬૩ ટકા વરસાદ પડી ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર ઇંચ સુધી વરસાદ

ચોટીલા પંથકમાં નદીઓમાં ઘોડાપુર

1630554691051

સુરેન્દ્રનગર પંથકમાં સમયસર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી પામી હતી ને ખેડૂતો દ્વારા વાવેતર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.જિલ્લાના અમુક ખેડૂતો દ્વારા આગોતરૂ વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ વાવેતર કર્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા પરંતુ કાલે સવારથી ફરી એક વખત નવી સિસ્ટમ સાથે સુરેન્દ્રનગર ના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત રહેવા પામી છે જેને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી પામી છે. વઢવાણમાં જેથી ૨૪ કલાકમાં ૭૬ મીમી જેટલો વરસાદ ખાબકયો છે બીજી તરફ ચોટીલા પણ ૧૦૪ મીમી જેટલો વરસાદ નોંધાયો છે ચુડામાં પણ ૧૨ મીમી જેટલો વરસાદ નોંધાયો છે મુળી માં પણ ૬૦ મીમી જેટલો વરસાદ નોંધાયો છે બીજી તરફ ધાંગધ્રા પંથકમાં પણ ૨ મીમી જેટલો વરસાદ નોંધાયો છે થાનગઢમાં પણ મેઘમહેર યથાવત રહી અને ૨૫ મીમી જેટલો વરસાદ ખાબકયો છે લખતરમાં ૧૨ મીમી જેટલો વરસાદ છે પણ બે જ કલાકમાં ખાબકી ચૂક્યો છે. ઉપરાત લીંબડીમાં પણ ૪ મીમી જેટલો વરસાદ નોંધાયો છે સાયલા માં ૭૦ મીમી જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદના પગલે નદીના જળાશયોમાં નવી પાણીની આવક થવા પામી છે

સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે આ ઉપરાંત થયેલા મૂડી અને ચોટીલા પંથકમાં વરસાદના પગલે ત્યાં આ જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે ત્યારે હાલવા સાર્વત્રિક વરસાદ બાદ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સુરેન્દ્રનગરમાં ફરી એક વખત સાર્વત્રિક મેઘમહેર યથાવત થવા પામી છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવી ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વર્ષા શરૂ થઇ ચૂક્યો છે જેને લઇને સમગ્ર તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે ત્યારે મળતી વિગત અનુસાર જિલ્લા ના તમામ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.ત્યારે સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લા માં વરસાદ યથાવત રહો છે.

કચ્છમાં હળવા ઝાપટાથી લઈ સાત ઈંચ સુધી ખાબકયો

કચ્છ પર મેઘરાજા મહેરબાન થયો છે. કચ્છ પંથકમાં હળવા ઝાપટાથી માંડી સાત ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અબડાસા તાલુકામાં ૩૭ મીમી, અંજાર તાલુકામાં ૧૬૬ મીમી, ભચાઉ તાલુકામાં ૪૨ મીમી, ભૂજમાં ૫૧ મીમી, ગાંધીધામ તાલુકામાં ૮૨ મીમી, લખપતમાં ૩ મીમી, માંડવી તાલુકામાં ૫૨ મીમી, મૂંદ્રા તાલુકામાં ૮૪ મીમી, નખત્રાણા તાલુકામાં ૬ મીમી અને રાપર તાલુકામાં ૬ મીમી વરસાદ પડયો છે. કચ્છ રિજીયનમાં આજ સુધીમાં મૌસમનો કુલ ૪૪.૯૯ ટકા વરસાદ પડયો છે. આજે અને આવતીકાલે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘકૃપા

મોરબી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘકૃપા વરસી છે. જિલ્લામાં આજ સુધીમાં ૪૩.૯૨ ટકા વરસાદ વરસી ગયો છે. સાર્વત્રીક વરસાદથી મૂરજાતી મોલાતને જીવનદાન મળ્યું છે. જગતાત ખુશખુશાલ થઈ ગયો છે. હળવદ તાલુકામાં ૩૦ મીમી, માળીયા મીયાણામાં ૮ મીમી, મોરબી તાલુકામાં ૧૫ મીમી, ટંકારા તાલુકામાં ૬૮ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૮ મીમી વરસાદ પડયો છે.આગામી બે દિવસ મોરબી જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં મેઘરાજાની જમાવટ: જોડીયામાં ચાર ઈંચ

બૂધવારે જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી જતા લોકોના જીવમાં જીવ આવ્યો છે. વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. અને મોલાતને જીવનદાન મળ્યું છે. જળાશયોમાં પણ નવા નીરની આવક થવાના કારણે પાણીનું ચિત્ર પણ થોડુ સુધર્યું છે. ધ્રોલ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૫ મીમી, જામજોધપુર તાલુકામાં ૪૮ મીમી, જામનગર શહેરમાં ૫૩ મીમી, જોડીયા તાલુકામાં ૧૦૨ મીમી, કાલાવાડ તાલુકામાં ૬૩મીમી અને લાલપુર તાલુકામાં ૭૪મીમી વરસાદ પડયો છે. જિલ્લામાં ૪૪.૭૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ ઉત્સવ: કલ્યાણપૂરમાં ૬॥ ઈંચImg 20210901 Wa0007

જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મના વધામણા કર્યા બાદ દેવભૂમી દ્વારકા જિલ્લા પર મેઘરાજા રિઝયા હતા જિલ્લામાં જાણે મેઘ ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ભાણવડ તાલુકામાં ૭૦ મીમી, દ્વારકા તાલુકામાં ૪૪ મીમી, કલ્યાણપૂર તાલુકામાં ૧૬૩ મીમી અને ખંભાળીયા તાલુકામાં ૧૫૮ મીમી. વરસાદ વરસી ગયો હતો જિલ્લામાં આજ સુધીમાં ૫૬.૪૪ ટકા વરસાદ વરસી ગયો છે.

