Abtak Media Google News

નલીન એન્ટરપ્રાઇઝ, રાઇઝીંગ ઇન્ડીયાનું વિશેષ આયોજન

ચાર વિભાગમાં સ્પર્ધકો ભાગ લઇ શકશે: વિજેતાઓને ટ્રોફી, સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરાશે: કાર્યક્રમની વિગત આપવા આયોજકોએ અબતકની લીધી મુલાકાત

રાજકોટ ખાતે નલીન એન્ટરપ્રાઇઝ, રાઇઝીંગ ઇન્ડીયા અને સ્વ. ગુણવંતભાઇ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આગામી રવિવારે બપોરે 2.00 કલાકે ગીતાંજલી હોલ, ભકિતનગર સર્કલ પાસે, કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મહિલા અને પુરૂષ ભાગ લઇ શકે છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં ભાગ લેનાર દરેક વ્યકિતએ વાનગીઓ ઘરેથી બનાવીને લાવવાની રહેશે. આ કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશન ચાર વિભાગમાં રહેશે જેમાં એ ગ્રુપમાં ગરમ વાનગીઓ એટલે કે કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ વગેરે, બી ગ્રુપમાં ઠંડી વાનગીઓ જેમ કે કેક,  મીઠાઇઅ, આઇસ્ક્રીમ, મિલ્ક શેઇક, થીમ શેઇક, મોકટેલ વગેરે, સી ગ્રુપમાં સ્પોન્સરની આઇટમનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ બનાવે છે. તથા ડી ગ્રુપમાં જૈન સ્પેશ્યલ, મિલેટ સ્પેશ્યલ, ફરાળી સ્પેશ્યલ, કે અન્ય કોઇપણ વાનગીઓ બનાવીને ભાગ લઇ શકે છે. ભાગ લેનાર દરેક વ્યકિતએ સ્પર્ધાના દિવસે 1પ મીનીટ વહેલા પોતાનું સ્થાન નિશ્ર્ચીત કરવાનું રહેશે. સ્પર્ધકો એક કરતાં વધુ વાનગી બનાવીને ભાગ લઇ શકે છે. જેના માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. આ સ્પર્ધામાં જજીસ વાનગીઓ સ્વાદ, ડેકોરેશન રેસીપી, પ્રશ્ર્ન જવાબ, ન્યુટ્રીશન વેલ્યુ સહિતના મુદ્દાના આધારે પોતાનો નિર્ણય આપશે.

Advertisement

ત્યારે અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચીતમાં ધૈરવભાઇ શાહએ જણાવ્યું હતું ક, આ અવળે કુકીંગ શો, કુકીંગ કોમ્પીટીશનની 19મી સીઝન છે. દર વર્ષે અમને ખુબ જ સારો પ્રતિસાદ મળે છે. આજના સમયમાં રસોઇમાં નવા નવા વેરીએશન આવે છે. જુની વાનગીઓને ફયુઝન રીતે રીપ્રેશન્ટ કરવામાં આવે છે.

આપણા જ રસોડામાં બધી જ ઔષધિઓ પડી છે. અમારો કુકીંગ કોમ્પીટીશનનો મુખય ઉદેશ્ય વુમન ઓમ્પાવમેન્ટનો છે. આ સ્પર્ધા ચાર વિભાગમાં વહેચવામાં આવી છે. જેમાં એ-ગ્રુપમાાં ગરમ વાનગીઓ, બી ગ્રુપમાં ઠંડી વાનગીઓ, સી ગ્રુપમાં સ્પેન્સર ચોઇસ તથા ડી ગ્રુપમાં જૈન સ્પેશ્યલ, મિલેટ સ્પેશ્યલ, ફરાળી સ્પેશ્યલનો સમાવેશ થાય છે. અમે 100 એન્ટ્રી જ લઇશું. વિજેતા સ્પર્ધકોને ઇનામ, ટ્રોફી, સર્ટીફીકેટ આપી સન્માનીત કરાશે. આ સ્પર્ધામાં મહિલા જ નહી પુરૂષો પણ ભાગ લઇ શકશે. વધુ વિગત માટે મો. નં. 98251 58485, 0281-2223207  ઉપર સંપર્ક કરી શકાશે.

આ સમગ્ર સ્પર્ધા એ.સી. હોલમાં યોજાશે. તથા સ્પર્ધાના દિવસે ઠંડા પાણી ઠંડા પીતાની સાથે સ્નેકસની વ્યવસ્થા સ્પોન્સર દ્વારા કરવામાં આવી છે.

કાર્યક્રમને સફળ બનાવવા ધૈરવભાઇ શાહ, હર્ષિતભાઇ શાહ, દમયંતિબેન મહેતાની સાથે ટીમ મેમ્બર્સ ભૂમિકાબેન શાહ, ભાવિબેન મોદી, સોનલબેન શાહ, અનિતાબેન બાલવાણી, ભૂમિબેન અઘારા, રીયાબેન લોલીયાણી, સાક્ષીબેન મોદી, સોનીબેન વખારીયા, પરાગભાઇ લોલારીયા, રવિભાઇ સુરાણી, પૂર્વીશભાઇ વડગામા જહેમત ઉઠાવી રહ્યા છે.

આજરોજ કાર્યક્રમની વિગત આપવા ધૈરવભાઇ શાહ, હર્ષિલભાઇ શાહ, રવિભાઇ સુરાણી, પૂર્વીશભાઇ વડગામા, પરાગભાઇ લોલારીયા, તથા નિકુંજભાઇએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.