Abtak Media Google News

શ્રીજી ફાયર સેફટી નામનીપેઢી સામે પોલીસે નોંધ્યો ગુનો

શહેરમાં ડ્રીમ સીટી એપાર્ટમેન્ટમાં લગાડેલા ફાયરની બોટલો ટેસ્ટીંગમાં ફેઈલ થયા હોવા છતાં તે ચાલુ કંડીશનમાં હોવાનું ખોટુ સર્ટીફિકેટ આપનાર કંપની વિરુદ્ધ તેને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કંપનીના મહિલા માલિક સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથધરી છે.

વિગતો અનુસાર ડ્રીમ સીટી એપાર્ટમેન્ટમાં રહેતા અમિતભાઈ બિપિનભાઈ ઠક્કરે (ઉં.વ.37) એ પોતાની ફરિયાદમાં આરોપીમાં એકતબેં કેશવભાઈ બોરડ નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે , તેઓ સુરેન્દ્રનગરના મુળી ખાતે ગૂગલ સીરામીક નામનું કારખાનું ધરાવે છે. એટલુ જ નહી ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ પણ છે. બિલ્ડીંગના મેન્ટેનન્સની કામગીરી સંભાળે છે.2021 ની સાલમાં ચીફ ફાયર ઓફિસર દ્વારા તેના બિલ્ડીંગનું ફાયર સેફટી સર્ટીફિકેટ એટલે કે એનઓસી મેળવવા માટે નોટીસ આપવામાં આવી હતી.

પરીણામે તેણે તેને લગતી જરૂરી કાર્યવાહી કરી હતી. 2022 ની સાલમાં ફાયરબ્રિગેડના અધિકારીઓએ તેની બિલ્ડીંગના ફાયર સેફટી બોટલો રીફીલીંગ કરાવવા માટે અને તેને ત્રણ વર્ષ થઈ ગયા હોવાથી હાઈડ્રો ટેસ્ટ કરાવવા માટે નોટીસ આપી હતી.જેથી બિલ્ડીંગમાં લગાડેલા તમામ 68 એકસટીગયુશર હાઈડ્રો ટેસ્ટ કરાવવા માટે તેને કામ સંભાળતા કે.ડી.ફાયર નામની પેઢીને કહેવામાં આવ્યું હતું. જે પેઢી દ્વારા તમામ એકસટીગયુશર જામનગર ખાતેની કાર્બોનીક ઈન્ડસ્ટ્રીને મોકલવામાં આવ્યા હતા. જયાંથી એવો અભિપ્રાય અપાયો કે એકસટીગયુશર ફેઈલ છે. તેમાં હવે રીફીલીંગ થઈ શકે તેમ નથી તેવું સર્ટિફિકેટ પણ આપ્યું હતું.

સાથોસાથ તેમ પણ જણાવ્યું હતું કે 46 એકસટીગયુશર ચેક કરતા રીજેકટ જણાયા છે. જયારે બાકીના 22 એકસટીગયુશર ચેક કરવામાં આવ્યા નથી. પરીણામે આ તમામ એકસટીગયુશર જયાંથી ખરીદાયા તે પી.એમ.ફાયર નામની પેઢીને જાણ કરાયા બાદ તેના દ્વારા આ એકસટીગયુશર શ્રીજી ફાયર સેફટી પાસેથી ખરીદ કરાયા હોવાથી સેક્ધડ ઓપીનીયન માટે તેના વાવડી ખાતેના ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યા હતા.

થોડા દિવસો બાદ શ્રીજી ફાયર સેફટી દ્વારા આ એકસટીગયુશર ચાલુ ક્ધડીશનમાં છે તેવું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. કુલ 68 એકસટીગયુશરમાંથી 64 સર્ટિફાઈડ કરી 4 ને રીજેકટ કરવામાં આવ્યા હતા. આ એનઓસી ફાયરબ્રિગેડમાં રજુ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંથી શ્રીજી ફાયર સેફટી પાસે માન્યતા પ્રાપ્ત પી.ઈ.એસ.ઓ સર્ટીફિકેટ નહીં હોવાનું જણાવાયું હતું. જેથી જે સર્ટીફીકેટ આપ્યું હતું તે ખોટું હોવાનું જણાવતા અને છ છ મહિના સુધી ફરિયાદીને ધક્કો ખવડાવતા તેને અંતે શ્રીજી કંપનીના માલિક વિરુદ્ધ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.