Abtak Media Google News

નેપાળમાં કાયદો અમલી બનતા ભારતમાં પણ નજીકના ભવિષ્યમાં બને તો નવાઈ નહીં

નેપાળની પાર્લામેન્ટમાં હિન્દુધર્મની જેમ સ્ત્રીને માસીકધર્મ વખતે અસ્પૃશ્ય ગણવી એ ગુનો માનવામાં આવશે તેમ નિર્ણય લેવાયો હતો. નેપાળની ઘણા જ સંગઠનો દ્વારા સ્ત્રીને અશુધ્ધ ગણી અમુક વિસ્તારમાં ઘરની બહાર સુવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું નોંધવામાં આવ્યું છે. આ રિવાજને ત્યાં ‘ચૌપદી’ના નામે ઓળખાય છે. આ પ્રકારની અસ્પૃશ્યતા સામે ભારતમાં પણ નજીકના ભવિષ્યમાં કાયદો બને તો નવાઈ નહીં.

Advertisement

આ નવા કાયદા મુજબ ત્રણ મહિનાની જેલ અથવા ૩,૦૦૦ રૂપિયા કે બન્ને સ્ત્રીઓની માસિક વખતે અસ્પૃશ્યમાની અવગણના કરવામાં આવે ત્યારે સજા રૂપે જાહેર કરાશે. માસિકધર્મ વખતે સ્ત્રીઓને ચૌપદી અથવા તેના જેવી અસ્પૃશ્યતાની ઘટનાને ગેરવર્તણુક ગણાશે. આ ઘણા વર્ષોના સધન પ્રયત્ન બાદ શકય બન્યું છે. ચૌપદીના તાર હિન્દુધર્મ સાથે જોડાયેલા છે કે જેમાં સ્ત્રીઓને માસિકધર્મ વખથે અસ્પૃશ્ય ગણવામાં આવે છે તે જ રીતે સુવાવળી સ્ત્રીને બાળકના જન્મ બાદ પણ અસ્પૃશ્ય માનવામાં આવે છે. આ વખતે સ્ત્રીઓને નેપાળમાં ઘરની બહાર રહી કોઈ ખોરાક, ધાર્મિક પ્રતિકોને અડકયા વગર એક ઝૂપડામાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે.

ગત મહિને એક કિશોરીનું આ રીતે બહાર સુતી હતી ત્યારે સર્પે ડંશ દેતા મોત નિપજયું હતું. આ રીતે અન્ય બે ઘટનાઓમાં આ રીવાજ નિભાવા જતા એક સ્ત્રીનું ધુમાડાના કારણે ઘુંટાઈને તો અન્ય એક સ્ત્રીનું મોતમાં કારણ જાણવા આવ્યું નથી. અધિકાર માટે લડનારાઓ આવા હજુ ઘણ મોત થયા હશે જે નોંધાયા નથી તેમ જણાવે છે. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા ‘ચૌપદી’ પર પ્રતિબંધ લાદી આવી વધારે ઘટના ન ઘટે તે માટે ખાસ કાયદો નેપાળમાં દાખલ કર્યો છે.

કાયદો ઘડનાર ક્રિષ્નભક્ત પોખરેલ કે જે આ કમિટીનો હિસ્સો હતા તેમણે આ કાયદાની તરફેણ કરી હતી અને આ કાયદો હવે ત્વરીત લાગુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ‘ચૌપદી’નો અંત ન હતો આવતો કારણ કે કાયદામાં સ્ત્રી સાથે ગેરવર્તણુક કરનારને સજા માટેની કાયદાકીય જોગવાઈ ન હતી. ત્યારે કોર્ટ દ્વારા આ અમલી બનાવાશે. સ્ત્રીઓના અધિકાર માટે લડતી પ્રેમા લ્હાકી દ્વારા કાયદો કડક નથી કારણ કે, આ રીતે બદલાવ આવતા વાર લાગે તેમ છે. આ રીતે કરવા માટે પુરૂષ દ્વારા સ્ત્રીઓને ફરજ પાડવામાં આવે છે. ત્યારે તેના માટે નેપાળનો સમાજ જવાબદાર છે પરંતુ કેટલીક સ્ત્રીઓ જાતે જ ‘ચૌપદી’નો અમલ કરવા તૈયાર છે તેનું શું ? ભારતમાં પણ આ પ્રકારનો રિવાજ છે ત્યારે આ રીતે સ્ત્રી સાથે અસ્પૃશ્યતાનો કયારે અંત આવશે ? તે મોટો પ્રશ્ર્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.