Abtak Media Google News

 રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા વાંચન પરબના ‘૨૫’માં મણકામાં ‘ખભે કોળો ને દેશ મોકળો’ની ભાવયાત્રા કરાવાય

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા વાંચન  પરબ ચાલી રહ્યું છે. તાજેતરમાંં ‘૨૫’ મણકામાં રશ્મી બંસલ લિખિત ‘સ્ટે હંગ્રી સ્ટે ફુલીશ’નાં સોનલ મોદી અનુવાદીત ‘ખભે કોળો ને દેશ મોકળો’ની ભાવયાત્રા જાણીતા કોલમીસ્ટ-વક્તા જય વસાવડાએ બેન્કની રાજકોટ  ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી.

Advertisement

જય વસાવડાએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘આ પુસ્તકમાં એકતા કપુરી લઇને અનોખા ૨૫ એવા સાહસિકો કે જેમણે કંઇક અનોખુ કરવા, ચીલો ચાતરીને નીકળ્યા છે અને સફળ બન્યા છે તેની વાત છે. આત્મવિશ્ર્વાસ કેમ આવે ? આવડતમાંથી, આવડત કેમ આવે ? આવડત આવે અનુભવમાંથી અને અનુભવ કેમ મળે ? તો અનુભવ મળે અખતરામાથી. આ એક આખી પ્રોસેસ છે. બધુ જ પરફેક્ટ જીવનમાં મળતું જ ની. કલોઝ-અપમાં કોઇપણ દૃશ્ય બિહામણું જ લાગી શકે છે. સફળતાની યાત્રા આવી જ રહી છે.  મૂળીયા મજબૂત હોય તો પાંદડા ખરે પરંતુ ડ ક્યારેય પડતું ની. સાચા સમયે બધું જ છોડવાની પણ એક કળા છે. આમ ઇતિહાસ અનેક પરિબળોનો સરવાળો છે. એક વાત માર્ક કરજો કે હંમેશા તળેટીમાં જ ધક્કામૂકી હોય છે, શિખર ઉપર તો  પુષ્કળ જગ્યા હોય છે. આપણો કમ્ફર્ટ ઝોન છોડવો જોઇએ. આ પુસ્તકનાં બધાં જ લોકોએ જ્યાં-જ્યાં તક મળી ત્યાં કંઇક નવું કરી દેખાડ્યું છે. સહુને નિષ્ફળતાનો ભય કરતાં પ્રયત્ન ન ર્ક્યાનો અફસોસ વધારે હોય છે.’

આ વાંચન પરબમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, જ્યોતીન્દ્રભાઇ મહેતા, ટપુભાઇ લીંબાસીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, સતીષજી મરાઠે, કિર્તીદાબેન જાદવ, કાર્તિકેયભાઇ પારેખ, હરકિશનભાઇ ભટ્ટ, વિનોદ શર્મા, વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જય વસાવડાનું શૈલેષભાઇ ઠાકર અને દિપકભાઇ મકવાણાએ પુસ્તક-ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ સંચાલન કવયિત્રી-સીએ. સ્નેહલ તન્નાએ ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.