Abtak Media Google News

2023ના વર્ષની મહિલા આઈપીએલની તારીખ જાહેર થઈ છે. IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે ટ્વિટ કરીને મહિલા આઈપીએલની તારીખની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મુંબઈમાં 4 થી 26 માર્ચની વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ રમાશે.

Advertisement

 26 માર્ચે આઈપીએલની ફાઈનલ મુંબઈમાં રમાશે: ચેમ્પિયન બનનાર ટીમને 6 કરોડનું ઈનામ અપાશે 

અરુણ ધુમલે કહ્યું છે કે પાંચ ટીમોની મહિલા પ્રીમિયર લીગની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે, જ્યારે આ ટૂર્નામેન્ટની અંતિમ મેચ 26 માર્ચે રમાશે. તેમણે એ પણ માહિતી આપી છે કે ટૂર્નામેન્ટની તમામ મેચ મુંબઈમાં રમાશે. મુંબઈની પણ એક ટીમ છે. 26 માર્ચે આઈપીએલની ફાઈનલ મુંબઈમાં રમાશે. આઈપીએલ ચેમ્પિયન બનનાર ટીમને 6 કરોડનું ઈનામ આપવામાં આવશે.

2023ની મહિલા આઈપીએલમાં કુલ પાંચ ટીમો રમશે જેનું વેચાણ પણ થઈ ગયું છે. મહિલા આઈપીએલને વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ એવું નામ આપવામાં આવ્યું છે. વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને લખનઉનો સમાવેશ થાય છે. ઘણી મોટી કંપનીઓએ આ ટીમોને ખરીદવા માટે દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.