Abtak Media Google News

૩૩ ટકા મહિલા અનામત બાબતે કાયદાકીય ઉકેલ લવાશે

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલ આર ડી ભરતી પ્રક્રિયા માં કોઈ પણ બહેન ને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલા માં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ  ગુજરાત ના લોકો હવે કોંગ્રેસ ની આ મુરાદ બર આવવા દેશે નહિ

વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે આ પ્રશ્ન માં કોઈને અન્યાય ન થાય અને બધાને ન્યાય મળે એ હેતુથી રાજ્ય સરકાર કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વિવિધ રાજ્યોની હાઇકોર્ટ ના ચુકાદાઓ નો અભ્યાસ કરીને  સકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય કરવા પ્રયત્નશીલ છે

મુખ્યમંત્રી એ એમ પણ કહ્યું કે  છેલ્લા ૪ ૫ દિવસથી   વાટાઘાટો કરીને સરકાર   આ ભરતીમાં પણ ૩૩ ટકા મહિલા અનામત  બાબતે અવશ્ય કાયદાકીય ઉકેલ લાવવા યોગ્ય રસ્તો કાઢવા વિચારાધીન છે*

કોંગ્રેસ ને આડે હાથ લેતા વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટ કહ્યુકે અગાઉ પણ કોંગ્રેસ  માત્ર રાજકીય લાભ લેવા ના હવાતિયાં મારી ચૂકી છે પરંતુ  આંદોલન સાથે જોડાયેલા લોકો પણ કોંગ્રેસ ને ઓળખી ગયા છે એટલે ભરમાવાના નથી અને કોંગ્રેસ ની મુરાદ ક્યારેય સફળ થવાની નથી જ

7537D2F3 6

વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે આ અગાઉ ૧૭ હજાર થી વધુ યુવાનો ની પોલીસ દળ માં ભરતી  પારદર્શી રીતે કરી છે તેમની સરકાર સંપૂર્ણ સંવેદના થી  પ્રશ્નોના નિરાકરણ લાવે છે ત્યારે આ એલ આર ડી ભરતી વિષયે પણ  સારો અને યોગ્ય ઉકેલ આવશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રી એ વ્યક્ત કરી હતી

કોંગ્રેસ પોતાનું બળતું ઘર સાચવી શકતી નથી અને આવા આંદોલનોમાં રાજકીય લાભ ખાટવા મેદાને પડે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.