Abtak Media Google News
  • Stock Market Crash : રૂ. 13 લાખ કરોડનું નુકસાન થયું, મહિનાઓની કમાણી માત્ર એક જ દિવસમાં નાશ પામી!

Share Market : શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. તે ખુલતાની સાથે જ શેરબજાર ઝડપથી તૂટવા લાગ્યું. આજે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બપોરે 2.30 વાગ્યે, સેન્સેક્સ 913 પોઈન્ટ અથવા 1.24% ના ઘટાડા સાથે 72,700 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1.56% અથવા 350 પોઈન્ટ્સ ના ઘટાડા સાથે 21,986 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

Stock Market Crash: Outcry... Sensex Fell 1000 Points
Stock Market Crash: Outcry… Sensex fell 1000 points,

નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં 1730 પોઈન્ટ અથવા 3.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ નિફ્ટીનો સ્મોલકેપ ઈન્ડેક્સ 676 પોઈન્ટ અથવા 4.50 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 1824 પોઈન્ટ અને મિડકેપ ઈન્ડેક્સ 1382 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ તીવ્ર ઘટાડાને કારણે બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું અને મોટી કંપનીઓના શેરમાં ભારે વેચવાલી થઈ.

બજાર કેમ તૂટ્યું?

તાજેતરમાં સેબી ચીફે મિડકેપ અને સ્મોલ કેપ શેરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સેબી તેમના પર ચાંપતી નજર રાખી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં હેરાફેરીના સંકેતો મળ્યા છે. એટલું જ નહીં, SMI IPOમાં પણ અનિયમિતતાના સંકેતો છે. સેબી ચીફે રોકાણકારોને આ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું, જેની અસર આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે અન્ય ઈન્ડેક્સમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

લગભગ 13 લાખ કરોડ રૂપિયા વેડફાઈ ગયા

બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાથી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12.67 લાખ કરોડ ઘટીને રૂ. 372 લાખ કરોડ થયું હતું. મતલબ કે થોડા જ કલાકોમાં રોકાણકારોને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

અદાણીના શેરમાં ભારે ઘટાડો

અદાણીના શેરોના પતનને કારણે અદાણી ગ્રૂપના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી $100 બિલિયનની ક્લબમાંથી બહાર થઈ ગયા હતા. બુધવારે, અદાણીના તમામ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાંથી અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી વધુ 9 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસ 7%, અદાણી એન્ટરપ્રાઇઝ 6%, અદાણી વિલ્મર 4%, અદાણી પોર્ટ 5%, અદાણી ગ્રીન સોલ્યુશન 4.5% અને અદાણી પાવર 5% ઘટ્યા હતા. શેરોમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $99.9 બિલિયન થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.