રાજકોટ જિલ્લા પર મેઘો મહેરબાન એકથી ચાર ઈંચ સુધી વરસાદ

રાજકોટ જિલ્લા પર મેઘરાજાએ મહેર વરસાવી છે. જિલ્લામાં સાર્વત્રિક એકથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. બૂધવારે શહેરમાં ધીમીધારે બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જિલ્લાનાં અનેક જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. આજ સુધીમાં જિલ્લામાં સીઝનનો કુલ ૪૫.૬૮ ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ધોરાજી તાલુકામાં ૨૪ મીમી, ગોંડલ તાલુકામાં ૯૫ મીમી, જામકંડોરણા તાલુકામાં ૭૫ મીમી, જસદણ તાલુકામાં ૩૬ મીમી, જેતપૂર તાલુકામાં ૪૪ મીમી, કોટડા સાંગાણી તાલુકામાં ૫૪ મીમી, લોધિકા તાલુકામાં ૫૮ મીમી, પડધરી તાલુકામાં ૫૦ મીમી, રાજકોટમાં ૪૧ મીમી, ઉપલેટા તાલુકામાં ૩૨ મીમી, અને વિંછીયા તાલુકામાં ૨૧ મીમી વરસાદ પડયો છે. સવારથી સર્વત્ર મેઘાવી માહોલ છવાયેલો છે.

પોરબંદર, કુતિયાણા અને રાણાવાવમાં

પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા

પોરબંદર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા આજે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કુતિયાણા તાલુકામાં ૬૬ મીમી વરસાદ વરસ્યો હતો. પોરબંદર તાલુકામાં ૧૨૩ મીમી, અને રાણાવાવ તાલુકામાં ૧૦૮ મીમી વરસાદ પડયો છે. જિલ્લામાં કુલ ૪૬.૯૩ ટકા વરસાદ પડયો છે.

ભાવનગર અને બોટાદ જિલ્લા પર હેત વરસાવવામાં વ‚ણદેવની કંજૂસાઈ

Screenshot 2020 08 04 19 47 25 727 Com.whatsapp

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સરખામણીએ ભાવનગર અને બોટાદ જિલ્લા પર હેત વરસાવવામાં વ‚ણ દેવ થોડી કંજૂસાઈ દાખવી છે. ભાવનગર જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ પડયા હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં ૪૭ મીમી પડયો હોવાનું નોંધાયું છે. બાકીનાં અન્ય તાલુકાઓમાં માત્ર હળવા ઝાપટા પડયા હતા જયારે બોટાદ જિલ્લામાં માત્ર મેઘરાજાએ વાછટ જ મારી હોય તેવો વરસાદ પડયો હતો બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગઢડામાં ૨૩ મીમી જયારે રાણપુરમાં ૨૦ મીમી પડયો છે. આજ સુધીમાં ભાવનગર જિલ્લામાં ૪૮.૯૭ ટકા અને બોટાદ જિલ્લામાં ૪૭.૪૫ ટકા વરસાદ વરસ્યો છે.

સોરઠમાં અનરાધાર વરસાદ

સોરઠ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. માંગરોળ જિલ્લામાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ બે દિવસમાં બાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં સાર્વત્રિકમેઘ મહેરથી પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે. સવારથી સોરઠ પંથકમાં અમૂક સ્થળોએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભેંસાણ તાલુકામાં ૨૨ મીમી, જૂનાગઢ તાલુકા અને સીટીમાં ૧૯ મીમી, કેશોદ તાલુકામાં ૬૬ મીમી, માળીયાહાટીનામાં ૧૬૩ મીમી, માણાવદરમાં ૫૪ મીમી, માંગરોળમાં ૧૭૩ મીમી, મેંદરડામાં ૧૫ મીમી, વંથલીમાં ૨૭ મીમી અને વિસાવદર તાલુકામાં ૨૩ મીમી વરસાદ પડયો છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૫૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં શ્રીકાર વર્ષા

ગીર સોમનાથ જિલ્લામાં શ્રીકાર વર્ષા થવા પામી છે. જિલ્લામાં અઢીથી લઈ સાત ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. ગીરગઢડા તાલુકામાં ૧૦૧ મીમી, કોડીનાર તાલુકામાં ૬૭ મીમી, સુત્રાપાડા તાલુકામાં ૭૨ મીમી તાલાલા તાલુકામાં ૧૬૩ મીમી, ઉના તાલુકામાં ૧૨૪ મીમી, વેરાવળ તાલુકામાં ૧૦૦ મીમી વરસાદ પડયો છે. જિલ્લામાં આજ સુધીમાં ૪૬.૧૧ ટકા વરસાદ પડયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.