Abtak Media Google News

હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલાએ જીવ ગુમાવ્યાનો પરિવારજનોનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ડોક્ટરોની બેદરકારી સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટરોની બેદરકારીના પગલે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકોના ઓપરેશન કર્યા બાદ નિષ્ફળ નીવડયા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરની ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી સમય બાદ બ્લડીગ શરૂ થઇ જતા મહિલાનું મોત નિપજયું છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી વિગત અનુસાર 5 દિવસ પહેલા બપોરના સમયે આશરે એક વાગ્યાના અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામના વતની ભગીરથ સિંહ રાણા ના ધર્મ પત્ની મનિષાબાને પેટમાં દુખાવો થતાં સુરેન્દ્રનગર શહેરની ખાનગી શ્રદ્ધા ગાયનેક હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાં તેમણે ડિલિવરી નોર્મલ કરાવવામાં આવી હતી ત્યારબાદ ડીલેવરી કરાવ્યા સમય બાદ તેમને એક રૂમમાં રીફર પણ કરવામાં આવ્યા હતા.

પરંતુ ડિલિવરી થઈ ગયા બાદ ચાર કલાક સુધી મહિલાને બ્લડીંગ બંધ ન થતા પરિવારજનો દ્વારા અને મહિલાના ભાઈ દ્વારા ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફને જાણ કરવામાં આવી હતી પરંતુ ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફ દ્વારા તેમનું બીપી લો હોવાનું જણાવ્યું હતું તેમને ચા-પાણી તેમ જ અન્ય ખોરાક આપવા માટે જણાવવામાં આવ્યું હતું જ્યારે ખોરાક અને ચા પાણી આપ્યા બાદ પણ આ મનીષાબા ને સતત શરીર માટે બ્લડીંગ શરૂ રહ્યું હતું પરંતુ ડોક્ટર્સ ટીમ દ્વારા કોઈપણ જાતની સારવાર કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ત્યારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં અચાનક ડિલિવરી બાદ મનીષા બા ને બ્લડીંગ શરૂ થઈ ગયા હોવાના કારણે મનીષાબા બેહોશ હાલતમાં થઈ ગયા હતા ત્યારબાદ શ્રદ્ધા ગાયનેક હોસ્પિટલ માંથી આ મહિલાને  તાત્કાલિક મેડીકલ હોસ્પિટલમાં લઈ જવા માટે પરિવારજનોને જણાવ્યું હતું ત્યારે પરિવારજનોએ આ મહિલાને ટીબી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ ત્યાં પણ તેમને વધુ શરીરમાંથી લોહી વહી ગયું હોવાના કારણે માત્ર બે ટકા શરીરમાં લોહી રહ્યું હતું જેને લઇને મનીષાબાનું મોત નીપજ્યું હતું.

જેને લઇને હોસ્પિટલની બેદરકારી ગણાવી અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હોસ્પિટલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મહિપાલસિંહ  રાજેન્દ્રસિંહ પરમાર ફરીયાદ નોંધાવેલ છે કે, તા.29/09/2021 ના આશરે કલાક 17/00 વાગ્યે સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલના ગાયનેક વિભાગમાં સુરેન્દ્રનગર મરણ જનાર મનિષાબા ભગીરથસિંહ ઇન્દ્રસિંહ રાણા  મરણ જનારને ડીલવરી બાદ વધુ પ્રમાણમાં બ્લડીંગ થઇ જતા મોત નિપજયું હતું. આ બનાવની તપાસ પો. સબ ઇન્સ.એન.એ.ડાભી સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે. નાઓ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.