Abtak Media Google News
  • એલિસ પેરીનું ઓલરાઉન્ડ પ્રદર્શન ટીમનું જીતનું કારણ

વુમન્સ પ્રીમિયર લીગ 2024ની 19મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી માત આપીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આરસીબીની જીતમાં સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. પેરીએ એકલા હાથે જ મુંબઈ ઈન્ડિયન્સને હારનો સ્વાદ ચખાડી દીધો હતો. આરસીબીની આ જીત સાથે જ ટૂર્નામેન્ટમાં પ્લેઓફ માટે ત્રણ ટીમો ફાઈનલ થઈ ગઈ છે.

એલિસ પેરીએ બોલિંગમાં 6 વિકેટ ઝડપી હતી જ્યારે બેટિંગ કરતા 40 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેની મદદથી મુંબઈના 114 રનના ટાર્ગેટને આરસીબીએ 15 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. પેરીએ પોતાની ઈનિંગ દરમિયાન 5 ફોર અને એક સિક્સ પણ ફટકારી હતી. આરસીબીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર 19 ઓવરમાં 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એલિસ પેરીએ 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે જ આરસીબી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.