Abtak Media Google News
  • જામનગરમાં કાશ્મીરી અને રેશમપટ્ટો મરચાની મોટી માંગ
  • રેસમપટ્ટો, કાશ્મીરી, તેજા મરચી સહિતની જુદી જુદી વેરાયટીના મસાલા ઉપલબ્ધ છે.

માર્ચ અને એપ્રિલ મહિનામાં ગૃહિણીઓ આખા વર્ષનો ગરમ મસાલાની ખરીદી કરતી હોઈ છે, ત્યારે આ વર્ષે પણ બજારમાં બારે માસ ભરવા લાયક મરચા દળવાની સિઝન આવી ગઈ છે. જામનગરમાં રેસમપટ્ટો, કાશ્મીરી, તેજા મરચી સહિતની જુદી જુદી વેરાયટીના મસાલા ઉપલબ્ધ છે. રેસમપટ્ટાના ભાવ 300 રૂપિયા, કાશ્મીરીના ભાવ 800 અને તેજા મરચીના ભાવ 350 છે. રાહતના સમાચાર એ છે કે મરચા, હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાના પાકનું સારું ઉત્પાદન થતા ગત વર્ષ કરતા મસાલાના ભાવમાં કીલોએ રૂ. 50થી 100 નો ઘટાડો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું.વધુમાં જામનગરમાં કાશ્મીરી અને રેશમપટ્ટો મરચાની મોટી માંગ હોવાનું જણાવાયું છે.Img 20240313 Wa0005

માર્ચ અને એપ્રિલના મહિનામાં હળદર, મરચું, ધાણાજીરૂં સહિતની મરી મસાલાની સિઝન હોય છે. આ બે મહિનામાં જ બાર મહિના ચાલે તેટલા મસાલાની ખરીદી કરવામાં આવતી હોઈ છે. જોકે હવે મોલ કલ્ચર આવતા લોકો બાર મહિનાનું સાથે મરચું ખરીદવાને બદલે છ મહિનાના ખરીદી અને ત્યારબાદ મોલમાંથી લોકો ખરીદી રહ્યા છે. જેને લઇને ઘરાકી ઓછી જોવા મળી રહી છે પરંતુ આ વર્ષે ભાવમાં ઘટાડો નોંધાતા ઘરાકીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે.Img 20240313 Wa0011

વેપારીઓનું કહેવું છે કે જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે. જયારે હીંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે. આ વર્ષે મરચાં અને હળદરનું ઉત્પાદન સારું હોવાથી ભાવમાં પ્રમાણમાં ઘટાડો નોંધાય રહ્યો છે. જેમાં રેશમપટ્ટો મરચું જે ગત સાલ 350 થી 400 રૂપીએ કિલો વેંચાતું હતું. તેના સીધા 300 જેટલા ભાવ થયા છે.Img 20240313 Wa0023

ઉપરાંત મરચી જે 350 થી 400માં વેંચાતું હતું તે ના ભા 300 પર પહોંચ્યા છે. વધુમાં કાશ્મીરી મરચામાં ગત વર્ષે સૌથી વધુ ભાવ વધારો નોંધાયો છે. આ મરચું આંધ્રપ્રદેશથી આવતું હોવાથી જે ગત સાલ 1000 માં મળતું હતું. તે આ વર્ષે 800 રૃપિયામાં વેંચાઇ છે. ઘોલર જે ગત વર્ષે 400 રૂપિયા ભાવ હતો તે આ વર્ષે 350 રૂપિયામાં વેંચાઈ છે. તે જ રીતે વંડર પટ્ટી જે ગત વર્ષે 500 ભાવ હતો તે આ વર્ષે 400 રૂપિયા કિલા દીઠ વેંચાઈ રહ્યું છે. હળદરમાં પણ 20 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે હળદળની વાત કરવામા આવે તો સેલમ 300 ભાવે વેંચાઈ છે. જ્યારે રાજપુરીના ભાવ 250માં વેંચાઇ રહી છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.