Abtak Media Google News

આપણા દેશની પ્રજાએ સ્વાતંત્ર્ય -પ્રાપ્તી પછી પણ કારમા દુ:ખો વેઠવામાં તથા જાતજાતની પીડા સહન કરવામાં કશુ જ બાકી રાખ્યું નથી.

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ આપણા દેશના આકાશમાંથી અંગ્રેજી સલ્તનતના રાષ્ટ્ર ધ્વજ ‘યુનિયન જેક’ને હટાવ્યો અને ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો તે વખતે કરેલા ઐતિહાસીક સંબોધનમાં જણાવ્યું હતુ કે આ દેશમાં જેટલી જન સંખ્યા છે તેટલી સમસ્યાઓ છે. એને હલ કરવાની કામગીરીઓમાં સહુએ લાગી જવું પડશે અને જવાબદારીઓ અદા કરવી પડશે.

તેમણે ‘આરામ હરામ હૈ’નો મંત્ર આપ્યો અને કઠોર પરિશ્રમ કરવાની હાકલ કરી હતી.

આપણા દેશની પ્રજાએ સ્વાતંત્ર્ય પ્રાપ્તી પછીયે દુષ્ટો વેઠવામાં અને જાતજાતની પીડા ભોગવવામાં કશું જ બાકી રાખ્યું નથી.

પંડિત જવાહરલાલ નહેરૂએ આપણા દેશના આકાશમાંથી અંગ્રેજી સલ્તનતના રાષ્ટ્રધ્વજ ‘યુનિયન જેક’ને હટાવ્યો અને ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગી ઝંડાને લહેરાવ્યો તે વખતે રાષ્ટ્રને કરેલા ઐતિહાસીક સંબોધન વખતે જણાવ્યું હતુ કે આ દેશમાં જેટલી જનસંખ્યા છે એટલી જ સમસ્યાઓ છે અને હાલ કરવાના ભગીરથ કાર્યમાં સહુ લાગી જવું પડશે અને આરામ હરામ હૈના મંત્ર સાથે કઠોર પરિશ્રમ કરવાનો રહેશે. અને બન્યું પણ એમ જ લાંબા સમયની ગુલામી બાદ સાંપડેલી સ્વતંત્રતા પછી પણ આ દેશની પ્રજા દુષ્ટો બેઠતી રહી છે અને વિવિધ પીડાઓ ભોગવતી રહી છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાને જ શસ્ત્રો બનાવીને આપણા દેશને અનોખુ નેતૃત્વ આપ્યું અને કદાવર અંગ્રેજી સલ્તનતને નમાવીને સ્વતંત્રતા મેળવી આપીએ એક અસાધારણ ઘટના હતી.

આપણા ગઝલ સમ્રાટ અમૃત ઘાયલ વર્ષો પહેલા એવી ટકોર કરી હતી. ‘મેલુ ઘેલુ મકાન તો આપો ધૂળ જેવું ય ધાન તો આપો, સાવ જુઠું શું કામ બોલો છો?, કોક સાચી જવાબ તો આપો !

અહી લગભગ બધા જ ક્ષેત્રે જુઠું બોલવાની જાણે હરિફાઈ ચાલી રહી છે. અહી રોજી-રોટી અને મકાન માટે કરોડો લોકો ટળવળે છે.

૧૯ ઓગષ્ટ, ૧૯૧૪ના રોજ, જન્માષ્ટમીના શુભ દિને સાંદીપની આશ્રમે વિશ્ર્વ હિન્દુ પરીષદની સ્થાપના થઈ હતી. તે વખતથી આ બધી સમસ્યાઓ દેશને તેમજ દેશની પ્રજાને ધમરોળતી રહી છે.

આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા આ દેશની એ કમનસીબી છે કે, છેલ્લા ૫૦ વર્ષમાં આપણે વિદેશી એજન્સીઓ પાસેથી એટલું બધુ કરજ લીધું છે કે આજે આપણી જે કુલ રાષ્ટ્રીય આવક છે.તેનો ખાસ્સો મોટો હિસ્સા આ દેવું અને તેનું વ્યાજ ચૂકવવામાં જ વપરાય જાય છે. વિકાસની યોજનાઓ માટે જોઈતા નાણાંની અછત સમસ્યા ખડી કરે છે !

હમણા હમણા અયોધ્યા મંદિરના નિર્માણનો મુદ્દો જોર પકડી રહ્યો છે. અને એની સાથે સાથે હિન્દુઓ બિન હિન્દુઓની સમસ્યા માથું ઉંચકવાના ચિહનો દ્રષ્ટીગોચર થવા લાગ્યા છે.

પાંચ વર્ષમાં વિશ્ર્વગૂરૂ બનવાનાં સપના સેવવા અને દેશની એકતાને છીન્નભીન્ન થવા દેવી એ તો સ્વયં વિરોધાભાસી બને છે! રાજકારણી પ્રચારમાં જયારે અવાસ્તવિકતા ડોકાઈ આવે ત્યારે એની સચ્ચાઈ શંકાશીલ બને એ ભૂલવા જેવું નથી. દેશની રાજગાદી ગમે તેવી રાજકીય રીતે વજનદાર હોય તો પણ એ ગમે ત્યારે એની સ્થિરતા ખોઈ બેસે, એ તો સનાતન સત્ય છે.

આપણે ઈચ્છીએ કે, એના ઉપર બીરાજમાન નેતા નિરંકુશ ન બને અને રાજગાદીનું ગૌરવ તથા સ્થિરતા જળવાઈ રહે ! એમાં જ દેશનું ભલું લેખાશે ! આ રાજગાદીની સાથે હિન્દુ, મુસ્લીમ, પારસી, ખ્રિસ્તી સહિત સહુ કોઈ સંકળાયેલા છે. સવા અબજ લોકો અને તેમની લાજ આબરૂ સંકળાયેલી છે. રાજગાદીનો સહુ કોઈ માટે સંદેશ છે.

નન રાજા રહેગા, ન રાની રહેગી

યહ માટી સભી કી કહાની રહેગી

યહ ભર ભર કે આંખો મેં પાની કહેતી

યહ માટી સભી કી કહાની કહેગી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.