Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ઉઘોગપતિઓ પોતાના વર્કરોને પરિવાર સમજી લે છે કાળજી

૧લી મે એટલે કે વિશ્ર્વ વર્કર ડે વિશ્ર્વભરના શ્રમિકોના માનમાં આ દિવસ મનાવવામાં આવે છે. તેમના અચીવમેનટસ તથા અનુભવ ને આજે સન્માન આપવામાં આવે છે.

કોઇપણ માલિકની મોટામાં મોટી મૂડીએ તેમના કામદારો હોય છે. વર્કસની મહેનત પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક વર્તન જ માલિકને આગળ વધવામાં મદદ કરે છે.

‘અબતક મીડીયા’દ્વારા આજે રાજકોટના સુવર્ણ ના ટ્રેડ સેન્ટર ગણાતા સોનીબજારની મુલાકાત લેવામાં આવે જયાં દુર દુર થી આવતા કારીગરો જે સવારથી રાત સુધી પુરતી નિષ્ઠાથી કાર્ય કરે છે. તેમની સાથે વાતચીત દ્વારા જાણવા મળ્યું કે તે લોકોને આજે આ દિન ની જાણ ન હતી તથા તેમના કામ વિશેના અનુભવ પરથી જાણવા મળ્યું કે તેઓ પોતાના કામને ઘણા પ્લાનીંગ સાથે નાની નાની બાબતોને ઘ્યાનમાં રાખી કાર્ય કરતા હોય છે. અને તેમના એકબીજા સાથેના વ્યવહાર પણ ખુબ જ સરળ તથા સ્પષ્ટ હોવાને કારણે ટ્રાન્સયરન્સી સાથે કામની મોજ માણતા તેઓ કામ કરતાં હોય છે.

Vlcsnap 2018 05 01 12H54M40S161ર૦ થી ૩૦ કામદારો ના ગ્રુપ પાસે કામ લેતા નીતીનભાઇ પારેખ જણાવે છે કે આટલા બધા લોકો પાસે કામ કઢાવવું એટલા માટે સરળ બને છે કારણ કે સૌરાષ્ટ્ર રાજકોટમાં પરિવાર સમજીને કોઇપણ સેકટરમાં કાર્ય કરતા હોય છે. જેથી પરિવારની લાગણી દરેક વર્કર સાથે હોવાને લીધે બધા હળી મળીને કામ કરે છે.

Vlcsnap 2018 05 01 12H54M57S80વર્કસના મહત્વ વિશે જણાવતા કહ્યું કે વર્કર વગર કોઇપણ શેઠ અથવા માલીક અધુરા છે જો વર્કસ ન હોય તો બીઝનેસ જ ન થઇ શકે તથા આજે ૧લી મે બધા જ વર્કસને વિશ્ર્વ વર્કર ડેની શુભેચ્છા પાઠવી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.