Abtak Media Google News

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું છે. આ સાથે કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે.

આ પહેલા પાકિસ્તાનને ભારત સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને ડેવિડ વોર્નરના 163 રન અને મિચેલ માર્શના 121 રનની મદદથી 367 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ પાંચ અને હરિસ રઉફે ત્રણ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 400 રન સુધી પહોંચતા અટકાવ્યું હતું.

વોર્નર – માર્શની સદી બાદ ઝેમ્પાની 4 વિકેટ જીતનું કારણ : ઓસ્ટ્રેલિયાનું ઓલરાઉન્ડ પ્રદર્શન રંગ લાવ્યું

368 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમ તરફથી ઇમામ ઉલ હકે 70 રન અને અબ્દુલ્લા શફીકે 64 રન બનાવીને પાકિસ્તાન માટે સારી શરૂઆત કરી હતી, પરંતુ આ પછી કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ચાર, પેટ કમિન્સ અને માર્કસ સ્ટોઇનિસે બે-બે વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 62 રનથી મેચ હારી ગઈ હતી.

વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત બીજી મેચ જીતી છે.

પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે બેંગલુરુમાં પાકિસ્તાનને 62 રને હરાવીને તેની પુનરાગમન યાત્રા ચાલુ રાખી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની વિસ્ફોટક સદીના આધારે 368 રન બનાવ્યા હતા.

પાકિસ્તાને આનો જોરદાર જવાબ આપ્યો પરંતુ એડમ ઝમ્પા અને માર્કસ સ્ટોઈનિસે મજબૂત બોલિંગ વડે પોતાની ટીમ માટે પુનરાગમન કર્યું હતું.

ટાર્ગેટનો પીછો કરતી વખતે અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકે ખૂબ જ સારી શરૂઆત કરી હતી. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા અને તે પણ 21 ઓવરમાં, ત્યાર પછી શફીક આઉટ થયો. આ પછી ઈમામે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી અને ત્યારબાદ કેપ્ટન બાબર આઝમ આઉટ થયો.

મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખારે પાકિસ્તાનની ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડી હતી અને એક સમયે 72 બોલમાં 103 રનની જરૂર હતી જેનાં કારણે જીતવું એક સમયે આસાન લાગતું હતું. પાકિસ્તાનના બેચમેનો ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટકી શક્યા ન હતા.

જીતનું ખાતું ખોલવા અને વિશ્વકપમાં ટકી રહેવા શ્રીલંકા નેધરલેન્ડ સામે મેદાને ઉતરી : નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ કરવાનો લીધો નિર્ણય

વનડે વિશ્વ કપમાં આજે શ્રીલંકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. નેધરલેન્ડ એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આ મેચમાં શ્રીલંકા પોતાનું જીતનું ખાતું ખોલાવવા અને વિશ્વ કપમાં ટકી રહેવા માટે મહેનત કરી રહી છે. વિશ્વ કપમાં જ નેધરલેન્ડ ની ટીમે આફ્રિકાને હરાવી અપસેટ સર્જ્યો હતો ત્યારે આજે પણ શ્રીલંકા માટે આ મેચ જીતવો કપરો સાબિત થઈ શકે છે. શ્રીલંકાએ તેની પ્લેન ઇલેવનમાં બે ફેરફારો પણ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.